ભત્રીજાની હત્યા કરીને જેલ ગયો, 10 વર્ષની સજા કાપી, બહાર આવ્યો તો સાળીની હત્યા કરી

News18 Gujarati
Updated: October 15, 2021, 3:41 PM IST
ભત્રીજાની હત્યા કરીને જેલ ગયો, 10 વર્ષની સજા કાપી, બહાર આવ્યો તો સાળીની હત્યા કરી
આરોપીએ કુહાડી મારીને હત્યા (Murder)કરી દીધી

Crime News- મહિલાની હત્યાનો કેસ (Murder case) પોલીસે થોડાક દિવસોની અંદર જ ઉકેલી નાાખ્યો

  • Share this:
રાયગઢ, છત્તીસગઢ : કોતરારોડ સ્ટેશન ક્ષેત્રના ગોરખામાં થયેલી મહિલાની હત્યાનો કેસ (Murder case) પોલીસે થોડાક દિવસોની અંદર જ ઉકેલી નાાખ્યો છે. આરોપી બીજો કોઇ નહીં પણ તેનો જીજાજી જ નીકળ્યો છે. પોલીસે (Police)નવાગઢીથી તેની ધરપકડ કરીને જેલ મોકલી દીધો છે. હત્યાનું કારણ આરોપીએ રોજરોજની કહાસુની અને પત્નીને ભડકાવી દંપત્તિ વચ્ચે દરાર પેદા કરવાની ગણાવી છે. ગુસ્સેમાં આવીને તેણે કુહાડી મારીને હત્યા (Murder)કરી દીધી હતી.

કોતરારોડ સ્ટેશન ક્ષેત્રના ગોરખામાં ત્રણ દિવસ પહેલા સોમવારે લગભગ 6 કલાકે 45 વર્ષીય મીરા ગુરુમની હત્યા તેના જ ઘરમાં કોઇ અજાણ્યા વ્યક્તિએ ધારદાર હથિયારથી કરી દીધી હતી. સૂચના મળવાથી પોલીસ અને ડોગ સ્ક્વોડ, એફએસએલ, સાઇબરની ટીમ ઘટના પર પહોંચી અને અજાણ્યા આરોપીને શોધવા તપાસ કરી હતી. ઘટનાના દિવસે મહિલા એકલી હતી. મૃતિકાની પુત્રી ચંદ્રપુર માતા ચંદ્રહાસનીના દર્શને ગઈ હતી. પુત્ર પોતાના કામ પર ગયો હતો. મહિલાનો પતિ થોડા દિવસો પહેલા જ પોતાની નાની પુત્રી સાથે પોતાના વતન નેપાળ ગયો હતો. તેની જાણકારી આરોપી પૂર્ણચંદ્ર જયપુરિયાને હતી. જેનો ફાયદો ઉઠાવીને ઘર પર રહેલી સાળીને હત્યા કરીને ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો - સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતી હતી પત્ની, પતિએ પિટાઇ કરતી તો પોતાને આગ લગાડી દીધી

પોલીસે મૃતિકાની બહેનના પતિની નવાગઢીથી ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. જેના કારણે તે તુટી ગયો હતો અને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપીએ જણાવ્યું કે થોડાક વર્ષો પહેલા તેણે જમીન વિવાદમાં પોતાના ભત્રીજાની હત્યા કરી નાખી હતી. જેમાં તેને 10 વર્ષની સજા થઇ હતી અને તે ઓરિસ્સાની જેલમાં બંધ હતો. આ દરમિયાન આરોપીએ પોતાના ખેતરને 10 હજાર રૂપિયામાં ગીરવી રાખીને પૈસા પત્નીને આપ્યા હતા. જેલમાં રહેતો હતો તે દરમિયાન છાલ બનાવીને કેટલાક પૈસા કમાતો હતો. તે પૈસા પત્ની અને બાળકોને જેલમાં મુલાકાત દરમિયાન દેતો હતો.

આરોપીએ કહ્યું કે પતરાપાલીમાં રહેતા સમયે પત્ની અને બાળકો મને છોડીને ગોરખામાં મારી સાળી પાસે રહેતા હતા. જેલમાંથી છૂટ્યા પછી તેમને મળવાનો પ્રયત્ન કર્યો હતો પણ પત્ની અને બાળકો મને તેમની પાસે રાખવા માટે તૈયાર થયા ન હતા. આરોપીનું કહેવું છે કે મૃતક મીરા ગુરુંગ મારી પત્ની અને બાળકોને મારા વિરુદ્ધ ભડકાવતી હતી. આ કારણે મારી પત્ની અને બાળકો મારી સાથે રહેવા તૈયાર ન હતા. હું આમથી તેમ ભટકતો હતો. જેના કારણે હત્યા કરી નાખી હતી.
Published by: Ashish Goyal
First published: October 15, 2021, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading