Amrinder Singh Resignation: અમરિંદર સિંહનો સિદ્ધુ પર પ્રહાર, કહ્યું- ઇમરાન ખાન સાથે છે દોસ્તી, CM બનશે તો બધું બર્બાદ કરી નાખશે

News18 Gujarati
Updated: September 18, 2021, 9:18 PM IST
Amrinder Singh Resignation: અમરિંદર સિંહનો સિદ્ધુ પર પ્રહાર, કહ્યું- ઇમરાન ખાન સાથે છે દોસ્તી, CM બનશે તો બધું બર્બાદ કરી નાખશે
કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amarinder Singh Resign) પંજાબના (Punjab Congress Crisis)મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું

Punjab Congress Crisis- રાજીનામું આપ્યા પછી અમરિંદર સિંહે (Amarinder Singh)કહ્યું- જે મરજી હોય તેને મુખ્યમંત્રી બનાવે. પાર્ટીની અંદર મારું અપમાન થઇ રહ્યું હતું

  • Share this:
ચંદીગઢ : કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amarinder Singh Resign) પંજાબના (Punjab Congress Crisis)મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પછી અમરિંદર સિંહે (Amarinder Singh)કહ્યું કે જે મરજી હોય તેને મુખ્યમંત્રી બનાવે. પાર્ટીની અંદર મારું અપમાન થઇ રહ્યું હતું. પાર્ટીને મારી ઉપર શંકા કેમ હતી હું તે સમજી શકતો ન હતો. કેપ્ટને પોતાના રાજીનામા પછી પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે એવું લાગી રહ્યું હતું કે મારી ઉપર પાર્ટીને (Punjab Congress) વિશ્વાસ ન હતો. મેં સવારે જ નિર્ણય લઇ લીધો હતો કે સીએમનું પદ છોડી દઇશ. પાર્ટીને જેના ઉપર વિશ્વાસ છે તેને પાર્ટી સીએમ બનાવી દે.

અમરિંદર સિંહે રાજીનામા પછી નવજોત સિંહ સિદ્ધુ પર પ્રહાર કર્યો છે. અમરિંદર સિંહે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુનો પાકિસ્તાન સાથે ઘણો સંબંધ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન, જનરલ બાજવા સાથે સિદ્ધુની દોસ્તી છે. જો તેને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો તે પંજાબને બર્બાદ કરી નાખશે. સિદ્ધુ કશું સંભાળી શકે નહીં હું તેને સારી રીતે જાણું છું. પંજાબ માટે ભયાનક થવાનું છે. એક મંત્રાલય તો ચલાવી શક્યા ન હતા રાજ્ય શું ચલાવશે. બધુ બર્બાદ કરી નાખશે.

કેપ્ટન અમરિંદર સિંહને ભવિષ્યની રાજનીતિ વિશે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તેના પર નિર્ણય કરીશ. જે મારા સમર્થકો છે તેમની સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશ. હાલ કોંગ્રેસ પાર્ટીમાં છું. સાથીઓ સાથે વાત કરીને ભવિષ્યની રાજનીતિ વિશે નક્કી કરીશ.

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે મારો નિર્ણય આજે સવારે થઇ ગયો હતો. મેં સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કહી દીધું હતું કે હું પોતાના પદ પરથી આજે રાજીનામું આપી રહ્યો છું. આ ત્રીજી વખત થઇ રહ્યું છે છેલ્લા બે મહિનામાં. હું સમજું છું કે મારી ઉપર પાર્ટી હાઇકમાન્ડને શંકા છે કે હું સત્તા ચલાવી શકીશ નહીં. હું સમજું છું કે મારું પદ પરથી રાજીનામું આપવું જ યોગ્ય છે. પાર્ટી અધ્યક્ષને જે યોગ્ય લાગશે તેને મુખ્યમંત્રી બનાવશે.

આ પણ વાંચો - Punjab Congress LIVE Updates : કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના સીએમ પદેથી રાજીનામું આપ્યું

સૂત્રોના મતે કેપ્ટનના રાજીનામા પછી પંજાબમાં સીએમ પદની રેસમાં સુનીલ જાખડ, સુખજિંદર રંધાવા અને પ્રતાપ સિંહ બાજવાનું નામ સૌથી આગળ છે. સૂત્રોના હવાલાથી ખબર છે કે વિધાયક દળની બેઠકમાં નવા નેતા પસંદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રોના મતે નવજોત સિંહ સિદ્ધુ કે સુનીલ જાખડમાંથી કોઇ એક વિધાયક દળના નવા નેતા બની શકે છે.સૂત્રોના મતે કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબના નિરીક્ષકોને નિર્દેશ આપ્યો છે કે રાજ્યમાં ચાલી રહેલા વિવાદને ખતમ કરવામાં હવે મોડું કરવું જોઈએ નહીં. વિધાયક દળની બેઠકમાં જે પક્ષમાં બહુમત હશે તે જ રાજ્યની આગેવાની સંભાળશે. કેપ્ટન પાસે બહુમત નહીં હોય તો બદલવાનો નિર્ણય તરત લઇ લેવામાં આવશે. નવો ચહેરો પણ બહુમતના આધારે હશે. હાઇકમાન્ડની કોઇ પસંદ કે નાપસંદ નથી.
Published by: Ashish Goyal
First published: September 18, 2021, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading