અમદાવાદ : સ્પામાં કામ કરતી યુવતી પોતાના નવજાત શિશુને મુકી ફરાર થતા જતી હતી, લોકોએ પકડી પાડી


Updated: October 14, 2021, 5:43 PM IST
અમદાવાદ : સ્પામાં કામ કરતી યુવતી પોતાના નવજાત શિશુને મુકી ફરાર થતા જતી હતી, લોકોએ પકડી પાડી
યુવતી મિઝોરમની (Mizoram)હોવાનું સામે આવ્યું છે

પ્રેમી 5 મહિના પહેલા યુવતીને મુકીને ભાગી ગયો હોવાનું આવ્યું સામે

  • Share this:
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)વધુ એક નવજાત શિશુને ત્યજી દેવાનો મામલો સામે આવ્યો છે. જોકે આ વખતે તેની માતા નવજાત શિશુને મુકીને જાય તે પહેલા લોકોએ પકડીને પોલીસને (Police)સોંપી દીધી છે. પોલીસે યુવતીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. યુવતી મિઝોરમની (Mizoram)હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગરના પેથાપુરની (Gandhinagar Abandoned Child Shivansh)ઘટનાના થોડાક દિવસો જ થયા છે તેવામાં અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જોકે નવજાત શિશુને મુકી ફરાર થવા જતી યુવતીને પકડી લેવામાં આવી છે. ગત 13 ઓક્ટોબરના રોજ વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદ નગર-4 ના જે બ્લોકના તીજા ફ્લોરના પગથિયા ઉપર આરોપી માતા નવજાત શિશુને મુકી ભાગી રહી હતી. તેવામાં ત્યાં ના સ્થાનિકોને ખ્યાલ આવી ગયો કે કોઈ બાળક મુકી જઈ રહ્યું છે તેથી લોકોએ તેને પકડીને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ત્યાં આવીને મહિલાની અટકાયત કરી હોસ્પિટલ મોકલી દીધી છે.

આ પણ વાંચો - અમદાવાદ : દિવાળીના બોનસ પેટે 10 હજાર રૂપિયા માંગવા પીઆઈને ભારે પડ્યા

પોલીસે નવજાત શિશુની માતાની તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે તે મૂળ મિઝોરમની રહેવાસી છે. ચાંદલોડિયાના એક સ્પા માં કામ કરતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુનિલ નામનો તેનો પ્રેમી હતો અને જેનાથી આ બાળક થયેલ છે. જોકે બંનેના લગ્ન થયેલ ન હતા અને સુનિલ પણ 5 મહિના પહેલા યુવતીને મુકીને જતો રહ્યો છે. જેને લઈ આ બાળક તેને ત્યજી દેવાનું નક્કી કર્યું હતું.

હાલ માતા અને નવજાત શિશુ બંને હોસ્પિટલમાં દાખલ છે. નોંધનીય છે કે પોલીસે સુનિલની પણ શોધખોળ હાથ ધરી છે અને હાલ તો નવજાત શિશુની માતા સામે ગુનો નોંધી તપાસ કરી રહી છે. તપાસમાં અન્ય ગુનો પણ નોંધાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા નજીકથી બિનવારસી બાળક મળી આવ્યું હતું. આ કેસે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી હતી. આ પછી પોલીસે ખુલાસો કર્યો હતો કે તેના પિતાનું નામ સચિન દીક્ષિત (Sachin Dixit) છે અને માતાનું નામ મહેંદી છે. સચિને લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહેંદીને હત્યા કરી નાખી હતી અને બાળકને ગૌશાળા પાસે મુકી દીધું હતું.
Published by: Ashish Goyal
First published: October 14, 2021, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading