VIDEO: પ્રેમીએ લગ્નનો ઇન્કાર કર્યો તો પાંચમા માળે ચઢી પ્રેમિકા, બોલી- ‘કૂદીને સુસાઇડ કરી લઈશ’

News18 Gujarati
Updated: May 16, 2021, 11:18 AM IST
VIDEO: પ્રેમીએ લગ્નનો ઇન્કાર કર્યો તો પાંચમા માળે ચઢી પ્રેમિકા, બોલી- ‘કૂદીને સુસાઇડ કરી લઈશ’
યુવતીને ધાબા પર ચઢીને ત્રણ કલાક સુધી કર્યો હોબાળો, પોલીસ અને ફાયરબ્રિગેડે બચાવવા માટે અજમાવી આ તરકીબ, જુઓ વીડિયો

યુવતીને ધાબા પર ચઢીને ત્રણ કલાક સુધી કર્યો હોબાળો, પોલીસ અને ફાયરબ્રિગેડે બચાવવા માટે અજમાવી આ તરકીબ, જુઓ વીડિયો

  • Share this:
નવી દિલ્હી. રાજધાની દિલ્હી (Delhi)ના શાહદરામાં ગીતા કોલોની વિસ્તારમાં શનિવારે એક હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. અહીં એક પ્રેમિકા પ્રેમીના લગ્ન (Marriage)નો ઇન્કાર કરવા પર એક બિલ્ડિંગની છત પર ચઢી ગઈ. પ્રેમિકા ત્યાંથી કૂદવાની ધમકીઓ આપવા લાગી. લગભગ ત્રણ કલાક ચાલેલા આ હોબાળાની જાણ સ્થાનિક પોલીસ (Police)ને થઈ તો તેઓ અગ્નિશામક વિભાગ (Fire Brigade Department)ની ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેઓએ યુવતીને સમજાવીને બિલ્ડિંગથી નીચે ઉતારી દીધી. જોકે આ દરમિયાન યુવતીએ પોતાના કાંડા પર કાપો મૂકી દીધો, જેના કારણે લોહી વહેવા લાગ્યું. પોલીસ યુવતીની પૂછપરછ કરી રહી છે.

મળતી જાણકારી મુજબ, મામલો શનિવાર સાંજનો છે, જ્યાં એક યુવતીનો પ્રેમી ગુપચૂપ રીતે સગાઈ કરવાનો હતો. તેની જાણ પ્રેમિકાને થઈ તો તે પ્રેમીના ઘરે પહોંચી ગઈ અને ત્યાં પાંચમા માળે ચઢીને હોબાળો કરવા લાગી. ત્યાંથી તે કહેવા લાગી કે જો લગ્ન ન કર્યા તો અહીંથી છલાંગ લગાવી દેશે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને લોકોએ પ્રેમિકાને સમજાવીને નીચે ઉતારી. જોકે આ દરમિયાન યુવતીએ કોઈ અણીવાળી વસ્તુથી પોતાના હાથના કાંડા પર કાપો મૂકી દીધો. પોલીસ તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગઈ. પોલીસ અનુસાર, 23 વર્ષીય યુવતી પરિવારની સાથે ભાડાના મકાનમાં રહે છે. તેને ગીતા કોલોનીમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.


આ પણ વાંચો, Wow! ઉંમર 67 વર્ષ, ઓક્સિજન લેવલ 99, જાણો દાદાજીના પીપળના ઝાડ પર આસન જમાવવાનું રહસ્ય!

ધર્મ અલગ હોવાના કારણે લગ્નમાં હતી અડચણ

પોલીસના જણાવ્યા મુજબ, યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ બંનેના ધર્મ અલગ-અલગ હોવાના કારણે યુવકનો પરિવાર લગ્નથી ઇન્કાર કરી રહ્યો છે. યુવક પણ પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન નથી કરવા માંગતો. આવી સ્થિતિમાં તેણે યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.આ પણ વાંચો, 12 રૂપિયામાં મળશે 2 લાખની આ સુવિધા! મોદી સરકારની આ યોજનાનો કેવી રીતે ઉઠાવશો લાભ?

શનિવારે યુવતી ગીતા કોલોનીમાં યુવકના ઘરે પહોંચી ગઈ. ત્યાં બિલ્ડિંગની છત પર જઈને લગ્ન નહીં કરવા પર કૂદીને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગી. આ જોઈને આસપાસના લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. લોકોએ પોલીસ અને ફાયરબ્રિગેડ સહિત એમ્બ્યુલન્સને પણ જાણ કરી. તમામ ટીમો તાત્કાલિક પહોંચી ગઈ.
Published by: Mrunal Bhojak
First published: May 16, 2021, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading