14 વર્ષની દુલ્હન અને 40નો દુલ્હો, યુપીના આધેડ સાથે બિહારની સગીરાને પરણાવી દેવાઈ

News18 Gujarati
Updated: June 29, 2021, 3:09 PM IST
14 વર્ષની દુલ્હન અને 40નો દુલ્હો, યુપીના આધેડ સાથે બિહારની સગીરાને પરણાવી દેવાઈ
પ્રતીકાત્મક તસવીર

Bihar child marriage news: બિહારના પૂર્ણિયામાં થયેલા લગ્નમાં સગીર દુલ્હને ઉત્તર પ્રદેશના દુલ્હા સાથે જવાનો ઇન્કાર કરી લીધો હતો. આ અંગે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી.

  • Share this:
કુમાર પ્રવીણ, પૂર્ણિયા: દેશમાં બાળ લગ્ન વિરુદ્ધ કડક કાયદો (Child marriage act in India) અમલમાં છે. આ માટે સતત જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આમ છતાં બિહાર (Bihar)માં એક સગીરાને પરણાવી (Child marriage) દેવામાં આવી હતી. આ બનાવ પૂર્ણિયા જિલ્લા (Purniya district)નો છે. અહીં એક સગીરાના લગ્ન કરાવી દેવાનો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. પૂર્ણિયાના મુઝસ્સિલ પોલીસ મથકના ડિમિયા છતરજાન યાદવ ટોલામાં એક 14 વર્ષની છોકરીના લગ્ન ઉત્તર પ્રદેશના એક આધેડ સાથે કરાવી દેવાયા હતા. કિશોરીનું કહેવું છે કે તેણી લગ્ન કરવા માંગતી ન હતી. તેણી અભ્યાસ કરવા માંગે છે. જોકે, તેણીના પિતા ગિરિશ મંડલે પોતાની આર્થિક મજબૂરીનું બહાનું ધરીને દીકરીના લગ્ન એક આધેડ સાથે કરાવી દીધા હતા.

લગ્ન પછી પણ કિશોરી સાસરે જવા માટે તૈયાર ન હતી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદના 40 વર્ષીય દુલ્હા અનેક પાલે જણાવ્યું કે, તેના ગામના એક વ્યક્તિના લગ્ન આ ગામમાં થયા હતા. તેની મદદથી આ લગ્ન નક્કી થયા હતા. તેણે અહીં આવીને રવિવારે દીવાનગંજ કાલી મંદિરમાં લગ્ન કર્યાં હતાં.

આ પણ વાંચો: લગ્ન માટે છોકરીની જાહેરાત: ઉંમરમાં નાનો, અમીર, પિતાનો એકનો એક પુત્ર અને હવા ન છોડે એવો મૂરતિયો જોઈએ છે! 

લગ્નને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ સવારે ગામના લોકો અને ચાઇલ્ડ લાઇનને આ અંગેની માહિતી મળી ગઈ હતી. જે બાદમાં આ લગ્નનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે મુઝસ્સિલ પોલીસ મથક ઇન્ચાર્જ આદિત્ય રંજને જણાવ્યું કે, પોલીસને આ મામલે અત્યારસુધી કોઈ અરજી મળી નથી. જો અરજી મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: જૂનાગઢમાં હનીટ્રેપ કેસ: સબનમે પોતાના કપડાં ઉતારી નાખ્યા, સલમાને પીડિતનો વીડિયો બનાવ્યો

આ પણ વાંચો: રાજકોટ: યાજ્ઞિક રોડ પર મારામારી, યુવાનને મારવા પથ્થર ઉપાડ્યો, Live વીડિયો

કિશોરીના પિતા ગિરિશ મંડેલે જણાવ્યું કે તેની આર્થિક સ્થિતિ સારી નથી. છોકરીની માતા માનસિક રીતે બીમાર છે. તે કમાવા માટે બહાર જાય છે. આથી ઘરે એકલી રહેતી છોકરીના લગ્ન કરી દેવા જ યોગ્ય લાગ્યું હતું. પિતાનું કહેવું છે કે તે દાન કે દહેજ દેવા માટે સક્ષમ ન હતો. આથી ઉત્તર પ્રદેશના આધેડ સાથે લગ્ન નક્કી કર્યાં હતાં.
Published by: Vinod Zankhaliya
First published: June 29, 2021, 3:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading