અમદાવાદ: સોસાયટીની AGMમાં પાયલ રોહતગીનો હોબાળો, થઈ પોલીસ ફરિયાદ


Updated: June 25, 2021, 10:10 AM IST
અમદાવાદ: સોસાયટીની AGMમાં પાયલ રોહતગીનો હોબાળો, થઈ પોલીસ ફરિયાદ
તસવીર: Instagram

Payal Rohtagi booked: પાયલે સોસાયટી ગેરકાયદેસર હોવાનું લખાણ પણ લખ્યું હતું. ઉપરાંત સોસાયટીના બાળકોને પણ 'અહીં રમશો તો ટાંટીયા ભાંગી નાખીશ' તેવી ધમકીઓ આપી.

  • Share this:
અમદાવાદ: પાયલ રોહતગી (Actress Payal Rohtagi) ફરી એક વખત વિવાદ માં આવી છે. સોસાયટીના સભ્યો (Society members) વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કૉમેન્ટ લખી ડીલિટ કરવા ઉપરાંત એજીએમમાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ચેરમેને (Chairman) તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

સેટેલાઈટ સુંદરવન એપીટોમમાં રહેતા અને તબીબ પરાગભાઇ શાહે (Paragbhai Shah) સેટેલાઈટ પોલીસ સ્ટેશન (Satellite police station)માં ફરિયાદ નોંધાવી છે કે, 20મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ હતી. જેમાં સોસાયટીમાં સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, પાયલ સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવી હતી. જેથી ચેરમેને તેણીને કહ્યું હતું કે, તમારા માતાપિતા સભ્ય છે. તમારા માતા હાજર છે, તમે સભ્ય ન હોવાથી વચ્ચે ન બોલશો. આમ કહેતા જ પાયલે સભ્યો સાથે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ તેણીએ વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં વધુ એક માસૂમ પર દુષ્કર્મચી ચકચાર: સાડા ચાર વર્ષની બાળકી બેભાન હાલતમાં મળી આવી

એટલું જ નહીં, સોસાયટીના વૉટ્સએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા. જેમાં સભ્યોની ટકોર બાદ તે ડીલિટ કર્યા હતા. પાયલ માર્ચ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર સોસાયટીના જે સભ્યોને ચાર-પાંચ બાળકો હોય તેમના પર વીડિયો અપલોડ કરી હિન્દી ભાષામાં કહ્યું હતું કે, "ફેમિલી પ્લાનિંગ નથી કરતા. અમારા સોસાયટીમાં અમુક લોકો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા નથી. હમારી સોસાયટી કા ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ." પાયલે આવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી.

આ પણ વાંચો: 'મોહિબ ગંદા વીડિયો બતાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો, મને ખૂબ પીડા થતી હતી, જો આવું ન કરું તો માર મારતો હતો'આ પણ વાંચો:  જરૂર કરતા વધારે બીટ, ગાજર અને કાચા શાકભાજી ખાવાથી શું નુકસાન થાય? 


ફરિયાદ પ્રમાણે પાયલે સોસાયટી ગેરકાયદેસર હોવાનું લખાણ પણ લખ્યું હતું. ઉપરાંત સોસાયટીના બાળકોને પણ 'અહીં રમશો તો ટાંટીયા ભાંગી નાખીશ' તેવી ધમકીઓ આપી. આ મામલે અંતે સોસાયટીના ચેરમેને પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: June 25, 2021, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading