અમદાવાદ : મોબાઈલ ચોરીની ટેવમાં હદ પાર કરી, મોબાઈલ માટે 17 વર્ષના કિશોરને ગળુ કાપી પતાવી દીધો


Updated: September 17, 2021, 10:52 PM IST
અમદાવાદ : મોબાઈલ ચોરીની ટેવમાં હદ પાર કરી, મોબાઈલ માટે 17 વર્ષના કિશોરને ગળુ કાપી પતાવી દીધો
મોબાઈલ માટે હત્યા કરી

જેલમાંથી વચગાળાના જામીન લઈ બહાર આવ્યો અને એક મોબાઈલ માટે 17 વર્ષના કિશોરની હત્યા કરી નાખી

  • Share this:
અમદાવાદ : કહેવાય છે કે માણસની ટેવ જતા વર્ષો વીતી જાય છે, આવું જ એક આરોપીએ ગુનો કરીને સાબિત કરી બતાવ્યું છે. મોબાઈલની ચોરી (mobile stealing) અને લૂંટથી ટેવાયેલા આરોપીએ તમામ હદ ત્યારે પાર કરી નાખી જયારે તેને એક મોબાઈલ માટે 17 વર્ષના કિશોરની હત્યા (Murder) કરી લાશને ચંડોળા તળાવ (Chandola Lake)માં ફેંકી દીધી હતી, પોલીસે લાશનો કબજો લઈ તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ મામલે ઈશનપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટ માર્ટમમાં સામે આવ્યું હતું કે, મરનારના ગળાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા છે જેથી, આ મામલો શંકાસ્પદ લાગતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસમાં ગત 16 sep 2021ના રોજ પીઆઈ એ.વાય. બલોચની ટીમને માહિતી મળી હતી કે એક આરોપી જેને 20 aug 21ના રોજ મરનાર કિશોર જબ્બાર મેવાતીની મોબાઈલ માટે હત્યા કરી નાખી હતી અને લાશને પાણીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો.

આરોપી રમજાની શેખની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોબાઈલ ચોરી કેસમાં જેલમાં બંધ હતો અને કોરોના સમયમાં તે વચ ગાળાનું જામીન લઈને બહાર આવ્યો હતો પરંતુ ત્યારબાદ જેલમાં હાજર થયેલ નથી. આરોપી મોબાઈલ ચોરી કરવાની ટેવ ધરાવે છે.

આ પણ વાંચોઅમદાવાદ : હત્યા કેસમાં ચોંકાવનારો વળાંક, નણદોઈ અને સાળાવેલી વચ્ચે હતો Love! દંપતીએ કરી હત્યા

શું થયો ખુલાસો?

ગત 20 augના રોજ આરોપી બશીર કિરણા સ્ટોર પાસે બેસેલ અને મોડી રાત સુધી ત્યાં હતો ત્યાં તેના ઘરની નજીક રેહતો મૃતક યુવાન પણ હાજર હતો. આરોપી મરનાર પાસે મોબાઈલ જોઈ ગયો હતો અને રાતે દોઢ વાગે ઝાડીઓની પાછળ લઈ જઈ તેની પાસેથી મોબાઈલની માંગણી કરી હતી, પરંતુ મરનારે મોબાઈલ ના આપતા આરોપીએ છરી પણ બતાવી છતાં મરનાર દ્વારા પ્રતિકાર કરતા આરોપીએ ગળાના ભાગે છરી મારી તેની હત્યા કરી લાશને પાણીમાં ફેંકી દીધી હતી. મહત્વનું છે કે, પોલીસ શું તપાસ કરી રહી છે તેની પણ વોચ આરોપી રાખતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: September 17, 2021, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading