Ahmedabad news: ચાલુ બાઈકે યુવકના ખીસ્સામાં રહેલો મોબાઈલ થયો બ્લાસ્ટ, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત


Updated: September 26, 2021, 7:53 PM IST
Ahmedabad news: ચાલુ બાઈકે યુવકના ખીસ્સામાં રહેલો મોબાઈલ થયો બ્લાસ્ટ, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બ્લાસ્ટ થયેલો મોબાઈલ અને ઈજાગ્રસ્ત યુવકની તસવીર

Ahmedabad news: મણિનગરના ફાયર સ્ટેશન (maninagar fire station) સામેથી એક બાઈક સવાર (bike rider) પસાર થઈ રહ્યો હતો તેવામાં અચાનક બાઈક સવાર નીચે પટકાયો હતો તપાસ કરતા જાણવા મળ્યું કે બાઈક સવારના ખીસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ (mobile blase in pocket) થયો હતો.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad news) મણિનગરમાં (Maninagar news) એક એવી ગંભીર ઘટના બની છે જે તમામ લોકો માટે જાણવા લાયક છે કારણ કે આજના સમયમાં નાના બાળકો હોય કે પછી વૃદ્ધ તમામ લોકો પાસે મોબાઈલ (mobile) તો હોય છે અને એવા માં આ સમાચાર ખુબજ અગત્યનું છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક બાઈક ચાલક (bike rider) સાથે એવી ઘટના બની કે તેને ખ્યાલ પણ નહીં હોય કે તેની સાથે આવી ઘટના બની શકે છે.

મણિનગરના ફાયર સ્ટેશન સામેથી એક બાઈક સવાર પસાર થઈ રહ્યો હતો તેવામાં અચાનક બાઈક સવાર નીચે પટકાયો અને તેને ગંભીર ઈજાઓ થઈ અને આસપાસ માં લોકો દોડી આવ્યા હતા. લોકો એ તપાસ કરી તો જાણવા મળ્યું કે બાઈક સવારના ખીસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ (mobile blase) થયો હતો અને જેના કારણે તે નીચે પટકાઈ ગયો અને તેમને ગંભીર ઈજાઓ થઈ છે અને બ્લાસ્ટ થવાના કારણે દાઝી પણ ગયા છે.

લોકો એ તરત 108માં ફોન કરી બોલાવ્યા અને બાઈક ચાલકને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે બાઈક સવાર નું નામ ઋષિ હોવાનું સામે આવ્યું છે અને જેમને ઈશનપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં સાવવાર માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના લોકોએ ડર સામે લડવું જ પડશે, જાણો રાશિફળ

પ્રાથમિક માહિતી મળી તે પ્રમાણે ઋષિ ભાઈ ના હાથ માં ખુબજ ગંભીર ઈજાઓ થઈ છે જેથી ડોક્ટરની ટીમ દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી છે. મહત્વનું છે કે થોડા સમય પેહલા પણ આવી રીતે મોબાઈલ બ્લાસ્ટના કારણે એક કિશોરીનું મોત પણ થયેલ છે.



આ ઘટના ખુબજ ગંભીર છે કારણ કે આજ ના સમય માં તમામ લોકો મોબાઈલ નો ઉપયોગ કરતા હોય છે..હોવી આ કેસ માં કોઈ.પોલીસ ફરિયાદ થાય છે કે કેમ તે જોવાનું રહ્યું.

આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

ઉલ્લેખનીય છે કે આશરે એક મહિના પહેલા ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટની એક ઘટના રાધનપુરમાં સામે આવી હતી. રાધનપુરમાં આવેલા માનસી મોટર ગેરેજમાં ભાડિયા ગામના રાયચંદભાઈ ઠાકરો આવ્યા હતા. તેઓ દુકાનમાં બેઠા હતા અને દુકાનદાર પપ્પુભાઈ ઠક્કર સાથે વાત કરતા હતા. આ વાતોનો દોર ચાલતો હતો તે સમયે રાયચંદભાઈના બુસટના ખીસ્સામાં રાખેલા મોબાઈલમાં અચાનક ધૂમાડા નીકળવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-મોરબીઃ મમુ દાઢીના હત્યારાઓ ઝડબાયા, ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, કોણ છે આરોપી?

મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા જ રાયચંદભાઈએ મોબાઈલને ખીસ્સામાંથી કાઢીને બહાર ફેંક્યો હતો અને લાત મારીને દુકાન બહાર ધકેલ્યો હતો. ત્યારબાદ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જોકે, આ ઘટનામાં દુકાનમાં રહેલા લોકોને કોઈ ઈજાઓ પહોંચી ન્હોતી. પરંતુ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી.
Published by: ankit patel
First published: September 26, 2021, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading