પીડાના 11 દિવસ: ગેંગરેપ બાદ સૈનિકોએ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધા પથ્થર અને ખીલા

News18 Gujarati
Updated: April 17, 2021, 11:52 AM IST
પીડાના 11 દિવસ: ગેંગરેપ બાદ સૈનિકોએ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધા પથ્થર અને ખીલા
મહિલાની હાલત જોઈને ડૉક્ટર પણ હચમચી ગયા.

ઇથોપિયામાં એક મહિલા પર દેશના સૈનિકોએ જ 11 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. 11 દિવસ બાદ મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી.

  • Share this:
નવી દિલ્હી: કોઈ મહિલા (Woman) માટે તેણીને તેની મંજૂરી વગર સ્પર્શ કરે તે ખરાબ સપના સમાન હોય છે. એવામાં દુષ્કર્મનો ભોગ બનતી મહિલાઓ તેની પીડા જિંદગીભર સહન કરે છે. જરા વિચાર કરો કે કોઈ મહિલા સાથે સતત 11 દિવસ સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું હશે ત્યારે તેણીએ કેવી પીડા સહન કરી હશે. નરાધમોએ બર્બરતાની હદ વટાવતા મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં પથ્થરો અને લોખંડના ખીલા નાખી દીધા હતા. ઇથોપિયા (Ethiopia)માં એક મહિલા પર દેશના સૈનિકોએ જ 11 દિવસ સુધી બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. 11 દિવસ બાદ મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી. ગામના લોકોએ મહિલાને જોઈ હતી. જે બાદમાં તેણીને હૉસ્પિટલ (Hospital) લઈ ગયા હતા. સારવાર બાદ મહિલા સાજી થઈ ગઈ છે. મહિલાએ લોકો સામે પોતાની આપવીતી કહી છે.

ઑફિસથી ઘરે જતી વખતે અપહરણ

મહિલાની ઓળખ છૂપાવવામાં આવી છે. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહિલાએ પોતાના પર ગુજારવામાં આવેલા અત્યાચાર અંગે તમામ લોકોને જણાવ્યું હતું. મહિલાએ કહ્યુ કે, ઘરેથી ઑફિસ જઈ રહી હતી ત્યારે સૈનિકો તેણીને ઉઠાવી ગયા હતા. બસમાં જગ્યા ન હોવાથી તેણી ચાલીને જ ઘરે જઈ રહી હતી. રસ્તામાં સૈનિકોએ તેણીનું અપહરણ કરી લીધું હતું. જે બાદમાં કોઈ અવાવરું જગ્યા પર બાંધીને 11 દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: World Hemophilia Day 2021: જાણો કેમ ઉજવાય છે વિશ્વ હીમોફીલિયા દિવસ?

મહિલા ખૂબ ગંભીર હાલતમાં મળી આવી

સૈનિકોએ 11 દિવસ પછી મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી. જે બાદમાં ગામના લોકોની મહિલા પર નજર પડી હતી. ગામના લોકો મહિલાને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. અહીં ડૉક્ટરોએ મહિલાને તપાસી તો તેઓ હચમચી ગયા હતા. મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં પથ્થરો નાખી દેવામાં આવ્યા હતા. સાથે જ ત્રણ ઇંચ લાંબા અનેક ખીલા પણ મળ્યાં હતાં. આ લોખંડના ખીલાઓને બળજબરીથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દેવામાં આવ્યા હતા.આ પણ વાંચો: 100 દિવસ સુધી ચાલી શકે છે કોરોનાની બીજી લહેર, 70% રસીકરણ જરૂરી: નિષ્ણાતનો મત

દેશમાં મહિલાઓની હાલત બગડી

ઇથોપિયા દેશમાં સૈનિકોનો અત્યાચાર ચાલુ જ છે. રિપોર્ટ્સ પ્રમાણે અહીં અનેક મહિલાઓ ગાયબ થઈ જાય છે. ગાયબ થયા બાદ તેમની કોઈ માહિતી નથી મળતી. મહિલાઓને અહીં ફક્ત સેક્સની વસ્તુ ગણવામાં આવે છે. અહીં મહિલાઓ ઘરની બહાર તો ઠીક પરંતુ ઘરની અંદર પણ સુરક્ષિત નથી. મહિલાની હાલત જોયા બાદ ડૉક્ટરે જણાવ્યું હતું કે, તેમની પાસે બળાત્કારના અનેક કેસ આવે છે પરંતુ આ કેસ સૌથી ખતરનાક છે.
Published by: Vinod Zankhaliya
First published: April 17, 2021, 11:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading