રિક્ષાચાલકથી કુખ્યાત ગેંગસ્ટર બન્યો હૈદર, પોલીસકર્મીઓને નશીલી બિરયાની ખવડાવી હૉસ્પિટલથી છૂમંતર

News18 Gujarati
Updated: April 18, 2021, 10:57 AM IST
રિક્ષાચાલકથી કુખ્યાત ગેંગસ્ટર બન્યો હૈદર, પોલીસકર્મીઓને નશીલી બિરયાની ખવડાવી હૉસ્પિટલથી છૂમંતર
ગરીબ રિક્ષાચાલકથી શેખ હૈદર કેવી રીતે બન્યો કુખ્યાત ગેંગસ્ટર, કોર્ટ પરિસરમાં જ કરી હતી બુલ્લા શેઠીની હત્યા

ગરીબ રિક્ષાચાલકથી શેખ હૈદર કેવી રીતે બન્યો કુખ્યાત ગેંગસ્ટર, કોર્ટ પરિસરમાં જ કરી હતી બુલ્લા શેઠીની હત્યા

  • Share this:
આનંદ શંકર ઠાકુર દાસ, કેન્દ્રપાડા. શેખ હૈદર, ઓડિશા (Odisha)નો એ ગેંગસ્ટર (Gangster) જેણે હાલમાં હૉસ્પિટલ (Hospital)ના વોર્ડથી ભાગીને સનસની ફેલાવી દીધી છે. જોકે, તે ઘટનાના 6 દિવસ બાદ જ તેની તેલંગાના (Telangana)થી ધરપકડ કરવામાં આવી. નોંધનીય છે કે, હત્યા (Murder) અને અપહરણ (Kidnapping) જેવા અપરાધોના માધ્યમથી આતંક મચાવનારો આ શખ્સ એક સમયે પોતાનું ગુજરાન ચલાવવા રિક્ષા ચલાવતો હતો. જેલ પહોંચતા પહેલા શાનદાર જીવન જીવનારા હૈદરની પાસે આ સુવિધાઓ અપરાધના રસ્તેથી જ આવી હતી.

ઓડિશાના કેન્દ્રપાડામાં જન્મેલો હૈદર 1980ના સમયગાળામાં રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો. કેન્દ્રપાડા શહેરના 66 વર્ષના એક નિવૃત્ત શિક્ષક રાબી પાટી અનુસાર, શેખ હૈદર ગરીબ હતો અને તેના પરિવારના ભરણપોષણ અને કમાવવા માટે રિક્ષા ચલાવતો હતો. પરંતુ તે સ્થાનિક અપરાધી રબિનની સાથે સંપર્ક આવતા તેનો અપરાધની દુનિયામાં પ્રવેશ થયો અને ગેંગસ્ટરોની વચ્ચે તેનું કદ વધવા લાગ્યું.

આ પણ વાંચો, અહીં સરકાર દરેકના ઘરે મોકલી રહી છે 2 ચડ્ડી! જમીનમાં દાટવા માટે 2 હજાર સફેદ Underwear, જાણો કારણ

તે રબિન હતો, જેણે ટીટો (સૈયદ ઉસ્માન અલી), સુલેમાન અને હૈદરને ગુનાના પાઠ ભણાવ્યા હતા. આ ત્રણેય બાદમાં મોટા ગેંગસ્ટર બન્યા. ટીટો અનેક વર્ષોથી જેલમાં છે. કેન્દ્રપાડાના વરિષ્ઠ વકીલ પ્રદીપ દાસ જણાવે છે કે, જ્યારે ટીટો, સુલેમાન અને હૈદર રબિન પાસેથી અપરાધના પાઠ શીખી રહ્યા હતા, તો તેમને વચ્ચે દુશ્મની ઊભી થઈ, જે રબિનના ઘરની પાસે જ તેની હત્યાનું કારણ બની. અહીંથી ટીટો ગેંગની લીડર બન્યો. બાદમાં ત્રણેયની વચ્ચે દુશ્મનની હોવાના કારણે સુલેમાનની હત્યા થઈ.

આ પણ વાંચો, અચાનક પાણીને બદલે નદીમાં વહેવા લાગ્યું દૂધ, તપેલી-ડોલ લઈને લોકો દોડી પડ્યા

હૈદર ત્યારે કુખ્યાત થઈ ગયો હતો જ્યારે તેણે 1991માં અપરાધી બુલ્લા શેઠીની કેન્દ્રપાડા કોર્ટ પરિસરમાં હત્યા કરી. બાદમાં 1997માં તે પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થઈ ગોય. તે અને ટીટો 1999માં ફરી એકવાર સાથે આવ્યા, પરંતુ સરકારી કોન્ટ્રાક્ટને લઈને વિવાદ બાદ બે વર્ષની અંદર ફરી અલગ થઈ ગયો. મે 2005માં હૈદરના સાથીઓએ સુલેમાનના નાના ભાઈની હત્યા કરી દીધી. આ મામલામાં હૈદરને જેલ થઈ. માર્ચ 2011માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

પોલીસને વારંવાર જેલ બદલવી પડી

પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે પોલીસ અને જેલ વિભાગે હૈદરને સમયાંતરે જુદી જુદી જેલમાં રાખવી પડતો હતો. પોલીસે હૈદરનું નેટવર્ક તોડવા આ પગલું ભર્યું હતું. તેને ગત મહિને દુખાવાની ફરિયાદ કરતાં કટકની એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીંથી તે 10મી એપ્રિલે બિરયાનીમાં નશીલી દવા ખવડાવીને ભાગી ગયો હતો. આ કેસમાં 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓડિશા અને તેલંગાણા પોલીસે હૈદરને પકડવા માટે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી.
Published by: Mrunal Bhojak
First published: April 18, 2021, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading