મહામંડલેશ્વર ભારતી બાપૂ બ્રહ્મલીન થયા, PM મોદી, ગૃહમંત્રી શાહ, CM રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી

News18 Gujarati
Updated: April 11, 2021, 1:27 PM IST
મહામંડલેશ્વર ભારતી બાપૂ બ્રહ્મલીન થયા, PM મોદી, ગૃહમંત્રી શાહ, CM રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી
મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપૂ રાષ્ટ્રીય સંત હતા મંત્રી તંત્રી સંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધી સૌ કોઈ તેમની શીખ મેળવતા હતા.

ભારતી આશ્રમ સરખેજ ખાતે બાપૂએ દેહ ત્યાગ કર્યો, જૂનાગઢ ભારતી આશ્રમમાં સંતોની ઉપસ્થિતિમાં સમાધિ અપાશે

  • Share this:
વિભૂ પટેલ, અમદાવાદ : રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપૂએ (Mahamandleshwar Bharti Bapu) દેહત્યાગ કર્યો છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપૂએ દેહ ત્યાગ કર્યો છે. લઘુ મહંત ઋષિ ભારતી બાપૂએ માહિતી આપી કે બાપૂએ રાત્રે 2.30 વાગ્યે દેહત્યાગ કર્યો છે.

આજે સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપૂના બ્રહ્મલીન દેહને દર્શન માટે રાખવામાં આવશે. ભારતી બાપૂ સરખેજ આશ્રમ ખાતે દેહ ત્યાગ કરતા સંતોમાં દુ:ખની લાગણી છવાઈ ગઈ છે. બાપૂના બ્રહ્મલીન થતા તેમને સમાધિ જૂનાગઢ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ વિશ્વંભર ભારતી બાપૂનાં સમાધિ કાર્યક્રમમાં કેટલાં લોકો જોડાઈ શકશે તેના વિશે હજુ પરામર્શ થઈ રહ્યો છે.

સરખેજ આશ્રમ ખાતે બાપૂનાં અંતિમ દર્શન


આ પણ વાંચો :   મહામંડલેશ્વર ભારતી બાપુ 93 વર્ષની વયે બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે

ભારતી બાપૂ બ્રહ્મલીન થયાનાં સમાચાર મળતા વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી રૂપાણી અને પૂર્વ મુખ્યંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના ભાજપના અને કૉંગ્રેસના અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર લખ્યું 'જૂનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનો ઉપદેશ આપણને કાયમ પ્રેરણા આપતો રહેશે. એમના લાખો સેવકોને મારી સાંત્વના. ઈશ્વર એમના આત્માને શાંતિ પ્રદાન કરે. ૐ શાંતિ...!!'પ્રખર સનાતની ભારતી બાપૂએ જૂનાગઢના શિવરાત્રિના મેળાને કુંભનો દરજ્જો અપાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. આ વર્ષે પણ કોરોનાકાળ વચ્ચે ગિરનારની લીલી પરિક્રમાની પરંપરા ન તૂંટે તે માટે સરકારી તંત્ર સાથે સંક્લન સાધીને બાપૂએ પ્રતિકાત્મક પરિક્રમા કરાવડાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

પૂ.બાપૂના વ્યસન મુક્તિ અભિયાનને યાદ કરતાં ગૃહમંત્રી અમિત શાહે પણ લાગણીસભર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું 'પરમ પૂજ્ય શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયાનાં સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. સ્વ. શ્રી ભારતી બાપુએ વ્યસન મુક્તિ ક્ષેત્રે જગાવેલ રાષ્ટ્રવ્યાપી આહલેક ચિર સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ અને અનુયાયીઓને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે.'તાજેતરમાં જ સરકાર દ્વારા શરૂ એવા વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત ભારતી બાપુએ સરખેજ આશ્રમ ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી. બાપુએ આ વેક્સીન લઈને તમામ વડીલોને અને લાયક લોકોને વેક્સીન લેવા માટે આહ્મવાન કર્યુ હતું.

આ પણ વાંચો : વિચલિત કરતા દૃશ્યો! સુરતમાં સ્મશાનની બહાર મેદાનમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યાપૂ.બાપૂને શ્રદ્ધાંજલિ આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટર લખ્યું 'પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ...!!'
Published by: Jay Mishra
First published: April 11, 2021, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading