દિવ્યાંગ પિતાનું દર્દ! પુત્રીઓના લગ્ન માટે પિતાએ પાઈ પાઈ એકઠી કરીને FD બનાવી, હેકર્સે ઉડાવી દીધી રકમ

News18 Gujarati
Updated: October 16, 2021, 10:31 PM IST
દિવ્યાંગ પિતાનું દર્દ! પુત્રીઓના લગ્ન માટે પિતાએ પાઈ પાઈ એકઠી કરીને FD બનાવી, હેકર્સે ઉડાવી દીધી રકમ
પિતા પુત્રીની તસવીર

haryana hacker news: ઘરની બે પુત્રીઓ લગ્ન માટે પૈસા (marriage money) એકઠા કરી રહી હતી અને પિતા પણ પાઈ પાઈ એકઠી કરીને પુત્રીઓના લગ્ન માટે સપના જોઈ રહ્યો હતો.

  • Share this:
કરનાલઃ હરિયાણાના (haryana news) કરનાલમાં (karnal) છેતરપિંડીનો (fraud case) એક એવો મામલો સામે આવ્યો છે. જેણે બધા લોકોને ચોંકાવી દીધા હતા. ઘરની બે પુત્રીઓ લગ્ન માટે પૈસા (marriage money) એકઠા કરી રહી હતી અને પિતા પણ પાઈ પાઈ એકઠી કરીને પુત્રીઓના લગ્ન માટે સપના જોઈ રહ્યો હતો. ખુબ જ મહેનત કરીને પગારમાંથી થોડા ઘર ખર્ચ માટે કાઢ્યા હતા. અને થોડા પૈસા બેંકમાં ફિક્સ ડિપોઝિટ (Fixed deposit in bank) કરાવીને રાખ્યા હતા. જેથી પુત્રીઓના લગ્નમાં કામ આવે. પરંતુ ફ્રોડ કરનાર બદમાશે પિતાના સપના ઉપર પાણી ફેરવી દીધું હતું. હેકર્સે એફડીમાં જમા બધા પૈસા ઉપાડી લીધા હતા.

સામાન્ય રીતે બેંકમાં કરાવેલી એફડી હેક કરવું ખુબ જ મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ શાતિર બદમાશે સેવિંગ એકાઉન્ટ, જોઈન્ટ સેવિંગ એકાઉન્ટ અને એફડીને હેક કરી લીધું હતું. અને લગ્ન માટે એકઠાં કરેલા પાંચ લાખ રૂપિયાથી વધારે રકમ પર હાથ સાફ કર્યો હતો.

હવે પિતા રહી રહ્યા છે કારણ કે પોતે દિવ્યાંગ છે અને ઉપરથી બે પુત્રીઓના લગ્ન કરવાના છે. ખુબ જ મહેનતથી લગ્ન માટે પૈસા એઠકાં કરેલા પૈસા હવે ખતમ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ નદી વાટે દારૂ ઘૂસાડવા જતા હતા બૂટલેગરો, પોલીસ ત્રાટતા દારૂ છોડી નદીમાં કૂદી ફરાર, નવો આઇડિયા ફેઈલ

બેન્ક એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટને એવી રીતે હેક કર્યું કે બધું શૂન્ય થઈ ગયું
હવે પરિવાર બેન્કના ચક્કર કાપી રહ્યા છે. બદમાશોએ ભેજું દોડાવ્યું કે દિવ્યાંગ પિતાના સપનાઓ ઉપર પાણી ફરી ગયું હતું. પિતાએ પુત્રીઓ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આવી સ્થિતિમાં આરોપીઓ સુધી પહોંચવું પોલીસ માટે ખુબ જ મોટો પડકાર સમાન છે. આવી સ્થિતિમાં જોવાનું એ છે કે શું પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકે છે.આ પણ વાંચોઃ-પંચમહાલઃ મહિલા TDO અને ત્રણ કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા, 'મલાઈ' ખાવાની લાલચ ભારે પડી

ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક જમાનામાં લોકો ઓનલાઈન ટ્રાન્જેક્શન ઉપર વધારે ભાર મૂકી રહ્યા છે. તો બીજી તરફ ઓનલાઈન ગઠિયા પણ લોકોને ચૂનો ચોપડવા માટે હંમેશા તૈયાર જ હોય છે. હેકર્સ ઓનલાઈ ફ્રોડ કરવાની નવી નવી રીતો શોધીને લોકોની મહેનતના પૈસા એક જ સેકન્ડમાં ઉપાડી લેતા હોય છે.

આ પણ વાંચોઃ-મોરબીઃ ભાભીને પામવા માટે ભાઈએ જ પિતરાઈ ભાઈનું ઢીમ ઢાળી દીધું, સર્ફરાજ ફિરોઝશા ઝડપાયો

અત્યારના આધુનિક ચોરોને પકડવા માટે પોલીસ પણ મહેનત કરી રહી છે પરંતુ હેકર્સ મોટાભાગે પોલીસ પકડથી દૂર જ રહેતા હોય છે. હરિયાણાના કરનાલમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો.
Published by: ankit patel
First published: October 16, 2021, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading