કોરોના વેક્સીનના વિતરણ પ્લાન પર થઈ શકે છે સાઇબર અટેક, IBMનો મોટો ખુલાસો

News18 Gujarati
Updated: December 4, 2020, 11:02 AM IST
કોરોના વેક્સીનના વિતરણ પ્લાન પર થઈ શકે છે સાઇબર અટેક, IBMનો મોટો ખુલાસો
પ્રતીકાત્મક તસવીર

IBM તરફથી કહેવામાં આવ્યું છે કે વેક્સીનના વિતરણની જાણકારી ચોરવા નકલી ઇમેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

  • Share this:
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વ હાલના સમયમાં કોરોના મહામારી (Coronavirus)નો સામનો કરી રહ્યું છે. દરેકના મનમાં એક જ સવાલ ફરી રહ્યો છે કે કોવિડ-19ની વેક્સીન (Covid-19 Vaccine) ક્યારે આવશે. આ દરમિયાન આઇમીએમ (IBM)એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આઇબીએમના સિક્યુરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે વિકાસશીલ દેશોને કોવિડ-19ની વેક્સીનના વિતરણ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની યોજના સાથે જોડાયેલી અગત્યની માહિતી ચોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

IBM તરફથી એક બ્લોગ લખવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીનની જાણકારી ચોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને અનેક નકલી ઇમેલ પણ કરવામાં આવી રહ્યા છે. જર્મની, ઈટલી, દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા દેશોમાં વેક્સીન અભિયાનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. IBMએ કહ્યું કે નકલી ઇમેલ ચીન (China)ની કંપની હેયર બાયોમેડિકલના એક અધિકારીના નામ પર મોકલવામાં આવ્યા છે, આ ચીનની કંપની કોલ્ડ ચેઇન (Cold Chain)ની વિશ્વની મુખ્ય આપૂર્તિકર્તા છે, જોકે હજુ આ વિશે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો, RBI Monetary Policy: વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, સસ્તી EMI માટે વધુ રાહ જોવી પડશે

નોંધનીય છે કે, આ પહેલા ઇન્ટરપોલે કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારી (Corona Pandemic)ની વિરુદ્ધ દુનિયાભરમાં થનારા વેક્સીનેશન કાર્યક્રમ (Covid-19 Vaccination Programme) માટે સંગઠિત ક્રિમિનલ ગેંગ મોટો ખતરો બની શકે છે. આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન ઇન્ટરપોલ (INTERPOL)એ કહ્યું હતું કે ક્રિમિનલ ગેંગ આ દરમિયાન વેક્સીનની ચોરીની સાથે જ બજારમાં નકલી વેક્સીન (Fake Vaccine) પણ ઉતારી શકે છે જેના કારણે સતર્ક રહેવાની જરુર છે.

આ પણ વાંચો, TIMEની પહેલી ‘કિડ ઓફ ધ યર’ બની ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ
કોવિડ-19 વાયરસ માટે વેક્સીન (Covid-19 Vaccine)ના વિતરણની ટૂંક સમયમાં શરૂઆત થવાની છે. એવામાં વેક્સીનને લઈને મારામારી થવાની શક્યા છે. આવી સ્થિતમાં અપરાધીઓ ફાયદો ઉઠાવી શકે છે, તેથી દરેકને નકલી વેબસાઇટ (Fake Website)થી સાવધાન રહેવાની જરૂર છે. આ પહેલા આ વર્ષના જુલાઈમાં ઇન્ટરપોલે કોવિડ-19ની નકલી કિટ (Covid-19 fake kit) વિશે ભાળ મેળવી હતી. મેડિકલ સુવિધાના નામ પર ખોટો અને નકલી કિટ વેચવામાં આવી રહી હતી.
Published by: Mrunal Bhojak
First published: December 4, 2020, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading