નડિયાદ: પિતાએ સગી દીકરી પર બીજી વખત બળાત્કાર ગુજારતા ચકચાર; પતિને જીવથી મારી નાખવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: May 25, 2022, 2:17 PM IST
નડિયાદ: પિતાએ સગી દીકરી પર બીજી વખત બળાત્કાર ગુજારતા ચકચાર; પતિને જીવથી મારી નાખવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ
નરાધમ પિતાની ધરપકડ

Kheda man rapes daughter: બુટલેગર પિતાએ દીકરીને કહ્યુ હતુ કે, અગાઉ તારી સાથે સંબંધ બાંધ્યો હતો. અત્યારે સંબંધ નહીં બાંધે તો તારા પતિને જીવથી મારી નાખીશ.

  • Share this:
જનક જાગીરદાર, ખેડા: ખેડા જિલ્લાના મહેમદાવાદ (Mahemdavad) ખાતે એક એવો બનાવ બન્યો છે, જેના વિશે સાંભળીને માથું શરમથી ઝૂકી જાય. હકીકતમાં અહીં સગા પિતાએ તેની દીકરી પર બળાત્કાર (Father rapes daughter) ગુજાર્યો છે. આ બનાવે સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે. મહેમદાબાદના નાગરપુરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગરે (Bootlegger) તેની સગી પરિણીત દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે મહેમદાબાદ પોલીસે (Mahemdavad police) ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં સૌથી આઘાત પમાડે તેવી વાત એ છે કે પિતા પોતાની દીકરી પર બળાત્કારના કેસમાં જેલમાં હતો. પેરોલ પર છૂટ્યા બાદ નરાધમે ફરીથી પોતાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો.

ભાઈના લગ્ન માટે આવી હતી પીડિતા


મળતી માહિતી પ્રમાણે મહેમદાવાદના નાગરપુરામાં રહેતા કુખ્યાત બુટલેગરે પોતાની દીકરી પર ફરીથી બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. પીડિતા પોતાના સાસરિયામાંથી ભાઈના લગ્ન હોવાથી પિયરિયામાં આવી હતી. આ દરમિયાન પિતાએ દુષ્કર્મ આચર્યું હતું.

આ કેસની હકીકત એવી છે કે પિતા હાલ દીકરી પર બળાત્કારના ગુનામાં જેલની સજા ભોગવી રહ્યો છે. આ દરમિયાન પેરોલ પર છૂટતા તેણે ફરીથી પોતાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે.

પતિને જીવથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું


મળતી માહિતી પ્રમાણે પિતાએ દીકરીને તેના પતિને જીવથી મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. બુટલેગર પિતાએ દીકરીને કહ્યુ હતુ કે, અગાઉ તારી સાથે સંબંધ બાંધ્યો હતો. અત્યારે સંબંધ નહીં બાંધે તો તારા પતિને જીવથી મારી નાખીશ.


આ મામલે હાલ મહેમદાબાદ પોલીસે દીકરીની ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. પિતાએ બે બે વખત સગી દીકરી પર બળાત્કાર કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

રાજકોટ: નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યાનો ભેદ ખુલ્યો

મંગળવારના રોજ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ (Naresh Patel)ના વેવાઈ પ્રવીણભાઈ પટેલના બંગલામાં હત્યા (Murder case)નો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલાની જાણ માલવિયાનગર પોલીસ (Malviya Nagar police station)માં થતાં તાત્કાલિક અસરથી પોલીસનો કાફલો તેમજ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot crime branch), ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને મૃતકની બાજુમાં એક ડિસમિસ પડેલું મળી આવ્યું હતું. આ કેસમાં વિવિધ સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. એવી વિગત સામે આવી છે કે ધરપકડ કરવામાં આવેલા આરોપીને એક મહિના પહેલા નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by: Vinod Zankhaliya
First published: May 25, 2022, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading