25 વર્ષીય પરિણીતાએ ફાંસો લગાવીને જીવ ટૂંકાવ્યું, પરિજનોએ લગાવ્યો દહેજ ત્રાસનો આરોપ

News18 Gujarati
Updated: May 27, 2021, 9:04 AM IST
25 વર્ષીય પરિણીતાએ ફાંસો લગાવીને જીવ ટૂંકાવ્યું, પરિજનોએ લગાવ્યો દહેજ ત્રાસનો આરોપ
દહેજમાં લાખો રૂપિયા અને કારની ડિમાન્ડ પૂરી ન થતાં લગ્ન થયાના થોડા જ દિવસોમાં સાસરિયાઓએ પુત્રવધૂને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું

દહેજમાં લાખો રૂપિયા અને કારની ડિમાન્ડ પૂરી ન થતાં લગ્ન થયાના થોડા જ દિવસોમાં સાસરિયાઓએ પુત્રવધૂને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું

  • Share this:
સુમિત કુમાર, પાણીપત. હરિયાણા (Haryana)ના પાણીપત (Panipat) જિલ્લામાં એક અબળા ફરી દહેજ હત્યા (Dowry Murder)ની બલી ચઢી. પાણીપતના કેમ્પ રમેશનગરમાં પરિણીતાએ ફાંસી લગાવીને જીવનલીલા સંકેલી દીધી. મૃતકના પરિજનોએ દહેજ ત્રાસનો આરોપ લગાવ્યો છે. પરિજનોએ પોલીસમાં સાસરિયા પક્ષની વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ (Police)એ ફરિયાદ નોંધાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાણીપતની જનરલ હૉસ્પિટલ મોકલી આપ્યો છે.

નોંધનીય છે કે, પાણીપતમાં મહિલાઓ પર અત્યાચારના મામલા સતત સામે આવી રહ્યા છે. તાજો મામલો જિલ્લાના રમેશનગરમાં સામે આવ્યો છે. જ્યાં સતત સાસરિયા પક્ષ દ્વારા દહેજ માટે ત્રાસ આપવાથી પરેશાન થઈને 25 વર્ષીય પરિણીતાએ ફાંસી લગાવીને જીવન ટૂંકાવી દીધું છે. મામલાની સૂચના મળતાં જ મૃતકાના પરિજનો પાણીપત પોલીસ પાસે પહોંચી ગયા.

આ પણ વાંચો, 110 KMની સ્પીડથી પસાર થઈ પુષ્પક એક્સપ્રેસ, ચાંદની રેલવે સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી

મૃતકાના પરિજનોએ આરોપ લગાવ્યો કે લગ્ન બાદથી જ તેમની દીકરીને સાસરિયામાં તેના પિયરથી લાખો રૂપિયા અને ગાડી લાવવાની માંગ કરવામાં આવતી હતી. તેની સાથે જ મૃતકા સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી. પહેલા પણ અનેકવાર મૃતકાએ તેની ફરિયાદ પોતાના પરિજનોને કરી હતી. મૃતકાના પરિજનોએ ફરિયાદ નોંધાવીને સાસરિયા પક્ષની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો, લગ્ન પ્રસંગમાં ગયેલી મહિલા સાથે ગેંગરેપ, અર્ધનગ્ન અવસ્થામાં વીજળીના થાંભલા સાથે લટકાવી
આ સમગ્ર મામલા પર ડીએસપી સતીશ કુમારે કહ્યું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષી હશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ફરિયાદ નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાણીપતની જનરલ હૉસ્પિટલમાં મોકલી આપ્યો છે.
Published by: Mrunal Bhojak
First published: May 27, 2021, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading