LRD ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરવા કોંગ્રેસ પ્રમુખનો CMને પત્ર 


Updated: November 18, 2021, 8:19 PM IST
LRD ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરવા કોંગ્રેસ પ્રમુખનો CMને પત્ર 
અમિત ચાવડા ફાઈલ તસવીર

LRD bharti: અમિત ચાવડાનો (Amit chavda) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને (Gujarat CM bhupedra patel) લોક રક્ષક દળ (LRD) ભરતી માટે ઓનલાઈન અરજી (Apply online) કરવાની મુદતમાં વધારો કરવા પત્ર લખી માગણી કરી છે.

  • Share this:
ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (Gujarat Pradesh Congress Committee) પ્રમુખ અમિત ચાવડાનો (Amit chavda) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને (Gujarat CM bhupedra patel) લોક રક્ષક દળ (LRD) ભરતી માટે ઓનલાઈન અરજી (Apply online) કરવાની મુદતમાં વધારો કરવા પત્ર લખી માગણી કરી છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવું છે કે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા 10,459 લોક રક્ષક દળ જવાનોની ભરતી માટે તા. 23 ઓક્ટોબર 2021થી 9 નવેમ્બર 2021 દરમિયાન ઓનલાઇન અરજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉમેદવારોની લાંબા સમયની પ્રતિક્ષા બાદ સરકારી તંત્રમાં ભરતી આવતા મોટી સંખ્યામાં ઓનલાઈન અરજી થઈ હતી.

પરંતુ તા. 7 નવેમ્બર 2021થી 9 નવેમ્બર 2021 દરમ્યાન એટલે કે છેલ્લી મુદતના પહેલાના 3 દિવસ સુધી સર્વર સતત ખોટકાયેલું રહેતા ઓનલાઈન અરજીના સતત પ્રયત્નો પછી પણ ઉમેદવારો અરજી કરવાથી તેમજ ફી ભરવાથી વંચિત રહી ગયા છે.

સાથે જ તહેવારોની રજા દરમ્યાન સરકારી કચેરીઓ તેમજ સરકારી કામકાજ બંધ હોવાના કારણે ઘણા ઉમેદવારો જાતિનો દાખલો, આવકનો દાખલો તેમજ અન્ય જરૂરી પુરાવા મેળવી શક્યા નથી અને અરજી કરી શક્યા નથી.

આ પણ વાંચોઃ-પત્ની બાથરૂમમાં ન્હાવા ગઈ અને એન્જીનિયર પતિએ એવું કર્યું કે પહોંચી ગઈ સીધી હોસ્પિટલ

વધુમાં ચાવડાએ કહ્યું હતુ કે ગુજરાતના લાખો સક્ષમ અને બેરોજગાર ઉમેદવારોની માંગ અને લાગણીને ધ્યાનમાં રાખી, ઉમેદવારોની આશા અને વિશ્વાસ જીવંત રાખવા સીએમ પત્ર લખી ઓનલાઈન અરજી પ્રક્રિયાનો સમય વધારવામાં આવે અને ઉમેદવારોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરાઇ છે .આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકોએ અથાગ મહેનત છતાં પરિણામ નિરાશાજન, જાણો રાશિફળ

નોંધનિય છે કે એલઆરડી10459 ભરતીના પગલે 10 લાખ અરજીઓ વિભાગને મળી છે. આગામી ડિસેમ્બર મહિના પ્રથમ સપ્તાહમાં જ શારીરિક કસોટી યોજવાનું આયોજન કરાયું છે. પરંતુ તે પહેલા ભરી એકવાર ઓનલાઇન અરજી મુદત વધારવા માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'અહીં તો દારુ પીવું એ સામાન્ય બાબત છે, તારે સહન કરવું પડશે', અસહ્ય ત્રાસથી પરિણીતાએ કરી ફરિયાદ

તહેવાર સિઝન દરમિયાન રજાઓના પગલે કચેરી બંધ રહી હતી. ઉમેદવારોને જાતિય પ્રમાણ પત્રના દાખલા મળવા મુશ્કેલી ઉભી થઇ છે. તેથી સીએમ સમક્ષ કોંગ્રેસ આખરે છેલ્લી ઘડીએ ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદ વધારાની માંગ કરી છે.
Published by: ankit patel
First published: November 18, 2021, 7:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading