વડોદરા : 5 દિવસની આ ફૂલ જેવી બાળકીને તલાશ છે તેની માતાની, મહિલા ગુમ થઈ કે ફરાર! મોટો પ્રશ્ન

News18 Gujarati
Updated: July 4, 2021, 7:28 PM IST
વડોદરા : 5 દિવસની આ ફૂલ જેવી બાળકીને તલાશ છે તેની માતાની, મહિલા ગુમ થઈ કે ફરાર! મોટો પ્રશ્ન
વડોદરાની એસએસજી હૉસ્પિટલમાંથી માતારહસ્યમય સંજોગોમાં ગાયબ, પાંચ દિવસની બાળકી નોઘારી બની

કદાચ આ બાળકી બોલી નથી શકતી બાકી તેનો એક જ પ્રશ્ન હોત 'મારો વાંક શું મા, મને કેમ એકલી મૂકી દીધી'

  • Share this:
અંકિત ઘોનસિકર, વડોદરા : વડોદરાની (Vadodara) સર સયાજી હૉસ્પિટલ (SSG) અનેક ગરીબોનો આશરો છે. અહીંયા નિશુલ્ક સારવાર એક સદીથી થઈ રહી છે જ્યારે આ બરોડા હૉસ્પિટલના નામથી ઓળખાતી હતી. જોકે, આ હૉસ્પિટલમાં ક્યારેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે કોઈ પણ વ્યક્તિનું કાળજું ચીરી શકે છે. આવી જ એક ઘટના એસએસજીના પ્રસુતિ (Maternity Ward) વોર્ડમાં સામે આવી છે. અહીંયા પાંચ દિવસ પહેલાં જન્મેલી (Five Dayl Old New Born) ફૂલ જેવી માસૂમ બાળકીને તેની માતાની તલાશ છે. આ બાળકી તેની માતાની (Mother) હૂંફ માટે ઝંખી રહી છે પરંતુ તેની માતા ક્યાં છે તે કોઈને ખબર નથી.

હકિકતે બનાવની વિગતો એવી છે કે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં પાંચ દિવસ પહેલાં કરજણની ધમનજા ગામેથી એક પ્રસુતાને પ્રસુતિ માટે લાવવામાં આવી હતી. ઈશ્વર કૃપાથી આ બહેનના ઘરે દીકરીનો જન્મ થયો હતો. પ્રસુતાને અને બાળકીને સારવાર માટે હૉસ્પિટલમાં જ રાખવામાં આવી હતી ત્યારે અચાનક ગઈકાલથી આ મહિલા ગાયબ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : વડોદરા Hit&Runનો Video : જીપનો અકસ્માત સર્જનાર RSP નેતાનો પુત્ર, 7 વર્ષના માસૂમનું થયું મોત

બાળકીને પલંગ પર એકલી રાખીને ગાયબ થયેલી મહિલા ગુમ થઈ કે ફરાર તે અંગે કોયડો ગૂંચવાયો છે. દરમિયાન આ અંગે તપાસ કરતા આ મહિલા ગરજણના ધમનજા ગામની હોવાનું સામે આવ્યું હતું. માતાના ગાયબ થવાથી આ બાળકી તેને શોધી રહી છે ત્યારે આ મહિલાનું નામ સોનલ બહેન હોવાનું સામે આવ્યું છે.આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

જોકે, આ બાળકીને તો હજુ બોલતા થવાને વાર છે ત્યારે આ નવજાત એક સવાલ પૂછી રહી હશે કે મારો શું વાંક છે, મા તું ક્યા છે? માતા તું મને કેમ મૂકીને જતી રહી! જોકે, આ મામલે હૉસ્પિટલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આ મહિલા ગુમ થઈ કે ફરાર તે અંગે તપાસ કરવામાં આવશે.આ પણ વાંચો : પંચમહાલ : શહેરાના નાડા ગામની શાળામાં યુવક-યુવતીએ ફાંસો ખાધો, 2 વર્ષમાં શાળામાં આપઘાતની બીજી ઘટના

જોકે, મહિલા સાથે જે થયું હોય તે પરંતુ માત્ર પાંચ દિવસની આ બાળકી હાલમાં તો હૉસ્પિટલના બીછાના પર પોતાની કિસ્મત પર રડી રહી છે. તેના નસબીમાં માતાનો ખોળો છે કે નહીં તે હવે જોવું જ રહ્યુ
Published by: Jay Mishra
First published: July 4, 2021, 7:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading