BIG લૂંટ: મણપ્પુરમ ગોલ્ડ લોનની બ્રાંચમાં 18 કિલો Gold સહિત 9 કરોડની લૂંટ, પોલીસ વિભાગમાં ખળભળાટ

News18 Gujarati
Updated: July 17, 2021, 11:46 PM IST
BIG લૂંટ: મણપ્પુરમ ગોલ્ડ લોનની બ્રાંચમાં 18 કિલો Gold સહિત 9 કરોડની લૂંટ, પોલીસ વિભાગમાં ખળભળાટ
મણપ્પુરમ ગોલ્ડ લોન બ્રાન્ચમાં લૂંટ

ધોળે દિવસે અડધો ડઝન સશસ્ત્ર લૂંટારૂઓ ઘુસી ગયા હતા. અંદર આવતાની સાથે જ તેમણે ત્યાં હાજર સ્ટાફને બંદૂકના જોરે બાનમાં લીધો હતો

  • Share this:
આગ્રા : તાજનગરી આગ્રા(Agra)ના કમલા નગરમાં શનિવારે ધોળેદિવસે લૂટારૂઓએ લૂંટ (Robbery)ની ઘટનાને અંજામ આપી ચકચાર મચાવી દીધી છે. મણપ્પુરમ ગોલ્ડ લોન કંપનીની શાખામાં ઘૂસેલા અડધો ડઝન સશસ્ત્ર લૂંટારૂઓએ સ્ટાફને બંધક બનાવ્યો હતો. ત્યાંથી તેઓએ 18 કિલો સોનું અને 5 લાખ રૂપિયા લૂંટીને નાસી ગયા હતા. ધોળે દિવસે બનેલી લૂંટની આ ઘટનાથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. એડીજી રાજીવ કૃષ્ણા, આઈજી નવીન અરોરા અને એસએસપી મુનિરાજ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

તમામ પોલીસ અધિકારીઓ લોન કંપનીની શાખામાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે અને કંપનીમાં પોસ્ટ કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એત્માદપુર વિસ્તારમાં પોલીસ સાથે ઘર્ષણમાં બે આરોપીની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી લૂંટાયેલી વસ્તુઓ પણ મળી આવી છે. એન્કાઉન્ટરમાં આરોપીઓને પગમાં ગોળી વાગી છે.

આ પણ વાંચોપાટણ: સિદ્ધપુર નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં 20 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું, પરિવાર પર દુઃખનું આભફાટ્યું

મળતી માહિતી મુજબ, કમલા નગરમાં સેન્ટ્રલ બેંક રોડ પર મણપ્પુરમ ગોલ્ડ લોન કંપનીની ઓફિસ છે. કંપનીમાં અડધો ડઝન સશસ્ત્ર લૂંટારૂઓ ઘુસી ગયા હતા. અંદર આવતાની સાથે જ તેમણે ત્યાં હાજર સ્ટાફને બંદૂકના જોરે બાનમાં લીધો હતો. તેઓએ ત્યાં હાજર તમામ સોનાના આભૂષણોની લૂંટ ચલાવી હતી. આ દરમિયાન ત્યાં રાખેલા 5 લાખ રૂપિયાની રોકડ રકમ પણ લૂંટી લીધી હતી. લૂંટ આચર્યા બાદ કંપનીના કર્મચારીઓને અંદર જ બંધ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો - NASAની ચેતવણી! ચંદ્ર પરની હલચલથી વિશ્વને ખતરો, 2030માં વિનાશક સમુદ્રી પૂર આવશે

લગભગ 9 કરોડની લૂંટના પગલે હાહાકાર મચી ગયો હતોસૂત્રોએ જણાવ્યું છે કે, આશરે 9 કરોડ રૂપિયા આ લૂંટના ખુલાસા માટે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાઓ પણ ફંગોળવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ તપાસવા માટે પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી છે. આ ઉપરાંત સર્વેલન્સ અને ક્રાઈમ બ્રાંચની ટીમો પણ તપાસમાં લાગી ગઈ છે. એસપી સિટી રોહન પી બોત્રેએ જણાવ્યું હતું કે, ઘટના બાદ દરેકને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને અનેક ઇનપુટ્સ મળ્યા છે, જેને પગલે લૂંટારૂઓની શોધ કરવામાં આવી રહી છે.
Published by: kiran mehta
First published: July 17, 2021, 11:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading