Corona Cases Updates: કોરોના કેસોમાં આંશિક ઉછાળો, 24 કલાકમાં 18833 લોકો સંક્રમિત, 278નાં મોત

News18 Gujarati
Updated: October 6, 2021, 9:44 AM IST
Corona Cases Updates: કોરોના કેસોમાં આંશિક ઉછાળો, 24 કલાકમાં 18833 લોકો સંક્રમિત, 278નાં મોત
કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ફરી વધારો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)

India Fights Corona: ભારતમાં 92 કરોડથી પણ વધારે કોરોના વેક્સીનના ડોઝ અપાયા, મંગળવારે 99 લાખ 48 હજાર લોકોનું થયું રસીકરણ

  • Share this:
Coronavirus Latest Updates, 06 October 2021: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસો (India Corona Active Cases) આજે 203 દિવસમાં સૌથી ઓછા નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. સૌથી વધુ ચિંતાનું કારણ કેરળ (Kerala Covid-19 Cases) રાજ્ય છે, જ્યાં એક દિવસમાં 9 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. બીજા નંબરે મહારાષ્ટ્ર (Maharashtra Corona Situation) છે જ્યાં 24 કલાકમાં 2400 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં નવરાત્રિના પ્રારંભ પહેલા કોરોનાની સ્થિતિ (Coronavirus updates in Gujarat) મહદઅંશે કાબૂમાં છે. પરંતુ ઘણા લાંબા અંતરાળ બાદ મંગળવારે એક કોરોના દર્દીનું રાજ્યમાં નિધન થયું છે.

ભારતનો કોરોના રિકવરી રેટ 97.90 ટકા

બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,833 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 278 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,38,71,881 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 92,17,65,405 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 99,48,360 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં 5 ઓક્ટોબર 2021ની સાંજે 28 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.


મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 31 લાખ 75 હજાર 656 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 24,770 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,46,687 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 97.90 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,49,538 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 57,68,03,867 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 14,09,825 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, Char Dham Yatra: હાઇકોર્ટે તમામ માટે ખોલ્યા ધામ, રજિસ્ટ્રેશન અને RTPCR રિપોર્ટ અનિવાર્યગુજરાતમાં એક દર્દીએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Gujarat Coronavirus updates) નવા 23 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે અનેક દિવસો બાદ એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10083 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં રસીના કુલ 6,25,22,653 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો, ICU ફૂલ, હોસ્પિટલોમાં સ્ટાફની કમી, અમેરિકાના અનેક રાજ્યો ઉપર coronaના ડેલ્ટા વેરિએન્ટનો કહેર

ગુજરાતમાં 5 ઓક્ટોબર 2021ની સાંજે 28 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 23 કેસ ફક્ત 5 જિલ્લા અને 4 મનપામાં નોંધાયા છે, જેમાંથી વલસાડમાં 7, સુરત શહેરમાં 5, સુરત જિલ્લામાં 3, ખેડામાં 2, રાજકોટ શહેરમાં 2, અમદાવાદ શહેરમાં 1, જૂનાગઢ જિલ્લામાં 1, નવસારીમાં 1, વડોદરા શહેરમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં 5 ઑક્ટોબરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 180 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 177 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 76 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10083 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસો બાદ રાજ્યમાં એક મૃત્યુ નોંધાયું છે.
Published by: Mrunal Bhojak
First published: October 6, 2021, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading