સંબંધોનું ખૂન! પોલીસ કોન્સ્ટેબલે પત્નીનું ગળુ કાપી નાખ્યું, 5 બાળકો પર કર્યો જીવલેણ હુમલો, પછી ટ્રેન નીચે કુદી કર્યો આપઘાત

News18 Gujarati
Updated: May 15, 2021, 8:27 PM IST
સંબંધોનું ખૂન! પોલીસ કોન્સ્ટેબલે પત્નીનું ગળુ કાપી નાખ્યું, 5 બાળકો પર કર્યો જીવલેણ હુમલો, પછી ટ્રેન નીચે કુદી કર્યો આપઘાત
પત્નીની હત્યા કરી આપઘાત કર્યો

પત્નીની હત્યા કર્યા બાદ તેણે પોતાના 5 બાળકો પર પણ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 3ની હાલત ગંભીર છે

  • Share this:
ગાજીપુર : ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં દિલદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉસીયા ગામમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલે (UP Police Head Constable) તેની પત્નીની તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી મોતને ઘાટ ઉતારી દીધી (Murder). આટલું જ નહીં કોન્સ્ટેબલે તેના 5 બાળકો પર જીવલેણ હુમલો પણ કર્યો. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલે ટ્રેન નીચે કપાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ હુમલામાં ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને વારાણસી ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ઉસીયા ગામમાં રહેતો મુનશી યાદવ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ હતો અને હાલમાં તે ફતેહપુર જિલ્લામાં ફરજ પર હતો. તે જાન્યુઆરીમાં રજાઓ પર ઘરે આવ્યો હતો, અને ત્યારથી તે ફરજમાં જોડાયો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હેડ કોન્સ્ટેબલને ચામડીનો રોગ હતો. આ માંદગીના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. લોકોનું કહેવું છે કે આને કારણે જ તેણે આ દર્દનાક ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચોસુરત : Coronaનો કહેર, 'પટેલ પરિવારમાં તો કોઈ ના બચ્યું, ઘરને તાળુ મારવું પડ્યું, મહુવાના ગામડાઓમાં હાલત ખરાબ

ગંભીર હાલતમાં 3 બાળકોને વારાણસી રિફર કરાયા

ગાઝીપુરના એસપી ઓ.પી.સિંહે જણાવ્યું હતું કે, હેડ કોન્સ્ટેબલ મુનશી યાદવે તેની પત્ની રીનાની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરી હતી. આ પછી તેણે પોતાના 5 બાળકો પર પણ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 3ની હાલત ગંભીર છે.

આ પણ વાંચોરાજકોટ : ઘરમાં આગજનીમાં પરણિતાનું મોત, પુત્ર-પુત્રી અને પતિને પણ હોસ્પિટલ પહોંચાડાયા, દુર્ઘટના કે આપઘાત? આ ઘટનાને અંજામ આપ્યા બાદ કોન્સ્ટેબલ ગામની બહાર રેલ્વે પાટા ઉપરથી પસાર થતી ટ્રેનની આગળ કૂદ્યો અને આત્મહત્યા કરી લીધી છે. હાલમાં ગંભીર રીતે ઘવાયેલા બાળકોને વારાણસી સારવાર માટે રિફર કરાયા છે. પોલીસ કેસની કાર્યવાહીમાં લાગી ગઈ છે.
Published by: kiran mehta
First published: May 15, 2021, 8:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading