પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીની ગામ લોકોએ કરી પિટાઇ, બંનેની કહાની સાંભળી પોલીસે સ્ટેશનમાં જ કરાવી દીધા લગ્ન

News18 Gujarati
Updated: July 17, 2021, 8:44 PM IST
પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીની ગામ લોકોએ કરી પિટાઇ, બંનેની કહાની સાંભળી પોલીસે સ્ટેશનમાં જ કરાવી દીધા લગ્ન
પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીની પિટાઇ, બંનેની કહાની સાંભળી પોલીસે કરાવી દીધા લગ્ન

આ અનોખા લગ્નની ચર્ચા ચારેય તરફ થઇ રહી છે

  • Share this:
શિવહર, બિહાર : બિહારના શિવહર (Sheohar)જિલ્લામાં એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો તો ગામલોકોના હાથે ઝડપાઇ ગયો હતો. ગામના લોકોએ તેની ઘણી પિટાઇ કરી હતી આ પછી સ્થાનીય પોલીસની પહેલ પર પ્રેમી-પ્રેમિકાના પરિવારોની પરવાનગી પછી બંનેના લગ્ન કરાવી દીધા હતા.

જાણકારી પ્રમાણે ગામમાં પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને ગામના લોકોએ બાંધીને માર માર્યો હતો. આ પછી તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે યુવકને મુક્ત કરાવ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી. જ્યાં મામલો પ્રેમ પ્રસંગનો સામે આવ્યો હતો. પ્રેમી અને પ્રેમિકા બંને વયસ્ક હતા. આ પછી પ્રભારી થાનાધ્યક્ષ મનોજ કુમાર સિંહે બંનેના માતા-પિતાને બોલાવ્યા હતા. સાથે ગ્રામીણોએ પહેલ કરીને બંનેના લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો - વરરાજાના ગળામાં માળા પહેરાવતા સમયે ફાયરિંગ, દુલ્હનને વાગી ગોળી

પોલીસ સ્ટેશનમાં લગ્નની સહમતિ બની હતી. બાજુના ગૌરી શંકર મંદિરમાં પુરોહિતને બોલાવવામાં આવ્યો હતો અને બંનેના લગ્ન કરાવ્યા હતા. આ અનોખા લગ્નની ચર્ચા ચારેય તરફ થઇ રહી છે. અનોખા લગ્નને લઇને પ્રભારી થાનાધ્યક્ષની પહેલની પ્રશંસા કરવામાં આવી રહી છે. પ્રેમી મુન્નાએ પ્રેમિકા સાથે લગ્ન કરાવવા બદલ થાનાધ્યક્ષનો આભાર માન્યો હતો.

આવી રીતે થયો હતો બંને વચ્ચે પ્રેમસીતામઢીના બૈરગનિયા પ્રખંડ નિવાસી મુન્ના કુમારનો એક લગ્ન સમારોહમાં દુમ્મા નિવાસી રિંકુ સાથે સંપર્ક થયો હતો. આ પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. બંને એકબીજાને સંતાઇને મળતા હતા. મુન્ના પોતાની પ્રેમિકાને મળવા દુમ્મા ગામ પહોંચ્યો હતો. જ્યાં પ્રેમિકા સાથે વાત કરતા ગામના લોકોએ જોઈ લીધા હતા. ગામના લોકોએ પ્રેમીની પિટાઇ કરી હતી અને પોલીસના હવાલે કર્યો હતો. આ દરમિયાન પ્રેમી-પ્રેમિકાએ પોતાની પ્રેમ કહાની થાના પ્રભારી મનોજ કુમાર સિંહને કહી હતી. આ પછી થાના પ્રભારીની પહેલ પર બંનેના લગ્ન કરાવ્યા હતા.
Published by: Ashish Goyal
First published: July 17, 2021, 8:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading