મહેસાણા: ગોપાલ ડોનની તેની જ પત્ની અને સાળાએ કરી હત્યા, આડા સંબંધમાં થઈ હત્યા

News18 Gujarati
Updated: May 24, 2022, 1:57 PM IST
મહેસાણા: ગોપાલ ડોનની તેની જ પત્ની અને સાળાએ કરી હત્યા, આડા સંબંધમાં થઈ હત્યા
ગોપાલ ડોન

Mehsana Gopal Don Murder: પોલીસે ગોપાલ ડોનની હત્યા મામલે તેની પત્ની કેસર અને સાળાની ધરપકડ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં આડા સંબંધમાં હત્યા થયાનું ખુલ્યું.

  • Share this:
મહેસાણા: મહેસાણામાં હત્યા (Mehsana murder case)નો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના ગોપીનાળા નજીક આવેલા ઘરમાં ગોપાલ (Gopal) નામના શખ્સની હત્યા કરી નાખવામાં આવી છે. એક જમાનામાં ડોન ગણાતા ગોપાલની હત્યાથી ચકચાર (Gopal don murder) મચી જવા પામી છે. ગોપાની હત્યા ધારદાર હથિયારથી કરવામાં આવી છે. આ મામલે બી ડિવિઝન પોલીસે (B division police) તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે ગોપાલ ડોનની હત્યા તેની જ પત્ની અને સાળાએ કરી નાખી છે. ગોપાલ ડોનની હત્યાના સમાચાર મળતાની સાથે જ તેના નજીકના સંબંધીએ તેના ઘર ખાતે દોડી ગયા હતા. પોલીસ આ કેસમાં હાલ ગોપાલ ડોનની પત્ની અને તેના સાળાની અટકાયત કરી લીધી છે.

લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળ્યો


ગોપાલનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. જે બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. એવી માહિતી મળી છે કે આડા સંબંધના વહેમમાં પત્ની અને સાળાએ મળીને ગોપાલની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.

Gopal don murder

આડા સંબંધમાં હત્યા


પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે ગોપાલ ડોનના કોઈ અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા. આ વાતને લઈને પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પત્નીએ તેના ભાઈ સાથે મળીને તેના પતિ એવા ગોપાલ ડોનની હત્યા કરી નાખી હતી.આ પણ વાંચો: વલસાડ: સાથે જીવવા મરવાના કોલ આપનારા પ્રેમીએ જ કરી પ્રેમિકાની હત્યા

પોલીસે શું કહ્યું?


પોલીસે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, "મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આ બનાવ બન્યો હતો. ગોપાલની હત્યા તેની પત્ની કેસર અને તેના ભાઈએ સાથે મળીને કરી છે. ગોપાલને અન્ય કોઈ મહિલા સાથે આડા સંબંધ મામલે પત્ની સાથે ઝઘડો થયો હતો. આ બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો."

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, "ગોપાલની પત્ની અને તેના સાળાએ માથામાં લોખંડના સળિયાનો ફટકો મારીને ગોપાલની હત્યા કરી નાખી હતી. ગોપાલ મહેસાણાનો જૂનો હિસ્ટ્રી ચીટર હતો, તેમજ તેની વિરુદ્ધ અનેક ગુના દાખલ છે. આ મામલે પોલીસે હાલ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ ગુનામા સંડોવાયેલા બંને આરોપીની પોલીસ અટકાયત કરી લીધી છે."
Published by: Vinod Zankhaliya
First published: May 24, 2022, 1:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading