વડોદરા: જિલ્લાના વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગુજરાત વિધાનસભામાંથી ટિકિટ કાપી નાંખી છે. ત્યારે મધુ શ્રીવાસ્તવે ધરાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, હું અપક્ષ તરીકે લડીશ કે નહીં તે અમારી કમિટિ નક્કી કરશે.
મધુ શ્રીવાસ્તાવે સંબોધનમાં જણાવ્યુ છે કે, કિમિટીએ નિર્ણય કર્યો છે કે, 'હું એમએલએ પદેથી અને મારા કાર્યકર્તાઓ સાથે ભાજપમાંથી રાજીનામું આપું છું. મારી ટિકિટ કપાતાં કાર્યકર્તાઓમાં ઘણો જ રોષ હતો. તેમણે મને ભાજપમાંથી રાજીનામું આપવા માટે જણાવ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ભાજપે મને આટલા વર્ષ તક આપી તે બદલ આભાર. મારા ભાજપને રામ રામ.
તેમણે અપક્ષ ચૂંટણી લડવા અંગે જણાવ્યુ કે, 'હવે અમે ગામે ગામે ફરીને લોકોને પૂછીશું કે, મારે અપક્ષ તરીકે લડવું કે નહીં? પછી મારી કમિટિ આ અંગેની ચર્ચા કરશે.''
નોંધનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેમેજ કન્ટ્રોલની કમાન પોતાના હાથમાં લીધી છે. ત્રણ બેઠકો પર બળવાખોરોને મનાવવા હર્ષ સંઘવીએ પારુલ યુનિવર્સિટીમાં બંધબારણે બેઠક કરી હતી. બેઠકમાં ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલ હાજર રહ્યા હતા. જ્યારે આ બેઠકમાં મધુ શ્રીવાસ્તવ ગેરહાજર રહ્યા હતા. જે બાદ મનાઇ રહ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવ કોઇપણ જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બાળકોનાં દાંતની સારવારમાં ડોગ્સ થેરાપીનો ઉપયોગ થશે જોકે, ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવે મીડિયામાં જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડીશ તો અપક્ષ તરીકે લડીશ, બીજી કોઈ પાર્ટીમાં નહીં જઉં. હું ભાજપનો છું અને ભાજપમાં જ રહેવાનો છું. ચૂંટણી લડ્યા પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું. બે દિવસમાં કાર્યકર્તાઓને ભેગા કરીને કાર્યકર્તાઓ જે નિર્ણય લેશે, તેના આધારે હું નિર્ણય લઇશ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, . કાર્યકર્તાઓ કહેશે કે કોઈ કાર્યકર્તાને ચૂંટણી લડાવવાની છે, તો તેને લડાવીશું. કર્તાકર્તાઓ કહેશે મધુભાઈ તમે લડો તો જ હું ચૂંટણી લડીશ. તેમાં શંકાને કોઈ શંકાને સ્થાન નથી.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પાર્લામેન્ટ્રીવાળા દિલ્હીમાં બેઠા છે. જાતિવાદી ટિકિટ આપવાની હોય, બે દરબારો અને બે પટેલોને આપો. હું એ જ્ઞાતિમાં નથી આવતો હું પરપ્રાંતિયમાં આવુ છું. પણ મારો વડોદરા શહેરમાં થયો, મારો ગુજરાતીઓ સાથે વર્ષોથી સંબંધ છે. મને રિપિટ કરવાના જ હતા. કોઇક લોકોએ ભરમાવતા અને જુઠ્ઠુ બોલવાના કારણે ત્યાં અહેવાલ પહોંચ્યો હતો.