અમદાવાદ : દેહ વ્યાપાર સાથે જોડાયેલી મહિલાની શંકાસ્પદ હત્યા, Live Inમાં રેહતી હતી યુવક સાથે


Updated: July 20, 2021, 5:14 PM IST
અમદાવાદ : દેહ વ્યાપાર સાથે જોડાયેલી મહિલાની શંકાસ્પદ હત્યા, Live Inમાં રેહતી હતી યુવક સાથે
ઈસનપુરમાં દેહ વ્યાપાર સાથે જોડાયેલી મહિલાની હત્યા

ઇસનપુરમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની હત્યા કરવામાં આવી છે. બાઇક પર આવેલા બે શખ્સોએ છરી વડે મહિલાની હત્યા કરી ફરાર થઈ ગયા

  • Share this:
અમદાવાદ : શહેરમાં દેહ વેપાર (Prostitution) સાથે જોડાયેલી વધું એક હત્યા (Murder) પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં ઇસનપુરમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની હત્યા કરવામાં આવી છે. બાઇક પર આવેલા બે શખ્સોએ છરી વડે મહિલાની હત્યા કરી ફરાર થઈ ગયા હતી. આ હત્યાને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મહિલાની તબિયત લથડતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

હાલ પોલીસે રહસ્યમય હત્યા કેસને લઇને તપાસ શરૂ કરી છે. અમદાવાદના ઇસનપુરમાં પશ્ચિમ બંગાળના 35 વર્ષીય મહિલાની હત્યા રહસ્યમય બની છે કારણ કે, તેના પ્રેમીએ અકસ્માતે ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું પરંતુ, મહિલાની તબિયત લથડતાં હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું.

ઘટનાની વિગત વાત કરીએ તો, મૂળ પશ્ચિમ બંગાળ અને વટવા રહેતી રેખા(નામ બદલ્યું છે) નામની મહિલા 17 તારીખે નારોલ પાસેથી પસાર થઇ રહી હતી, તે સમયે બાઈક પર આવેલા બે શખ્સોએ છરીનો ધા મારી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન તેના એક મિત્ર રાજેશ ખાનગી હોસ્પિટલમાં લઇ જતા સારવાર કરી ઘરે પરત ગયા હતા, જે બાદ બીજા દિવસે અંજનાની તબિયત લથડતા એલજી હોસ્પિટલ ખસેડતા હાજર ડોક્ટરે અકસ્માતથી નહીં બીજા પરંતુ, સ્ટેબિંગ કરવામાં આવ્યું હોવાનું ઘટસ્ફોટ કર્યો હતો. આ દરમિયાન રેખાનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે તેના પ્રેમીની પૂછપરછ કરી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોLive-inમાં રહેતી યુવતીએ પોતાના ગળામાં જ બ્લેડ મારી દીધી, થઈ લોહીથી લથબથ, હાલત નાજુક

રેખાની હત્યાને છુપાવવા ખોટું કારણ પોલીસમાં જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં વટવા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી જેમાં મહિલા રેખાનું મચ્છી સમારતા છરો વાગ્યો હોવાનું લખાવ્યું હતું. પરતું હોસ્પિટલના ડોકટરે કોઈએ છરીના ઘા માર્યા હોવાનુ જણાવતા ઈસનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે તપાસ કરતા મૃતક મહિલા તેના મિત્ર સ્વપ્ન સાથે લિવ ઇન રિલેશનશિપમાં વટવા રહેતી હતી. 19 વર્ષ પહેલા મહિલાના પતિનું મોત થઈ જતાં 9 વર્ષથી અમદાવાદ સ્વપ્નના મિત્ર સાથે રહેતી હતી. મૃતક મહિલાના બે દીકરા પશ્ચિમ બંગાળમાં છે.

આ પણ વાંચોસરપંચ પતિએ અપમાનનો બદલો લેવા બે સંબંધિઓના હાથ કાપી નાખ્યા, જુઓ દર્દનાક કહાનીનું સત્ય ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં મૃતક મહિલા દેહવેપાર કરતી હોવાનું સામે આવ્યુ છે. મહિલાની રહસ્યમય હત્યામાં ઇસનપુર પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસે ધટના સ્થળના સીસીટીવી મેળવીને તપાસ કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ મૃતક મહિલા રેખાને હોસ્પિટલ સારવાર માટે પહોચી ત્યાં સીસીટીવી સામે આવ્યાં છે. પોલીસ લિવ ઈન રિલેશનમાં રહેતાં સ્વપ્ન અને મિત્ર રાજેશ પર શંકા જતા તેની પણ ઉલટ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવું રહ્યું કે, આ રહસ્યમય હત્યાનો ભેદ ઇસનપુર પોલીસ કેટલા સમયમાં ઉકેલે છે.
Published by: kiran mehta
First published: July 20, 2021, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading