અમદવાાદનો ચેતવણીરૂપ કિસ્સોઃ ભાણીયાના લગ્નમાં પાર્લરમાં તૈયાર થઈને ઉભેલી મહિલા લૂંટનો ભોગ બની, 80 વર્ષ જૂનો હાર લૂંટાયો


Updated: February 17, 2021, 12:02 AM IST
અમદવાાદનો ચેતવણીરૂપ કિસ્સોઃ ભાણીયાના લગ્નમાં પાર્લરમાં તૈયાર થઈને ઉભેલી મહિલા લૂંટનો ભોગ બની, 80 વર્ષ જૂનો હાર લૂંટાયો
પ્રતિકાત્મક તસવીર

મહિલા ધક્કો મારી તેમના ગળામાંથી ત્રણેક લાખનો હાર લૂંટી ફરાર થઈ ગયા હતા. આ હાર 80 વર્ષ જૂનો હોવાનું મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલાના બહેનના પુત્રના લગ્ન હોવાથી તેમની પુત્રી સાથે બ્યુટીપાર્લરમાં (Beauty Parlor) તૈયાર થવા ગયા હતા. ત્યાં પાર્લરમાં તૈયાર થઈ તેઓને તેમનો પૂત્ર લેવા આવવાનો હોવાથી રાહ જોઇને ઉભા હતા. તેટલામાં જ ત્યાં બાઇક પર શખશો આવ્યા અને તેમને ધક્કો મારી તેમના ગળામાંથી ત્રણેક લાખનો હાર લૂંટી ફરાર થઈ ગયા હતા. આ હાર 80 વર્ષ જૂનો હોવાનું મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. સમગ્ર મામલાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કાંકરિયા પાસે રહેતા બેલાબહેન આસ્લોટ 15મી ફેબ્રુઆરી ના રોજ તેમની બહેનના દીકરા હર્ષિલના લગ્ન હોવાથી બ્યુટીપાર્લર માં તૈયાર થવા ગયા હતા. મણિનગરના સોનલ ફ્લેટ ખાતે તેઓ ગયા હતા.

આ જગ્યા પર ઘરમાં જ બ્યુટીપાર્લર ચાલતું હોવાથી તે બહેનને બેલાબહેન ઓળખતા હોવાથી ત્યાં તેમની પુત્રીને લઈને ગયા હતા. તેઓ સાંજે તૈયાર થયા બાદ તેમની પુત્રી સાથે તેમનો પુત્ર લેવા આવવાનો હોવાથી રાહ જોઇને ઉભા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

તેટલા માં જ ત્યાં બાઇક પર શખશો આવ્યા અને બેલાબહેનની નજીક આવી તેમને ધક્કો મારી દીધો હતો. બેલાબહેનના ગળામાંથી આ શખસોએ 80 વર્ષ જૂનો બાર તોલાનો સેટ લૂંટી લીધો હતો. ત્રણેક લાખની મતાનો સેટ લૂંટી શખશો જવાહરચોક તરફ ભાગી ગયા હતા.આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

જોકે લગ્ન હોવાથી બેલાબહેન તાત્કાલિક ફરિયાદ કરવા આવ્યા ન હતા. પણ લગ્ન બાદ સમય કાઢીને તેઓ મણિનગર પોલીસ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.ઉલ્લેખનીય છે કે પોલીસ હાલ ચૂંટણી ની ફરજમાં વ્યસ્ત હોવાથી લૂંટારુઓ તેની તક ઝડપી લોકોને લૂંટી રહ્યા છે. થોડા દિવસો પહેલા શહેરમાં અનેક મોબાઈલ સ્નેચિંગ અને ચેઇન સ્નેચિંગના કિસ્સા બન્યા હતા. તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચે પણ બે આરોપીઓ અને બે સગીર ની ચોરીના મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસ વર્ષો જૂનો લાખોની મતાનો હાર અને આરોપીઓ શોધી શકે છે કે કેમ તે જોવાનું રહેશે.
Published by: ankit patel
First published: February 16, 2021, 11:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading