ભારતની ખરાબ આરોગ્ય સેવાને લીધે વૈશ્વિક આરોગ્યનો આંક સુધારતો નથી: WHO

News18 Gujarati
Updated: May 18, 2018, 10:34 AM IST
ભારતની ખરાબ આરોગ્ય સેવાને લીધે વૈશ્વિક આરોગ્યનો આંક સુધારતો નથી: WHO
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે (WHO)એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે વિશ્વમાં ભારત જેવા દેશોના કારણે સમગ્ર વિશ્વમાં થતા આરોગ્ય ક્ષેત્રના સુધારનો આંક ઉંચો આવતો નથી.

આ અહેવાલ મુજબ, વિશ્વની અડધા જેટલી વસ્તીને જરૂરી આરોગ્ય સેવાઓ પણ મળતી નથી. ભારત જેવા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પાંચ વર્ષથી નીચેનાં બાળકોના મૃત્યુદરનું ખુબ ઉંચુ પ્રમાણ છે અને આ દેશોમાં બિન-ચેપી રોગોના ફેલાવાનું પ્રમાણ ઘણું છે.

ભારત જેવા દેશો, કે જ્યારે ચેપી અન બિન-ચેપી રોગોના ફેલાવાનું પ્રમાણ વધારે છે, ને કારણે સમગ્ર રીતે વિશ્વની આરોગ્ય સેવાઓનો સુધારો જોવા મળતો નથી. વિશ્વની સરેરાશ ભારત જેવા દેશોની કથળેલી આરોગ્ય સેવાને લીધે વૈશ્વિક સુધારાનો આંક આગળ વધતો નથી.

આ અહેવાલ મુજબ, વિશ્વભરમાં દર વર્ષે 1.30 કરોડ લોકો 70 વર્ષની નીચેની વયે મૃત્યુ પામે છે. આ મૃત્યુના કારણોમાં શ્વારની તકલીફ, હ્રદય રોગનો હુમલો, ડાયાબિટીસ અને કેન્સર જેવાં રોગોનો સમાવેશ થાય છે. આમાં મોટાભાગનાં મૃત્યુ ભારત જેવાં દેશમાંથી નોંધાય છે.

2016માં માત્ર ભારતમાં જ 23.3 ટકા લોકો બિન-ચેપી રોગોને કારણે મૃત્યુ પામ્યાં હતા. આ મૃત્યુ પામનાર લોકોની વય 30થી 60 વર્ષની હતી. વિશ્વમાં આ દર 18 ટકાનો છે જ્યારે ભારતમાં 23.3 ટકા છે. જે ઘણો વધારે કહેવાય. આ મૃત્યુદર વધી રહ્યો છે કેમ કે વસ્તી પણ વધી રહી છે અને લોકોની ઉંમર પણ વધી રહી છે. આ બધા કારણોને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2030માં આ મૃત્યુદર ત્રીજાભાગનો ઓછો કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરી શકાતો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા 2030માં ટી.બી નાબુદ કરવા માંગે છે પણ ભારતમાં દર એક લાખ લોકોએ 211 કેસો ટીબીનાં છે.

ભારત દેશમાં હવાનું પ્રદુષણ પણ ખતરનાક કક્ષાએ છે. ભારતમાં કુપોષણ એક મોટી ચેલેન્જ છે.
Published by: Kaushal Pancholi
First published: May 18, 2018, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading