કોરોના સંક્રમણ બાદ બનતી એન્ટીબોડી નવા વેરિઅન્ટ સામે બેઅસર, સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો


Updated: July 9, 2021, 12:38 PM IST
કોરોના સંક્રમણ બાદ બનતી એન્ટીબોડી નવા વેરિઅન્ટ સામે બેઅસર, સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો
પ્રતીકાત્મક તસવીર

કોરોના સંક્રમણથી બનતી રોગપ્રતિકારક શક્તિના સ્તર, અસરકારકતા અને કેટલા સમય સુધી રહેશે તે બાબત પર આ અભ્યાસ થયો હતો.

  • Share this:
નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે ઇમ્યુનિટી અને રોગપ્રતિકારક શક્તિ (Immunity) જેવા શબ્દો બોલચાલની ભાષામાં સમાઈ ગયા છે. ત્યારે એક સંશોધનમાં સામે આવ્યું છે કે, કોરોના સંક્રમણ લાગ્યા બાદ શરીરમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ સાત મહિના સુધી ટકે છે. પરંતુ આ એન્ટીબોડી (Antibody) વાયરસના વેરિઅન્ટ સામે લડવા સક્ષમ નથી. PLOS મેડિસિનમાં રજૂ થયેલા આ સંશોધનમાં કોરોના સામે રસીકરણ (Corona vaccination)ની મહત્ત્વતા સમજાવાઈ છે. તેમજ કોવિડ વેરિઅન્ટ્સ સાથે તાલમેળ બેસાડી માટે નવી રસી ડીઝાઇનની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો છે.

આ સંશોધનમાં સંશોધકોએ સાત મહિના દરમિયાન કોરોનાની સારવાર કરાયેલા 233 વ્યક્તિઓના સીરમનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સમય જતાં રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ રોગની તીવ્રતા અને વાયરલ વેરિએન્ટ પર આધારીત હોય છે.

વધુમાં ફલિત થયું કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન વિકસિત એન્ટિબોડીઝની અસરકારકતા છ વેરિએન્ટ સામે ઓછી થઈ હતી. જેમાં બીજી લહેર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં તપાસ કરાયેલા લોકોથી લઈ યુકે, બ્રાઝીલ અને સાઉથ આફ્રિકામાં મહામારી ફેલાવવામાં આગળ રહેલા ત્રણ ચિંતાજનક વેરિઅન્ટ હતા.

આ પણ વાંચો: રાધનપુર: પિતાના નિધન બાદ ઉદ્યોગપતિ પુત્રએ મિલકત પચાવી પાડી, માતાને ઘરમાંથી કાઢી મૂક્યા

યુનિવર્સિટી ઑફ સિડનીના એસોસિયેટ પ્રોફેસર ફેબિએન બ્રિલોટે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં પ્રથમ લહેરમાં સંક્રમિત થનાર લોકો પાસેથી ઘણું શીખી શકીએ છીએ. કારણ કે આ લોકો એવા વેરિઅન્ટના કારણે સંક્રમિત થયા હતા જેના પર આપણી રસી આધારિત છે.

તેમણે વધુમાં કહ્યું કે, હાલ સ્વીકૃત થયેલી રસીઓ સારો રિસ્પોન્સ આપી રહી છે, ત્યારે અમારો અભ્યાસ રસીના સતત ડેવલપમેન્ટ અને ખાસ કરીને વેરિઅન્ટની વિવિધતા પર મહત્ત્વ આપવા તરફ પ્રકાશ પાડે છે.આ પણ વાંચો: રાજકોટ: જાણીતા વકીલનું ફેસબુક Live દરમિયાન નિધન, ગીતો સાંભળતા સાંભળતા હાર્ટ એટેક આવી ગયો

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણથી બનતી રોગપ્રતિકારક શક્તિના સ્તર, અસરકારકતા અને કેટલા સમય સુધી રહેશે તે બાબત પર આ અભ્યાસ થયો હતો. આ સાથે જ વાયરસના મ્યુટેશનથી રોગપ્રતિકારક શક્તિ બેઅસર થાય છે કે કેમ તેની તપાસ પણ આવરી લેવાઈ હતી.

સંશોધકોની ટુકડીએ કોરોનના 10 સ્ટ્રેઇન અને સાર્સ કોવ 2 સ્ટ્રેન(D614), આલ્ફા(B117), બીટા(B1351), ગામા(P1) અને ઝેટા(P2) સહિતના વેરિઅન્ટની તપાસ કરી હતી.
First published: July 9, 2021, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading