Live Video: લોકો દેખતા રહ્યા ને યુવતીએ લગાવી તળાવમાં છલાંગ, બહેનને તડપતી જોઈ ભાઈ પણ કુદ્યો, અને પછી...

News18 Gujarati
Updated: May 15, 2021, 10:11 PM IST
Live Video: લોકો દેખતા રહ્યા ને યુવતીએ લગાવી તળાવમાં છલાંગ, બહેનને તડપતી જોઈ ભાઈ પણ કુદ્યો, અને પછી...
યુવતીએ તળાવમાં લગાવી છલાંગ

નિકિતાને પરિવાર સાથે કંઈક બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી તે ગુસ્સે થઈ ગઈ અને તે કહ્યા વગર જ ઘરની બહાર નીકળી તળાવે પહોંચી ગઈ

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં વીઆઈપી રોડ પર એક યુવતી તળાવમાં કૂદી પડતાં હાહાકાર મચી ગયો હતો. પાછળથી ભાઈ આવ્યો અને બહેનને પાણીમાં તડપતી જોઈ તે પણ તળાવમાં કૂદી પડ્યો અને બહેનને બચાવી લીધી. આ દરમિયાન ડાઇવર્સ બોટ સ્થળ પર આવી પહોંચી અને બંનેને બહાર કાઢ્યા. યુવતીને હમીદિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

તલૈયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડી.પી.સિંહે જણાવ્યું હતું કે, એરપોર્ટ વિસ્તારમાં રહેતી નિકિતા મીનાને પરિવાર સાથે કંઈક બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી તે ગુસ્સે થઈ ગઈ અને તે કહ્યા વગર જ ઘરની બહાર આવી ગઈ. તેણે કહ્યું કે ઘર છોડ્યા બાદ નિકિતાનો ભાઈ પણ તેની પાછળ તેને શોધવા નીકળી ગયો હતો.

આ પણ વાંચોસુરત : Coronaનો કહેર, 'પટેલ પરિવારમાં તો કોઈ ના બચ્યું, ઘરને તાળુ મારવું પડ્યું, મહુવાના ગામડાઓમાં હાલત ખરાબ

બોટ ચલકોએ બંનેને બહાર કાઢ્યા

સિંહે કહ્યું કે, જ્યારે યુવતી વીઆઈપી રોડ પરના મોટા તળાવમાં કૂદી પડી ત્યારે તેનો ભાઈ પણ પાછળથી તેને બચાવવા કૂદી ગયો હતો. તે યુવક થોડુ તરવાનું જાણતો હતો. તેથી તેણે તેની બહેનનો જીવ બચાવ્યો. સ્થળ પર મ્યુનિસિપલ બોટ ડાઇવર્સ તૈનાત હતા તેથી જાન હાની ટળી છે. આ સંપૂર્ણ દૃશ્ય જોઇ તુરંત ટીમ તેની બોટ સાથે ઘટના સ્થળે પહોંચી અને બંનેને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

ઘટનાને નજરે જોનાર લોકોએ વીડિયો બનાવ્યો

આ નજારો જોઇને વીઆઈપી રોડ પર થોડા સમય માટે હાહાકાર જેવી સ્થિતિ થઈ હતી. પસાર થતા લોકોએ યુવતીને બચાવવા માટે બુમો પાડવાનું શરૂ કર્યું. કોઈકે આખી ઘટનાનો વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં નિકિતા તળાવમાં ડૂબતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેનો ભાઈ તળાવમાં કૂદી ગયો હતો.

આ પણ વાંચોઆનંદો! ભારતીય મોસમ વિભાગનું પૂર્વાનુમાન, કેરળમાં 31મેના ચોમાસાની થશે શરૂઆત, જાણો - કેવું રહેશે ચોમાસુ?

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે નિકિતાને હમીડિયા હોસ્પિટલમાં દાખલ કરી છે. પોલીસ અધિકારીઓ નિકિતાનું વધુ નિવેદન નોંધી રહ્યા છે. પરિવાર સાથે કેવો વિવાદ થયો, ભાઈ સાથે કઈ બાબતે ઝઘડો થયો, શું વિવાદ થયો, આ ઘણા પ્રશ્નો છે, જેના જવાબો નિકિતાના નિવેદન પછી જ જાહેર થશે.
Published by: kiran mehta
First published: May 15, 2021, 7:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading