ALERT! ઊલટી, બેચેની અને પેટનો દુખાવો...કોરોનાના નવા સ્ટ્રેનના છે લક્ષણો

News18 Gujarati
Updated: March 25, 2021, 3:12 PM IST
ALERT! ઊલટી, બેચેની અને પેટનો દુખાવો...કોરોનાના નવા સ્ટ્રેનના છે લક્ષણો
કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે નવા સ્ટ્રેને દર્દીઓ પર અલગ પ્રકારથી હુમલા કરવાનું શરૂ કરી દીધું છે

કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે નવા સ્ટ્રેને દર્દીઓ પર અલગ પ્રકારથી હુમલા કરવાનું શરૂ કરી દીધું છે

  • Share this:
નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન (Coronavirus New Strain)ના દર્દી ઝડપથી વધવા લાગ્યા છે. કોરોના (Covid-19)ના નવા કેસ સામે આવવાની સાથોસાથ કોરોના સંક્રમિત દર્દીઓની (Corona Patients) સંખ્યા ફરી એકવાર ઝડપથી વધી રહી છે. કોરોનાનું નવું સંક્રમણ સીધું ગળા, ફેફસા અને મગજ પર અસર કરી રહ્યું છે, જેના કારણે દર્દીમાં ઊલટી, બેચેની અને પેટનો દુખાવો તથા ડાયરિયા જેવી ફરિયાદ જોવા મળી રહી છે.

દિલ્હીની બે સરકારી હૉસ્પિટલોમાં દાખલ કોરોના દર્દીઓમાં પેટનો દુખાવો, ઊલટી અને ડાયરિયા જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે. કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે કોરોનાના નવા સ્ટ્રેને દર્દીઓ પર અલગ પ્રકારથી હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીમાં કોરોનાના લગભગ 6.50 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના દર્દીઓમાં તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સુકી ઉધરસ જેવા લક્ષણ જોવા મળ્યા છે.


આ પણ વાંચો, વેક્સીન મૈત્રી પર બ્રેકઃ હવે વિદેશમાં કોરોના વેક્સીન નહીં મોકલે ભારત, સ્થાનિક માંગને પ્રાધાન્ય

પહેલાની જેમ જ દર્દીઓમાં સુગંધ ન આવવી અને ખાવાનો સ્વાદ ન અનુભવવો જેવા લક્ષણ પણ નવા સ્ટ્રેનમાં જોવા મળ્યા છે. રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલના ડૉક્ટરો મુજબ દર્દીઓમાં પેટનો દુખાવો અને બેચેનીની ફરિયાદ જોવા મળી છે. તેમાંથી મોટાભાગના દર્દી ગંભીર હાલત વાળા છે. સાથોસાથ જૂની બીમારીથી પણ પીડિત છે.

આ પણ વાંચો, ગાયનું 4 કલાક ચાલ્યું ઓપરેશન, પેટમાંથી કાઢવામાં આવી 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ અને ઘણું બધું!

દેશમાં 5 મહિના બાદ કોરોના કેસ 50 હજારને પાર

નોંધનીય છે કે, ભારતમાં કોરોના સંક્રમણ ફરી વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાંચ મહિના બાદ એટલે કે 153 દિવસ બાદ આજે સૌથી વધુ કેસ નોંધાયા છે. 50 હજારથી વધુ લોકો સંક્રમિત થતાં ચિંતામાં વધારો થયો છે. એક્ટિવ કેસો પણ 4 લાખની આસપાસ પહોંચી ગયા છે જે ભારતમાં સૌથી મોટો ઉછાળો છે. એક્ટિવ કેસોની સંખ્યાની દૃષ્ટિએ ભારત હવે દુનિયામાં સાતમા સ્થાને પહોંચી ગયું છે. સૌથી વધુ ચિંતા મહારાષ્ટ્રમાં છે જ્યાં 24 કલાકમાં 32 હજાર લોકો સંક્રમિત થયા છે. પંજાબ, કેરળ અને કર્ણાટકમાં પણ સ્થિતિ ગંભીર થઈ રહી છે.
Published by: Mrunal Bhojak
First published: March 25, 2021, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading