Video: Republic day પર 75 ફાઇટર જેટની ઉડાનથી આખી દુનિયામાં ભારતના વાગ્યો ડંકો

News18 Gujarati
Updated: January 26, 2022, 7:32 PM IST
Video: Republic day પર 75 ફાઇટર જેટની ઉડાનથી આખી દુનિયામાં ભારતના વાગ્યો ડંકો
ફ્લાય પાસ્ટ કરતા જેટ વિમાનો

flypast on republic day: આ સમારોહમાં પ્રથમ વખત ભારતીય વાયુસેના (Indian Air Force), આર્મી અને નેવી (Navy)ના 75 ફાઈટર જેટ અને હેલિકોપ્ટરે ફ્લાયપાસ્ટ (Flypast) કર્યું હતું.

  • Share this:
નવી દિલ્હીઃ ભારત દેશ આજે પોતાના 73મા ગણતંત્ર દિવસ (Republic Day)ની ઉજવણી કરી રહ્યો છે. દર વર્ષે આ અવસર પર યોજાતી 26મી જાન્યુઆરીની પરેડ આ વખતે ખુબ જ ખાસ હતી. આ સમારોહમાં પ્રથમ વખત ભારતીય વાયુસેના (Indian Air Force), આર્મી અને નેવી (Navy)ના 75 ફાઈટર જેટ અને હેલિકોપ્ટરે ફ્લાયપાસ્ટ (Flypast) કર્યું હતું. આખી દુનિયાએ આકાશમાં આ ફાઈટર જેટ્સ (Fighter Jets) ના અદ્ભુત પરાક્રમ દ્વારા ભારતની શક્તિ જોઈ હતી.

ખાસ વાત એ છે કે પ્રજાસત્તાક દિવસની સાથે-સાથે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ પર 'આઝાદીનો અમૃત ઉત્સવ' પણ ઉજવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય સેના (Indian Army)ના 75 વિમાનોએ અલગ-અલગ રીતે આકાશમાં ઉડાન ભરી હતી.

આ વિશેષ ઉજવણી માટે વિવિધ ફોર્મેશનમાં વિશેષ ફ્લાયપાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફોર્મેશનો દ્વારા 1971ના યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પાકિસ્તાન સામે આ યુદ્ધ દરમિયાન તંગૈલ અને મેઘના ઓપરેશનની ખૂબ ચર્ચા થઈ હતી અને આજે આ ખાસ અવસર પર વાયુસેનાના લડાકુ વિમાનોએ આકાશમાં તંગૈલ અને મેઘનાનું ફોર્મેશન બનાવ્યુ હતું.

આ પણ વાંચોઃ-kutch news: ગાંધીધામના કાર્ગો પાસે ટ્રક નીચે છકડો ચગદાયો, ત્રણના કમકમાટી ભર્યા મોત

અન્ય ફોર્મેશનોમાં, Mi-17એ ધ્વજ ફોર્મેશન કર્યું, 4 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે રુદ્ર ફોર્મેશન બનાવ્યું અને 5 અન્ય એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે રાહત ફોર્મેશન બનાવ્યુ હતુ.



આ વિમાનો રહ્યા ફ્લાઇપાસ્ટનો ભાગ

Mi-17, ALH, CH-47, Mi-171V, Mi-35, AH-64, DAKOTA, DO-228, C-130,
AEW&C, SU-30, MiG-29, RAFALE, JAGUAR, P-81, MiG-29K



આ વીડિયોમાં જુઓ 17 જેગુઆર વિમાનોએ અમૃત ફોર્મેશન બનાવ્યુ જે આકાશમાં 75ની આકૃતિ બનાવે છે.



આ સિવાય દેશવાસીઓએ બાઝ ફોર્મેશન પણ દેખાડ્યું હતું, જેમા એક રાફેલ, 2 જેગુઆર, 2 MiG-29 UPG અને 2 સુખોઇ વિમાનોએ કરતબ દેખાડ્યા હતા.



આ વર્ષે ગણતંત્ર દિવસ સમારોહ પર થેયલ પરેડમાં પ્રથમવાર ફાઇટર જેટ અને હેલિકોપ્ટર સહિત 75 વિમાન સામેલ થયા હતા અને આ વિમાનોએ અલગ-અલગ ફોર્મેશન બનાવીને આકાશમાં કરતબ કર્યા હતા. રાજપથ પર હાજર દર્શકો સાથે-સાથે દરેક દેશવાસી માટે આ ખુબ જ ખાસ અનુભવ હતો.
Published by: ankit patel
First published: January 26, 2022, 7:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading