તેલંગાણા બાદ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રેડ અલર્ટ જાહેર

News18 Gujarati
Updated: October 15, 2020, 7:44 AM IST
તેલંગાણા બાદ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રેડ અલર્ટ જાહેર
મુંબઈના ભાયખલા, હિન્દમાતા, કુર્લા, કિંગ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા

મુંબઈના ભાયખલા, હિન્દમાતા, કુર્લા, કિંગ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા

  • Share this:
નવી દિલ્હીઃ તેલંગાણા (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં બુધવારે ભારે વરસાદના કારણે ઊભી થયેલી પૂર જેવી પરિસ્થિતિના વીડિયો અને તસવીરો સામે આવી હતી. બુધવારે તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદના કારણે બનેલી અલગ-અલગ ઘટનાઓમાં 31 લોકોનાં મોત થયા છે. તેલંગાણાની સાથે જ હવે મહારાષ્ટ્ર (Maharashtra Rain Alert) ના અનેક હિસ્સાઓમાં વરસાદે કહેર ફેલાવાનું શરૂ કરી દીધું છે. મુંબઈ (Mumbai Rain) અને પુણેમાં બુધવારની આખી રાત વરસાદ પડ્યો. ગુરુવારે મુંબઈ સહિત અન્ય શહેરો માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઇમાં બુધવાર રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સાયન પોલીસ સ્ટેશન અને કિંગ્સ સર્કલની પાસે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. તેની સાથે જ મુંબઈના ભાયખલા, હિન્દમાતા, કુર્લા સહિતના અનેક વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. બુધવારથી મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે સહિત બીજા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુરૂવારે ઉત્તર કોંકણની સાથે મુંબઈ અને થાણે માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો, Unlock-5: 7 મહિના બાદ આજથી ખુલી રહ્યા છે સિનેમા હૉલ, મૂવી જોતાં પહેલા જાણી લો આ નિયમ

હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે કોંકણ અને ગોવાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કર્ણાટકના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે સિસ્ટમ સેન્ટરની આસપાસ અને મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને તેની નજીકના ઉત્તર કર્ણાટકમાં આગામી 12 કલાક દરમિયાન પવન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફુંકાવાની શક્યતા છે અને બાદમાં તેની ઝડપ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

આ પણ વાંચો, ‘તાનાજી’ની સાથે જ આ 5 ફિલ્મો ફરીથી થઈ રહી છે રિલીઝ, અહીં જુઓ LIST

IMD અનુસાર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ શકે છે. 16 ઓક્ટોબરની સાંજે તે વધીને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
Published by: Mrunal Bhojak
First published: October 15, 2020, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading