સંબંધો ઉપર કાળી ટીલી! કોરોનાથી થયું બહેનનું મોત, રૂ.12 લાખના દાગીના અને રોકડા રૂપિયા હડપી ગયો

News18 Gujarati
Updated: May 15, 2021, 9:05 PM IST
સંબંધો ઉપર કાળી ટીલી! કોરોનાથી થયું બહેનનું મોત, રૂ.12 લાખના દાગીના અને રોકડા રૂપિયા હડપી ગયો
પ્રતિકાત્મક તસવીર

હોસ્પિટલમાં દાખલ થવા જતા પહેલા બહેને એક વિશ્વાસ સાથે પોતાના ભાઈને લાખોના દાગીના અને રોકડા રૂપિયા રાખવા આપ્યા હતા. પરંતુ બહેનના મોત બાદ ભાઈની દાનત બગડી હતી.

  • Share this:
કાનપુરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરના (Kanpur) સંબંધો માટે કાળી ટીલી સમાન એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કોરોનાથી એક મહિલાનું મોત (woman corona death) નીપજ્યું હતું. તો ભાઈએ 12 લાખ રૂપિયાના દાગીના અને રોકડા રૂપિયા હડપી લીધા હતા. જે હોસ્પિટલમાં (Hospital) દાખલ થતા પહેલા બહેને પોતાના ભાઈને આપ્યા હતા.

માનવામાં આવી રહ્યું છે કે કોરોનાથી જે મહિલાનું મોત થયું હતું તે મુંબઈથી કાનપુર કોઈ કામથી આવી હતી. મૃતક મહિલાના બાળકોએ પોતાના મામા વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાળકોનું કહેવું છે જ્યાં સુધી તેના મામાને સજા નહીં મળે ત્યાં સુધી ત્યાંથી નહીં જાય.

મૃતકની પુત્રીએ પોતાના મામા ઉપર આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલા માએ તેના બધા દાગીના અને કેટલાક રોકડા રૂપિયા મામાને આપ્યા હતા. જોકે માતાના મોત બાદ મામા પાસે માતાના દાગીના અને રૂપિયા માંગ્યા તો કોઈ જવાબ આપ્યો નહીં. આમ મજબૂર થઈને તેમણે મામા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. યુવતીનું કહેવું છે કે જે મામાના ખોળામાં રમ્યા હતા આજે એજ મામા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી પડી છે એના માટે ખુબ જ દુઃખ થાય છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ ભારે હૈયે ઠાલવ્યું દર્દ, 'મારો પતિ પરસ્ત્રીને ઘરે લાવ્યો હતો, અને બંને બે કલાક સુધી રૂમમાં એકલા રહ્યાં'

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

કાનપુરની એક હોટલમાં હઠ પકડીને બેઠેલી ભાણીએ પોતાના મામાને સજા આપાવવાનું નક્કી કર્યું છે. ભાણીનું કહેવું છે કે તેમણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે પોતાના માામાનું આવું લાલચી સ્વરૂપ જોવા મળશે. મુંબઈના મીરા રોડ ઉપર રહેનારી મૃતિકાની પુત્રીના જણાવ્યા પ્રમાણે કાનપુરના કલ્યાણપુર તેનું મોસાળ થાય છે.આ પણ વાંચોઃ-પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

ભાણીએ જણાવ્યું કે તેની માતા 25 એપ્રિલે મુંબઈથી પોતાના ભાઈ અજયના ત્યાં ગઈ હતી. જ્યાં તેને કોરોના થયો હતો. કંટ્રોલ રૂમથી એમ્બ્યુલન્સથી તેને ઉર્સલા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. માતાને હોસ્પિટલ લઈ જતા પહેલા માતાએ ભાઈ અજયને બધા દાગીના અને પૈસા પોતાની પાસે રાખવા માટે આપ્યા હતા.મમ્મીની બીમારીની સુચના મળતા તેઓ ફ્લાઈટ પકડીને કાનપુર પહોંચ્યા હતા. તેઓ કાનપુરની એક હોટલમાં રોકાઈને પોતાની માતાની સારવાર કરાવવા લાગ્યા હતા. પરંતુ 5 મેના દિવસે કોરોનાથી ડેથ થયું હતું. માતાના મોત બાદ માામાની નિયત બહેનના દાગીના અને પૈસા ઉપર ખરાબ થઈ. માતાની દાહ સંસ્કાર કર્યા બાદ જ્યારે ભાણીએ મામાથી દાગીના અને પૈસા માંગ્યા તો મામાએ ભાણીને ધમકી આપીને કંઈ જ ન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ મજબૂર થઈને ભાણીએ મામા સામે ફરિયાદ કરી દીધી હતી.
Published by: ankit patel
First published: May 15, 2021, 8:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading