સેનાનો ઓવૈસીને જવાબ- 'અમે શહીદીને સાંપ્રદાયિક રંગ નથી આપતા'

News18 Gujarati
Updated: February 14, 2018, 3:46 PM IST
સેનાનો ઓવૈસીને જવાબ- 'અમે શહીદીને સાંપ્રદાયિક રંગ નથી આપતા'
લેફ્ટનેન્ટ જનરલ દેવરાજ અનબૂ

, 'આતંકી હુમલામાં શહીદ થયેલા 7 લોકોમાં 5 મુસ્લિમ હતા, પરંતુ આમ છતાં કહેવાતા દેશભક્તો મુસલમાનોની દેશભક્તિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.'

  • Share this:
મંગળવારે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું એક નિવેદન સામે આવ્યું હતું. આ નિવેદનમાં ઓવૈસી એવું કહી રહ્યા હતા કે આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં 7 લોકોમાંથી 5 મુસ્લિમ હતા. આમ છતાં અમુક કહેવાતા દેશભક્તો મુસ્લિમોની દેશભક્તિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના ધર્મને લઈને વિવાદિત નિવેદન આપનાર અસદુદ્દીન ઓવૈસીને નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ દેવરાજ અનબૂએ જવાબ આપ્યો હતો. અનબૂએ સ્પષ્ટ કહ્યું કે, અમે શહીદીને સાંપ્રદાયિક રંગ નથી આપતા. તેમણે ઓવૈસીનું નામ લીધા વગર કહ્યું કે, 'આવા નિવેદન આપનાર લોકો પાસે સૈન્ય અંગે પૂરતી જાણકારી નથી હોતી.'

હકીકતમાં ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)પ્રમુખ ઓવૈસીએ મંગળવારે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, 'આતંકી હુમલામાં શહીદ થયેલા 7 લોકોમાં 5 મુસ્લિમ હતા, પરંતુ આમ છતાં કહેવાતા દેશભક્તો મુસલમાનોની દેશભક્તિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.'

લેફ્ટનેન્ટ જનરલ અનબૂએ મીડિયા સાથે વાતચીત કરતા સુંજવાન કેમ્પ સહિત તાજેતરના આતંકી હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'દુશ્મન નાસીપાસ થઈ ગયો છે, જ્યારે તેઓ સરહદ પર નિષ્ફળ જાય છે ત્યારે આર્મી કેમ્પ્સ પર હુમલા કરે છે.'

આ દરમિયાન તેમણે યુવાઓ આતંકી સંગઠન સાથે જોડાઈ રહ્યા હોવાની વાતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. અનબૂએ કહ્યું હતું કે, 'યુવાઓ આતંકવાદીઓ સાથે જોડાઈ રહ્યા છે તે ખરેખરે ચિંતાનો વિષય છે. 2017માં અમારું ફોકસ આતંકીઓના આકાઓને ખતમ કરવાનું હતું. હવે અમે આના ઉપર ધ્યાન આપીશું.'

અનબૂએ યુવાઓ આતંકવાદીઓ સાથે જોડાઈ રહ્યા હોવા અંગે સોશિયલ મીડિયાને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'આતંકી ઘટનાઓના વધારા પાછળ સોશિયલ મીડિયા જવાબદાર છે. મોટી સંખ્યામાં યુવાઓ તેનાથી આકર્ષિત થાય છે. મને લાગે છે કે આપણે આ અંગે પણ વિચારવાની જરૂર છે.'અનબૂએ વધુમાં કહ્યું કે, 'હિઝબુલ મુજાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબા, આ ત્રણેય આતંકી સંગઠનો એકબીજા સાથે જોડાયેલા છે. દેશ સામે હથિયાર ઉપાડનાર તમામ લોકો આંતકી છે, તેમની સામે કડક હાથે કામ લેવામાં આવશે.'
Published by: Vinod Zankhaliya
First published: February 14, 2018, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading