કોંગ્રેસ ધારાસભ્યોની ઉઠી માંગ, નવા વિપક્ષ નેતા જાહેર કરવામાં આવે: ગ્યાસુદ્દીન શેખ 


Updated: September 23, 2021, 7:04 AM IST
કોંગ્રેસ ધારાસભ્યોની ઉઠી માંગ, નવા વિપક્ષ નેતા જાહેર કરવામાં આવે: ગ્યાસુદ્દીન શેખ 
ગ્યાસુદ્દીન શેખની ફાઇલ તસવીર

Gujarat Congress: પ્રશાંત કિશોરને 2022 ચૂંટણી જવાબાદારી સોંપવી જોઇએ તેવી માંગ પણ ધારાસભ્યો કરી છે. 

  • Share this:
અમદાવાદ : ગુજરાત સરકારમાં (Gujarat government reshuffle) મુખ્યમંત્રીથી લઇ નવા મંત્રીમંડળમા (Gujarat new cabinet) મોટા ફેરફાર થયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમા (Gujarat Congress) પણ પરિવર્તનની માંગ ઉઠી છે. કોંગ્રેસ ધારાસભ્ય (Gujarat Congress MLA) દળની બેઠકમાં ધારાસભ્યોએ એક સુર વ્યક્ત કર્યો હતો કે, નવા વિપક્ષ નેતા કે નવા પ્રમુખ જાહેર કરવા હોય તો ઝડપથી કરવામાં આવે અથવા દિલ્હી હાઇ કમાન્ડ પરેશ ધાનાણી (Paresh Dhananii) અને અમિત ચાવડાને (Amit Chavda) યથાવત્ રાખવા હોય તો પણ દિલ્હી હાઇ કમાન્ડ જાહેરાત કરવી જોઇએ. કોંગ્રેસની અનિર્ણિાયકતા કાર્યકર્તા અને ધારાસભ્ય અસમંજસમાં મુકાયા છે.

"હાલ કોંંગ્રેસ પાર્ટી માટે સારો દિવસ"

કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે (Gyasuddin Shaikh) ન્યુઝ18ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ગઇ કાલે કોંગ્રેસ ધારાસભ્યની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. ધારાસભ્ય એક માંગ ઉઠી છે જો પરિવર્તન કરવું હોય તો ઝડપથી કરી દેવામા આવે. હાલ કોંગ્રેસ પાર્ટી માટે સારો સમય છે. નવી સરકારના બિન અનુભવી મંત્રીઓ અને કોરોના કારણે સરકારની છબી ખરડાઈ છે. જેનો લાભ કોંગ્રેસ આવનાર 2022 ચૂંટણીમાં મળી શકે છે. જનતાની નારાજગીને લાભ માટે પહેલા કોંગ્રેસ મજબુત થવું પડશે. કોંગ્રેસ મજબૂત બનાવવા માટે સારા કેપ્ટનની જરૂર છે. કોંગ્રેસ દિલ્હી હાઇ કમાન્ડની અનિર્ણાયકચા ગુજરાત કોંગ્રેસને મોટુ નુકશાન થઇ શકે છે. ગુજરાતમા કોંગ્રેસ તરફી જનતાનો જુકાન શક્ય છે પરંતુ દિલ્હી હાઇ કમાન્ડ નેતૃત્વ કોઇ મોટો નિર્ણય લઇ ગુજરાતમા પરિવર્તન જરૂરી છે.

કોંગ્રેસના ધારાસભ્યો


આ પણ વાંચો - કોરોના મૃતકના પરિવારજનોને મળશે 50 હજાર રૂપિયા સહાય, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ

"પ્રશાંત કિશોરને ચૂંટણીની જવાબદારી આપવાની માંગ"વધુમાં શેખ જણાવ્યુ હતુ કે, જો પ્રદેશ સિનિયર નેતાઓ દિલ્હી સમક્ષ રજૂઆત ના કરી શકતી હોય તો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય દિલ્હી ખાતે રજૂઆત કરવા પહોંચશે. આ સાથે પ્રશાંત કિશોરને 2022 ચૂંટણી જવાબાદારી સોંપવી જોઇએ તેવી માંગ પણ ધારાસભ્યો કરી છે.

ગુજરા કોંગ્રેસના નેતા


આ પણ વાંચો - કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં રાજ્ય સરકારે વધારો કર્યો, દૂધાળા પશુનું મૃત્યુ થશે તો 50 હજાર રૂપિયા મળશે

રાહુલ ગાંધી ઓક્ટોબરમાં આવી શકે છે ગુજરાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઓક્ટોબર મહિનામાં ગુજરાત મુલાકાત આવી શકે છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનો ઓક્ટોબર મહિનામાં સમય માંગ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સંયોજક વિધાનસભા દીઠ અને જિલ્લા દીઠ નિમણૂંક કરી તેઓને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવા આમંત્રણ અપાયું છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ગુજરાત રાહુલ ગાંધી આવી શકે છે.
Published by: Kaushal Pancholi
First published: September 23, 2021, 7:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading