ખેડૂતોની દિવાળી સુધરશે, રાજ્ય સરકાર પાક નુકશાન પર હેક્ટર દિઠ આપશે આટલા રૂપિયા

News18 Gujarati
Updated: October 19, 2021, 8:18 PM IST
ખેડૂતોની દિવાળી સુધરશે, રાજ્ય સરકાર પાક નુકશાન પર હેક્ટર દિઠ આપશે આટલા રૂપિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)

રાજ્યમાં તાઉતે, અતિવૃષ્ટી અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિના કારણે રાજ્યના ખેડૂતો(Farmers)ને થયેલા પાક નુકસાની (Crop damage) સામે પેકેજ જાહેર કરવાની અવારનવાર માગ કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ: રાજ્યની ભુપેન્દ્ર સરકાર (CM Bhupendra Patel) દ્વારા ખેડૂતોની દિવાળી (Diwali 2021) સુધરી જાય તેવો નિર્ણય કર્યો છે. રાજ્યમાં તાઉતે, અતિવૃષ્ટી અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિના કારણે રાજ્યના ખેડૂતો(Farmers)ને થયેલા પાક નુકસાની (Crop damage) સામે પેકેજ જાહેર કરવાની અવારનવાર માગ કરવામાં આવી છે. આ અંગે 18 ઓક્ટોબરે જ કિસાન સંઘે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સર્વગ્રાહી પેકેજ જાહેર કરવા માટે રજૂઆત કરી હતી. સળંગ 28 દિવસ વરસાદ ન પડ્યો હોય એવા તાલુકાને પણ આ રાહત પેકેજમાં સમાવવા માંગણી કરવામાં આવી છે.

પાક નુકશાન પર હેક્ટર દીઠ મળશે 13000ની સહાય 

રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે કૃષિ પેકેજ જાહેર કરવા જઈ રહી છે. રાજ્ય સરકારની કૃષિ પેકેજ જાહેરાતથી અનેક ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. જાણવા મળી રહ્યું છે કે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 13000 હજાર રૂપિયાની સહાય કરશે. ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટર નુકસાનીમાં સહાય આપશે. રાજ્ય સરકારની કૃષિ પેકેજમાં 33% કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી રાજ્યભરના ખેડૂતો રોષે ભરાયા છે.

રાજ્યમાં ભારેથીઅતિભારેવરસાદને કારણે રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના કેટલાક જિલ્લામાં ખેતીને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારે આ વિસ્તારોમાં સર્વે કરાવીને ખેડૂતોને થયેલી નુક્સાનીનો તાગ મેળવીને તેમને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

સરકાર હાલ રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરે. SDRF મુજબ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી આશા છે. નેચરલ કેલામીટી એકટ મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે. ઉપરોક્ત ત્રણેય યોજનાઓનો લાભ આપ્યા બાદ જ સરકાર વધારાનું આર્થિક પેકેજ જાહેર કરે તે યોગ્ય છે. જો વર્તમાન ત્રણેય યોજના મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે તો ખેડૂતોને પ્રતિ હેકટર 35થી 50 હજાર સુધીનું વળતર મળવાપાત્ર છે.

આ પણ વાંચો: અમદાવાદ : ...તો 20 ઓક્ટોબરની મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે, જાણો કારણતાજેતરમાં અતિભારે વરસાદ અને પુરને કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને ઉભા પાકનું નુકસાન થયું છે. ખેતીની જમીનોનું ધોવાણ થયું છે, ત્યારે તમામ વિસ્તારોનો સર્વે હાથ ધરીને આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. આવતીકાલે 20 ઓક્ટોબરે રાજ્યની કેબિનેટ બેઠક યોજાનારી છે, ત્યારે ખેડૂતોના હિતમાં આર્થિક પેકેજનો નિર્ણય લેવામાં આવી શકે છે.
Published by: kuldipsinh barot
First published: October 19, 2021, 7:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading