આ ગામમાં કોરોનાનો કોઇ કેસ આવ્યો નથી, ગામના લોકોએ કેવી રીતે કર્યું મેનેજ?

News18 Gujarati
Updated: May 15, 2021, 6:24 PM IST
આ ગામમાં કોરોનાનો કોઇ કેસ આવ્યો નથી, ગામના લોકોએ કેવી રીતે કર્યું મેનેજ?
આ ગામમાં કોરોનાનો કોઇ કેસ આવ્યો નથી, ગામના લોકોએ કેવી રીતે કર્યું મેનેજ?

ગામમાં 45 પ્લસના 338 લોકોમાંથી 325 લોકોનું વેક્સીનેશન થઇ ગયું છે, વેક્સીનેશન અને સતર્કતાનું જ પરિણામ છે કે 1465 લોકોની વસ્તીવાળા ગામમાં એકપણ વ્યક્તિને કોરોના થયો નથી

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશમાં કોરોના મહામારીના હાહાકાર વચ્ચે એક એવું ગામ છે જ્યાં કોરોનાનો એકપણ દર્દી નથી. આ ગામ સાગર જિલ્લાનું જનકપુર છે. આ ગામ કેસલી બ્લોકમાં આવેલું છે. ગામના લોકોએ ઐતિહાસિક નિર્ણય કરતા આખા ગામને સીલ કરી દીધું છે. આટલું જ નહીં અહીં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનાર દંડ પણ ભરે છે.

જનકપુર ગામના ગ્રામ પંચાયતના સહાયક સચિવ ભરત સિંહ લોધીએ જણાવ્યું કે સાગરમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતા જનકપુર ગામના લોકોએ એક બેઠક બોલાવી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે હવે ગામમાં કોઇ આવશે નહીં અને કોઇ બહાર જશે નહીં. ગામના લોકોએ જાતે જ કોરોના કર્ફ્યૂ લગાવી દીધું અને ઘરમાં કેદ થઇ ગયા હતા. જેનું પરિણામ એ આવ્યું કે અત્યાર સુધી અહીં એકપણ કોરોના પોઝિટિવ દર્દી આવ્યો નથી.

આ પણ વાંચો - ગજબ : જે કોરોના દર્દીને ગુજરાતના નકલી રેમડેસિવીર ઇન્જેક્શન લાગ્યા, તેમાંથી 90% સ્વસ્થ થયા

આ રીતે એક્ટિવ રહે છે ગામના લોકો

જનકપુર ગ્રામ પંચાયતે માસ્ક લગાવ્યા વગર ઘરની બહાર નીકળનાર સામે 20 રૂપિયાનો દંડ નક્કી કર્યો છે. ગામમાં જન ઔષધી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. અહીં ગામના લોકો રોજ નાષ લેવા આવે છે. ગામની બહાર જતા બધા રસ્તા પર અલગ-અલગ શિફ્ટમાં ગામના લોકો દ્વારા ચોકી રાખવામાં આવે છે.
45+ નું થઇ ગયું છે વેક્સીનેશન

જનકપુર ગ્રામ પંચાયતના સહાયક સચિવ ભરત સિંહ લોધીએ કહ્યું હતું કે 45 પ્લસના 338 લોકોમાંથી 325 લોકોનું વેક્સીનેશન થઇ ગયું છે. જેમાં મોટી સંખ્યામાં વૃદ્ધો સામેલ છે. વેક્સીનેશન અને સતર્કતાનું જ પરિણામ છે કે 1465 લોકોની વસ્તીવાળા ગામમાં એકપણને કોરોના થયો નથી. અમારું ગામ કોરોના મુક્ત ગામ છે.
Published by: Ashish Goyal
First published: May 15, 2021, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading