અમદાવાદ : 'હું પૂજા, સાસરીવાળા બહુ જ ટોર્ચર કરે છે, મારો ઘરવાળો પણ..' પતિને અંતિમ ચિઠ્ઠી લખી પત્નીએ કર્યો આપઘાત

News18 Gujarati
Updated: July 11, 2021, 2:56 PM IST
અમદાવાદ : 'હું પૂજા, સાસરીવાળા બહુ જ ટોર્ચર કરે છે, મારો ઘરવાળો પણ..' પતિને અંતિમ ચિઠ્ઠી લખી પત્નીએ કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

સુસાઈડ કરતી વખતે પરિણીતાએ મોબાઈલમાં મેસેજો જોવાનો મેસેજ કર્યો, જોયું તો પતિ સાથેના ઝગડાના મેસેજ હતા

  • Share this:
અમદાવાદ: શહેરના સોલા (Sola) વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ (Married woman) આપઘાત (Suicide) કરી લેતાં સમગ્ર બાબતને લઈને સોલા પોલીસે પાંચ લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને તમામ લોકોની ધરપકડ કરી છે. સમગ્ર બાબતને લઈને પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે પૂજા (Puja) નામની પરિણીતા એ આપઘાત કરતા પહેલા તેના પતિ ને મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે સુસાઈડ કરી રહી છે અને જે સુસાઇડ નોટ લખી હતી તેનો ફોટો પણ તેને મોકલ્યો હતો. બાદમાં યુવતીના પિતાને આ અંગે જાણ કરતા તેઓએ પોલીસને જાણ કરી હતી અને સમગ્ર બાબતને લઈને ફરિયાદ નોંધાવી હતી.

પૂજાબેન ના પિતા એ જે ફરિયાદ નોંધાવી છે તેમાં આક્ષેપ કર્યો છે કે પૂજાબેન ની સાસુને નિલેશ નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો હતા અને આ નિલેશ ઘરે આવીને પૂજા તથા તેના દીકરા સામે સિગરેટ પીતા હતા. એટલું જ નહીં પૂજાબેન ના મામાજી ઘરે રહેવા આવે ત્યારે દારૂ પીને બીભત્સ વર્તન કરતા હતા અને પૂજા બેન ની સાસુ તેને વારંવાર ત્રાસ આપતી હતી.

આ પણ વાંચો : સુરત : ઇન્ટરનેશનલ સેક્સ રેકેટનો દલાલ શિવા ઝડપાયો, વેસુમાં 7 યુવતીઓ પાસે કરાવતો હતો ગોરખધંધો

સાથે જ પૂજા બેન નો દિયર લોકોને ઘરે બોલાવી દારૃ તથા હુક્કા ની પાર્ટી કરતો હતો. પૂજાબેન ની સાસુ ની સાથે તેનો પતિ પણ તેને ત્રાસ આપી ઝઘડા કરતો હતો. જેથી સમગ્ર બાબતને લઈને સ્યુસાઇડ નોટના આધારે પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ પટેલની દીકરી પૂજાબહેન ના લગ્ન વર્ષ 2015માં કૃણાલ વ્યાસ સાથે થયા હતા. લગ્ન બાદ તેમની દીકરી પૂજા સાસરીમાં તેના પતિ દિયર સાસુ સાથે રહેતી હતી. શનિવારે તેમના જમાઈ કુણાલ ભાઈ નો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે પૂજાએ આપઘાત કરવાનો મેસેજ કર્યો છે અને ફોન ઉપાડતી નથી.

જેથી કૌશિકભાઇ એ પૂજાના નંબર પર ફોન કરતાં તેને ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં તેઓ પૂજાના ઘરે પહોંચી ગયા હતા ત્યાં જોયું તો એમ્બ્યુલન્સ અને અન્ય સંબંધીઓ આવી ગયા હતા. તેમની દીકરી પૂજા મકાનના ત્રીજા માળે બેડરૂમમાં બેડ ઉપર સૂતેલ હાલતમાં હતી અને એમ્બ્યુલન્સના માણસોએ પૂજાબહેન મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું.આ પણ વાંચો : નવસારી : નબીરાઓએ રાત્રિ કર્ફ્યૂમાં પોલીસ ચોકીથી 200 મીટર નજીક ઉજવણી કરી, Video થયો Viral

ત્યારબાદ કૌશિકભાઇ એ તેમના જમાઈ કૃણાલને પૂછતાં તેઓએ જણાવ્યું કે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે પૂજાએ તમને મેસેજ કર્યો હતો અને સુસાઇડ નોટ નો ફોટો મોકલ્યો હતો. જેથી તેઓ ઘરે આવ્યા હતા અને બેડરૂમ નો દરવાજો અંદર થી બંધ હોવાથી તે તોડી અંદર ગયા હતા. ત્યારે પૂજા પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લટકતી હાલતમાં મળી આવી હતી.

પુજાબહેનના પિતા કૌશિકભાઇ એ સ્યુસાઇડ નોટ જોતા તેમાં લખ્યું હતું કે "હું પૂજા, મારા સાસરીવાળા મને બહુ જ ટોર્ચર કરે છે અને મારો ઘરવાળો પણ....એટલે હું સુસાઇડ કરું છું. મારા ફોન માં બધા મેસેજ છે વાંચી લેજો. મારા છોકરાની માટે એને એના નાની ના ઘરે રાખવા માગું છું મારા છોકરાને કોઈ દિવસ અહીયા નહીં આવવા કે લાવવા માટે અરજી કરું છું તેને ફક્ત તેના પિતા મળી શકશે તે પણ મારા પિયર ની હાજરીમાં" મૃતક પૂજાને લગ્નના થોડા સમય બાદ તેના સાસરિયાઓએ શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

લગ્ન બાદ પૂજા ને જાણ થઈ હતી કે શાહીબાગ ખાતે સાધના સોસાયટીમાં આવેલું મકાન જે તેના પતિએ લગ્ન પહેલાં પોતાનું હોવાનું જણાવ્યું હતું. તે હકીકતમાં પૂજાની સાસુ મયુરીબેન કે જેને નિલેશ પંચોલી સાથે અનૈતિક સંબંધ હતા તેના ભાગમાં રાખેલું મકાન હતું. આ નિલેશભાઈ પૂજાની સાસુને રાત્રે મળવા પણ આવતા હતા પૂજાની સાસુ મયુરીબેન તેને ત્રાસ આપતી હોવાથી તે તેના પતિ સાથે અલગ રહેવા જવાની હતી.

ત્યારેપણ તેની સાસુએ તેને ગાળો બોલી તેને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. જ્યારે પૂજાને ગર્ભ રહ્યો હતો ત્યારે તેનો પતિ કૃણાલ બાળક નહીં રાખવા અને એબોર્શન કરાવી દેવા વારંવાર કહેતો અને તે બાબતે ઝઘડો કરતો હતો. જોકે પૂજાએ તેની વાત માનતી ન હતી અને બાળક રાખ્યું હતું તેમ છતાં કૃણાલ તેને હેરાન કરતો હોવાથી કંટાળીને પૂજાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, રથયાત્રાના અવસરથી કરી શકાશે ખરીદી

પૂજા જ્યારે સાસરે રહેતી હતી ત્યારે તેની સાસુ મયુરીબેન નિલેશને વારંવાર ઘરે બોલાવતી હતી અને અનૈતિક સંબંધ હોવાથી આ નિલેશભાઈ રાત્રે પૂજાની સાસુ સાથે જ રહેતા હતા અને પૂજાના પુત્ર સામે સિગરેટ પીતા હોવાથી તેઓને ના પાડતાં તેઓ પણ બોલાચાલી ઝઘડો કરતા હતા. પૂજા બહેનના મામાજી કનુભાઈ પણ તેઓની સાથે રહેવા આવ્યા હતા અને બાદમાં રોજ દારૂ પીને ઘરે આવતા અને પૂજા તથા તેના પુત્ર સામે બીભત્સ વર્તન કરી કપડાં પહેરવાનું પણ ધ્યાન ન રાખી અવારનવાર પૂજા સાથે ઝઘડો કરતા હતા.

પૂજા બહેને લખેલી અંતિમ ચિઠ્ઠી


પૂજાબેનના દિયરને દેવું થઈ ગયું હોવાથી પૂજાના દાગીના સાસરિયાઓ વેચી આવ્યા હતા અને દિયર યસનું દેવુ પૂરું કર્યું હતું અને બાદમાં દહેજ પેટે 15 લાખ રૂપિયા પણ માંગી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. પૂજાનો દિયર યસ અવારનવાર તેના મિત્રોને બોલાવી દારૃ અને હુક્કાની ઘરે પાર્ટીઓ કરાવતો અને પૂજા બહેન પાસે વાસણો ધોવડાવી તેને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો.

આ પણ વાંચો : સુરત : પતિ-પત્ની અને પૂર્વ પ્રેમીનો કિસ્સો, વડોદરાના યુવકને પૂર્વ પ્રેમિકાને હેરાન કરવું ભારે પડ્યું!

જ્યારે પૂજાબેન ના પિતા એ વોટ્સએપમાં મેસેજ જોયા ત્યારે જમાઈ કુણાલે પૂજા સાથે છેલ્લા બે દિવસથી ઝઘડો કરી તેને ત્રાસ આપ્યો હતો અને તેના કારણે પૂજા બહેને આપઘાત કરી લેતાં સમગ્ર બાબતને લઈને સોલા પોલીસે મૃતક મહિલાના પતિ કૃણાલ વ્યાસ, સાસુ મયુરીબેન વ્યાસ, દિયર યશ વ્યાસ, સાસુના પ્રેમી નિલેશ પંચોલી સહિતના પાંચ લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નથી તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: July 11, 2021, 2:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading