ચાઈનીઝ સંશોધકે બનાવ્યું એવું ડિવાઇસ, જે નિષ્ક્રિય કરશે કોરોના વાયરસ


Updated: April 1, 2021, 4:24 PM IST
ચાઈનીઝ સંશોધકે બનાવ્યું એવું ડિવાઇસ, જે નિષ્ક્રિય કરશે કોરોના વાયરસ
Image credit: REUTERS

આ અંગે દક્ષિણ ચીનના શેન્ઝેન સિટીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી

  • Share this:
ચાઈનીઝ સંશોધકે એક ડિવાઇસ બનાવ્યું છે. જે ઇલેક્ટ્રોન બીમ ઈરેડિએશનની મદદથી કોરોના વાયરસને નિષ્ક્રિય બનાવી દેશે. આ અંગે સોમવારે દક્ષિણ ચીનના શેન્ઝેન સિટીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે આ ટેક્નોલોજી એક્સપર્ટની પેનલની સમીક્ષામાં ખરી ઉતરી છે. જે બાદ હવે તે કોલ્ડ ચેઇન ફૂડ પેકેજીંગમાં જીવાણુનાશક તરીકે સામેલ થશે.

સિન્હુઆ સમાચાર એજન્સીએ જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં ચીન જનરલ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન, સિંધુ યુનિવર્સિટી, ધ ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ, શેનઝેન નેશનલ ક્લિનિકલ રિસર્ચ સેન્ટર ફોર ઇન્ફેકશસ ડિસીઝ અને થર્ડ પીપલ્સ હોસ્પિટલ ઓફ શેન્ઝેન શામેલ હતા. ઉલ્લેખનીય છે કે, આ સમાચાર એ દિવસે સામે આવ્યા, જયારે બુધવારે ચીનના એક તબીબ નિષ્ણાંતે કહ્યું હતું કે, ચીને વિશ્વ આરોગ્ય સંગઠનના આંતરરાષ્ટ્રીય સંશોધનકારો સાથે કોરોનાની ઉત્પત્તિ તપાસવા શેર કર્યા એ અંગે આરોપનો કોઈ તથ્ય આધાર નથી.

આ પણ વાંચો - ભાવનગર : કૌટુંબિક કાકાએ ભત્રીજા વહુને પાછળથી બાથ ભીડી લીધી, તાબે થવા ધમકી આપતાં ભત્રીજા વહુની આત્મહત્યા

ઉલ્લેખનીય છે કે, ચીન અને WHOના કોરોનાની ઉત્પત્તિ અંગેના સંયુક્ત અભ્યાસના પબ્લિકેશન બાદ WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમે કહ્યું કે, ચીન પાસે આંતરરાષ્ટ્રીય તપાસકર્તાના ડેટા છે. પરંતુ સંયુક્ત અભ્યાસના કો-લીડર લિયાંગ વનયાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બંને પક્ષોના શોધકર્તાઓએ સમગ્ર તપાસ દરમિયાન એક જ ડેટાનો ઉપયોગ કર્યો હતો. તેમજ એક્સેસની કમી અંગે કરાયેલા દાવા સચોટ નથી.

તેમણે જણાવ્યું કે, "ચીનના કાનૂન અનુસાર કેટલાક ડેટાને બહાર નથી કાઢી શકાતા અથવા તેના ફોટોઝ પણ નથી લઇ શકાતા. પરંતુ વુહાનમાં જ્યારે તપાસ થઇ રહી હતી ત્યારે બધા જ તે ડેટાને જોઈ શકતા હતા અને આ બધું એકસાથે કરાયું હતું." લિયાંગે જણાવ્યું કે, કોઈ પણ વૈજ્ઞાનિક પાસે પૂરતી અને સાચી જાણકારી નહોતી. તેમણે આરોપોના જવાબમાં કહ્યું કે, વિશેષજ્ઞોની પેનલ પાસે ડેટાસેટ અને સેમ્પલ્સ સુધી પહોંચ નથી.
ઉલ્લેખનીય છે કે, તેમણે તે આરોપો પણ ફગાવ્યા હતા, જેમાં કહેવાયું હતું કે, રિપોર્ટને પ્રકાશિત કરવામાં વારંવાર મોડું કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, રિપોર્ટ પ્રકાશિત કરતા પહેલા તેને બરાબર ચકાસવો જોઈએ.
First published: April 1, 2021, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading