એક તરફી પ્રેમમાં પાગલ યુવક કુહાડી લઈને લગ્નમાં પહોંચ્યો, દુલ્હાની નજર સાથે દુલ્હનના સેંથામાં ભર્યું સિંદૂર

News18 Gujarati
Updated: May 15, 2021, 1:18 PM IST
એક તરફી પ્રેમમાં પાગલ યુવક કુહાડી લઈને લગ્નમાં પહોંચ્યો, દુલ્હાની નજર સાથે દુલ્હનના સેંથામાં ભર્યું સિંદૂર
લગ્નમાં પહોંચેલો યુવક.

Uttar Pradesh News: જ્યાં સુધી દુલ્હો કંઈ સમજે તે પહેલા યુવકે એવી હરકત કરી દીધી કે તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

  • Share this:
ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના લગ્ન (Marriage)માં એવું તો તાંડવ મચાવ્યું કે અફરાતફરી મચી ગઈ હતી. યુવતી અને તેના દુલ્હા (Groom) સામે જ યુવક કુહાડી (Axe) લઈને પહોંચી ગયો હતો. એટલું જ નહીં, કુહાડી સાથે તેણે યુવતીના સેંથામાં સિંદૂર પૂરી દીધું હતું. જે બાદમાં લોકોએ યુવકને પકડીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે ઘાયલ યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યો છે.

રાત્રે આશરે 11 વાગ્યા હતા. યુવતીના લગ્ન ચાલી રહ્યા હતા અને દુલ્હો અને દુલ્હન એકબીજાને ફૂળમાળા પહેરાવી રહ્યા હતા. આ દરમિયાન દુલ્હો અને દુલ્હન બંને સ્ટેજ પર હતા. બંનેએ એકબીજાને માળા પહેરાવી કે પિપરાઇચનો રહેવાશી યુવક ગોલૂ વિશ્વકર્મા કુહાડી સાથે સ્ટેજ પર પહોંચી ગયો હતો. જે બાદમાં તેણે દુલ્હા સામે કુહાડી તાકી દીધી હતી. જ્યાં સુધી દુલ્હો કંઈ સમજે તે પહેલા યુવકે એવી હરકત કરી દીધી કે તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. યુવકની હરકતથી લગ્નમાં સન્નાટો છવાઈ ગયો હતો. યુવકે દુલ્હાને કુહાડીથી ડરાવીને યુવતીના સેંથામાં સિંદૂર ભરી દીધું હતું. જે બાદમાં લગ્નમાં હંગામો મચી ગયો હતો.

આ પણ વાંચો: સુરતનો વિચિત્ર કિસ્સો: લગ્ન બાદ ગુમ થયેલો પતિ પત્નીના બીજા લગ્ન બાદ અચાનક પ્રગટ્યો, સાળાની પત્નીની છેડતી કરી!

ગામ લોકોએ યુવકની બરાબર ધોલાઈ કરી

યુવકના આવા કૃત્ય બાદ દુલ્હનના પરિવારના લોકો અને ગામ લોકોએ યુવકને પકડી પાડ્યો હતો અને બરાબરનો ફટકાર્યો હતો. જે બાદમાં પોલીસને બોલાવવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચાલી પોલીસે યુવકની ધરપકડ કરી હતી અને તેને હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. આ આખી ઘટના બાદ દુલ્હાએ દુલ્હનને સાથે લઈ જવાનો જ ઇન્કાર કરી દીધો હતો. આ મામલે પંચાયત બેઠી હતી. બીજા દિવસે સમજાવટ બાદ દુલ્હાનો પરિવાર દુલ્હનને સાથે લઈ જવા માટે તૈયાર થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: હની ટ્રેપ મામલે ધરપકડ કરાયેલા મહિલા PIએ સેનિટાઇઝર પી લીધું


હકીકતમાં ખોરાબાર ક્ષેત્રમાં રહેતી યુવતીના લગ્ન દેવરિયા જિલ્લામાં નક્કી થયા હતા. યુવતીના પરિવારના લોકોએ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી હતી. જાન પણ નિર્ધારિત સમયે આવી ગઈ હતી. લગ્નની વિધિ ચાલી રહી હતી. દુલ્હા અને દુલ્હને એકબીજાના ગળામાં માળા પહેરાવી અને સાત જનમ સુધી સાથે રહેવાના વચનો આપ્યા હતા. આ દરમિયાન જ યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ યુવક ત્યાં પહોંચી ગયો હતો અને આવું નાટક કર્યું હતું.
Published by: Vinod Zankhaliya
First published: May 15, 2021, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading