શ્રીનગરમાં આતંકી હુમલો, ઈન્સ્પેક્ટર સહિત 4 ઘાયલ, સેનાનું ઓપરેશન ચાલુ

News18 Gujarati
Updated: January 26, 2022, 6:38 PM IST
શ્રીનગરમાં આતંકી હુમલો, ઈન્સ્પેક્ટર સહિત 4 ઘાયલ, સેનાનું ઓપરેશન ચાલુ
પ્રતિકાત્મક તસવીર

ગણતંત્ર દિવસ પહેલા જ મંગળવારે આતંકીઓએ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના શ્રીનગર (Srinagar) પર ગ્રેનેડથી હુમલો (Grenade attack) કર્યો હતો. આ હુમલામાં એક ઇન્સ્પેક્ટર સહિત ચાર નાગરિકો ઘાયલ થયા છે.

  • Share this:
શ્રીનગરઃ ગણતંત્ર દિવસ પહેલા જ મંગળવારે આતંકીઓએ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના શ્રીનગર (Srinagar) પર ગ્રેનેડથી હુમલો (Grenade attack) કર્યો હતો. આ હુમલામાં એક ઇન્સ્પેક્ટર સહિત ચાર નાગરિકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. આ હુમલાએ નજીકની દુકાનો અને શો રૂમના કાચ તોડી નાખ્યા હતા. આ હુમલો શ્રીનગરના હરિ સિંહ હાઈ સ્ટ્રીટ (Hari Singh High Street) પર થયો છે. આ હુમલા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને હજુ સુઘી લીધી નથી.

પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોની ઓળખ મોહમ્મદ શફી, તેની પત્ની તન્વીરા, અન્ય એક મહિલા અસ્મત અને પોલીસ ઇન્સ્પેક્ટર તનવીર અહેમદ તરીકે થઈ છે. આ પહેલા 16 જાન્યુઆરીએ જૂના શ્રીનગર શહેરના સરાફ કદાલ વિસ્તારમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી અને એક નાગરિક ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યું

પ્રજાસત્તાક દિનની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારે થયેલા હુમલા બાદ સુરક્ષા દળોના જવાનોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોના હાથમાં કોઈ આતંકવાદી હજુ સુઘી આવ્યો નથી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોલીસ સતત એલર્ટ મોડ પર છે. તાજેતરમાં પોલીસે શહેરમાં ચેકિંગ પોઇન્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. જેથી આંતકી સંગઠનોને પકડી શકાય અને આંતકી પ્રવૃતિ અટકાવી શકાય.ઉલ્લેખનીય છે કે , જમ્મુ કાશ્મીરમાં શોપિયાં જિલ્લામાં પણ શનિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું છે. જણાવવામાં આવી રહ્યું હતું કે કિલબલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષાદળોએ ગત ગુરુવારે બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના એક આતંકીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ-kutch news: ગાંધીધામના કાર્ગો પાસે ટ્રક નીચે છકડો ચગદાયો, ત્રણના કમકમાટી ભર્યા મોત

તાજેતરમાં જ ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ગણતંત્ર દિવસ પહેલા મોટી આતંકી ગતિવિધિઓને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે લશ્કર અને અલ-બદર કાશ્મીરમાં આતંકવાદી ઘટનાની યોજના બનાવી રહ્યા છે. ત્યાર બાદ આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા કાશ્મીર ઉપરાંત રાજધાની દિલ્હી પણ આ ઘટનાને લઈને એલર્ટ પર છે.
Published by: Riya Upadhay
First published: January 26, 2022, 6:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading