દેશની રાજધાની દિલ્હીમાં થશે લૉકડાઉન? CM કેજરીવાલે વ્યક્ત કરી ચિંતા

News18 Gujarati
Updated: April 11, 2021, 12:09 PM IST
દેશની રાજધાની દિલ્હીમાં થશે લૉકડાઉન? CM કેજરીવાલે વ્યક્ત કરી ચિંતા
ફાઇલ તસવીર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાની એક ખતરનાક લહેર ચાલી રહી છે.

  • Share this:
દેશની (India) રાજધાની દિલ્હીમાં (Delhi) ફરી એકવાર કોરોના (coronavirus) બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસોએ સરકારની સાથે સામાન્ય લોકોની પણ ચિંતા વધારી દીધી છે. રાજધાનીમાં કોરોના સંક્રમણનો આ આંકડો સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ લૉકડાઉનની અટકળો પણ ચર્ચાવવા લાગી છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejrival) ચિંતા વ્યક્ત કરી છે.

કોરોનના કહેર અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાની એક ખતરનાક લહેર ચાલી રહી છે. દિલ્હી સરકાર લૉકડાઉન લાદવા માંગતી નથી, પરંતુ કાલે મજબૂરી હેઠળ કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આજે જે રિપોર્ટ આવ્યો છે તેમાં 24 કલાકમાં 10,732 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. લોકોને અપીલ છે કે, ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે.

COVID-19: દેશમાં બેકાબૂ થયો કોરોના, 24 કલાકમાં આવ્યાં દોઢ લાખથી વધારે કેસ, 839 લોકોનાં મોત

કેજરીવાલે કહ્યું કે, હું લૉકડાઉનની તરફેણમાં નથી. કોઈપણ સરકારે ત્યારે જ લોકડાઉન કરવું જોઈએ જ્યારે હૉસ્પિટલોની વ્યવસ્થા ભાંગી પડે. તમારા સહકારની જરૂર છે. જો દિલ્હીની હોસ્પિટલો ઓછી પડે તો પછી બની શકે કે, દિલ્હીમાં લૉકડાઉન કરવું પડે. અમે કેન્દ્રને અનેક વખત રસીકરણ પરના તમામ પ્રતિબંધોને દૂર કરવા જણાવ્યું છે. અમે બેથી ત્રણ મહિનામાં તમામ દિલ્હીવાસીઓને રસી લગાડાવી દઇશું.

Tika Utsav: આજથી દેશમાં શરૂ થયો 'ટીકા ઉત્સવ', PM મોદીએ લોકોને કર્યા ચાર આગ્રહ

કેજરીવાલે કહ્યું કે, એક તરફ કોરોનાને ફેલાતા અટકાવવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ, દર્દીઓ હૉસ્પિટલમાં જાય છે, તો તેઓને વધુ સારી સારવાર મળી રહેવી જોઇએ. નવેમ્બર 2020માં મહત્ત્મ 8500 કેસો હતા પરંતુ હવે આ વખતે તમામ રેકોર્ડ પણ તૂટી ગયા છે.નોંધનીય છે કે, કોરોનાનો કહેર વધતા દિલ્હીમાં નાઈટ કર્ફ્યુ ઉપરાંત કેટલાક વધુ પ્રતિબંધો પણ અમલી કરવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે દિલ્હીમાં તમામ પ્રકારની સામાજીક, રાજકીય, રમતની, ધાર્મિક સભાઓ વગેરે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં અંતિમ સંસ્કાર વિધિ માટે મહત્તમ 20 લોકો જ સામેલ થઈ શકશે. જ્યારે લગ્નોમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી અપાશે. આ સાથે દિલ્હીમાં તમામ શાળા, કોલેજીસ અને કોચિંગ સેન્ટર બંધ રહેશે. ઓનલાઈન ક્લાસને પ્રોત્સાહન આપવામાં આવશે.
Published by: Kaushal Pancholi
First published: April 11, 2021, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading