Opinion: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચુંટણીથી રાજકીય વર્ગ માટે મહત્વનો બોધપાઠ

News18 Gujarati
Updated: March 3, 2021, 7:01 PM IST
Opinion: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચુંટણીથી રાજકીય વર્ગ માટે મહત્વનો બોધપાઠ
પ્રતિકાત્મક તસવીર

આ જનાદેશના માધ્યમથી ગુજરાતના લોકોએ અનેક પ્રકારના સંદેશા આપ્યા છે. પહેલો સૌથી મોટો સંદેશ છે કે ગુજરાત નરેન્દ્ર મોદીની સાથે એક મોટા પહાડની જેમ ઊભું છે. નરેન્દ્ર મોદી માટે સમર્થન સતત વધી રહ્યું છે.

  • Share this:
જપન કે પાઠકઃ ગુજરાતની જનતા (Gujarat people) તરફથી પાછલી વખત કોંગ્રેસ (Gujarat Congress) માટે 1985 અને 2015માં કરવામાં આવેલા મતદાન ઉપર નજર કરીએ તો આ પાર્ટી માટે અનેક સકારાત્મક વલણ વાળી રહી હતી. પરંતુ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી (Narendra modi) કેન્દ્રમાં ગયા અને રાજ્યની રાજનીતિમાં (state politics) એક મોટો ખાલીપો છોડી ગયા હતા. જુલાઈ-ઓગસ્ટ 2015માં પાટીદાર આંદોલને બીજેપી અને તેમના સૌથી મજબૂત સમર્થન વચ્ચે એક મોટું અંતર ઊભું કરી દીધું હતું. આ સંદર્ભમાં કોંગ્રેસે ગ્રામીણ ગુજરાતમાં પોતાની પકડ બનાવી લીધી હતી અને બીજેપીના માર્જીનને શહેરી ગુજરાતમાં પણ ઓછું કરી દીધું હતું.

રાજકોટમાં જ્યાં બીજેપીએ 1980ના દશકમાં પહેલીવાર જીત નોંધાવી હતી. જ્યાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે પ્રતિસ્પર્ધા જોવા મળી હતી. તાલુકા પંચાયત ચુંટણીમાં કોંગ્રેસને 134 સીટો ઉપર જીત મળી હતી જ્યારે બીજેપીને 67 સીટોથી જ સંતોષ માનવો પડ્યો હતો. જિલ્લા પંચાયતની વાત કરીએ તો કોંગ્રેસનો પરચમ 24થી વધારે મુખ્યાલયો ઉપર લહેરાયો હતો. જ્યારે બીજેપીને માત્ર 6 જિલ્લા મુખ્યાલયો ઉપર જીત મળી હતી.

ત્યારબાદ 2017ની ગુજરાત વિધાનસભા ચુંટણી (Gujarat Assembly Election) આવી. જેમાં કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારોમાંથી વધારે સીટો જીતતા કુલ 77 સીટો જીતી હતી. પાર્ટીએ 2015ની સ્થાનિક ચુંટણીનો ફાયદો 2017ની વિધાનસભાની ચુંટણીમાં વધતો દેખાયો હતો. પરંતુ હવે ગુજરાતમાં 2021ના સ્થાનિક ચુંટણી પછી ગ્રામીણ અને શહેરી ગુજરાતમાં કોંગ્રેસની લાંબા સમય સુધી વાપસીની આશા તુટીદી દેખાઈ રહી છે. શહેરી ગુજરાતના ચુંટણી પરિણામ મોટાભાગે અપેક્ષાઅનુસાર હતા. પરંતુ આનું અંતર બીજેપીના વિચાર કરતા પણ વધારે હતું. બીજેપીનું વર્ચસ્વ સંપૂર્ણ પણે રાજકોટ, અમદાવાદ, ભાવનગર, વડોદરા અને જામનગરમાં જોવા મળ્યું હતું. સુરતમાં બીજેપીએ પોતાની હારને પલટીને શાનદાર ફાયદો કમાઈ. બીજેપીએ કોંગ્રેસ તરફથી હડપવામાં આવેલી સીટો કરતા 10 ગણી વધારે જીત નોંધાવી હતી.

આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

પરંતુ ગ્રામીણ સ્થાનિક સ્વરાચની ચુંટણીમાં વધારે ધ્યાન આપવાની જરૂરત છે. કોંગ્રેસ બધી જિલ્લા પંચાયતોમાં સંપૂર્ણ પણ સાફ થઈ ગઈ છે. સાથે સાથે તાલુકા પંચાયતોમાં પણ તેનું પ્રદર્શન ઓછું થયું છે. આ જનાદેશના માધ્યમથી ગુજરાતના લોકોએ અનેક પ્રકારના સંદેશા આપ્યા છે. પહેલો સૌથી મોટો સંદેશ છે કે ગુજરાત નરેન્દ્ર મોદીની સાથે એક મોટા પહાડની જેમ ઊભું છે. નરેન્દ્ર મોદી માટે સમર્થન સતત વધી રહ્યું છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ પણ નકારાત્મક અભિયાન પણ આ સમર્થન જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઉદાહરણ તરીકે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી તરફથી સતત કરવામાં આવેલા નિવેદનબાજી. આ પ્રકારની નિવેદનબાજીની ગુજરાત ઉપર કોઈ અસર નહીં થાય.પરંતુ એક બીજો મહત્વપૂર્ણ સંદેશ એ છે કે ગુજરાતના લોકોની નજરમાં કોંગ્રેસ પાર્ટી તરીકે શાસન કરવામાં નિષ્ફળ રહી છે. 2015 અને 2017માં મળેલી જીતે કોંગ્રેસને એક વૈકલ્પિક નેતૃત્વની સાથે-સાથે એક વિકાસ મોડલ તૈયાર કરવા માટે પર્યાપ્ત મોકો આપ્યો. જે બીજેપીને તેનાથી અલગ કરી દેખાડી શકતો હતો.

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

પાયાના સ્તરના મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાના બદલે કોગ્રેસે પીએમ મોદી અને બીજેપી વિરુદ્ધ નકારાત્મક અભિયાન ચલાવવાની પ્રાથમિક્તા આપી અને અંગત હુમલાઓ કર્યા. જ્યારે કોઈ પાર્ટી પાસે કોઈ દાવ ન હોય ત્યારે આ યોગ્ય છે. પરંતુ જ્યારે એ પાર્ટી પાસે કામ કરવાનો અવરસ હતો ત્યારે લોકો તરફથી આ પ્રકારની ચીજો પસંદ ન કરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્યોને પણ પોતાના વિસ્તારમાં પહોંચ ન હતી. જેમાં કોઈ આશ્ચર્ય નથી કે અમરેલી જેવા જિલ્લામાં જ્યાં 2015-2017માં બીજેપી હારી હતી. ત્યાં બીજેપીએ ફરીથી જીત નોંધાવી છે. અમરેલી મોટાભાગે ગ્રામીણ અને પાટીદાર વસ્તીવાળો જિલ્લો છે.

ગુજરાતે એ દેખાડ્યું છે કે અભિયાનો દરમિયાન રાજનીતિક બયાનબાજીને અભિયાનોના સમયમાં જમીની સ્તરના કામથી સમર્થિત હોવી જોઈએ. 2015નો ઝાટકો બીજેપીને જગાડવા માટે પર્યાપ્ત હતો. તેણે પોતાની કાર્યશૈલીને સંપૂર્ણ પણે ઠીક કરી હતી. પાર્ટીના શહેરી નેતાઓ રસ્તાઓ ઉપર વધારે સક્રિય રૂપથી દેખાવા લાગ્યા હતા. ગ્રામીણ નેતાઓ પણ ગામ ગામ જઈને પાર્ટી તરફથી કરેલા વિકાસના કામોની વાતોને જણાવવા લાગ્યા હતા.

આમાં એક સંદેશ એ પણ છે કે ગુજરાત કૃષિ કાયદાને કેવી રીતે દેખે છે. કારણ કે ગ્રામીણ ગુજરાતમાં વિશેષ રુપથી અનેક નાના ખેડૂતો છે. ભારતના સૌથી મોટા ખેડૂત નેતાઓ પૈકીના એક સરદાર પટેલથી પ્રેરિત થઈને ગુજરાતના ખેડૂત ખેતીમાં નવી ટેકનીકોને અપનાવવા માટે હંમેશા પ્રગતિશીલ અને ઈચ્છુક રહ્યા છે. ગુજરાત કોઓપરેટિવ ક્ષેત્રોને અપનાવનારું આ પહેલા રાજ્યો પૈકી એક હતું. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છ અને બનાસકાંઠા જેવા સુખાગ્રસ્ત જિલ્લામાં કૃષિ ક્ષેત્રમાં અને ઉપલબ્ધીઓ હાંસલ કરી હતી. અહીં તત્કાલીન સીએમ (નરેન્દ્ર મોદી)ના પ્રયાસોનું જ પરિણામ હતું કે ગુજરાતમાં ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિગમાં ખૂબ જ સફળતા મળવી હતી. જેમાં સારી બજાર પહોંચ અને સિંચાઈ માટે સરળ પહોંચ સહિતની અનેક વસ્તુઓનો સમાવેશ છે. એટલા માટે ગુજરાતમાં કૃષિ કાયદા વિરોધી આંદોલન કામ ન કરી શક્યું.

મને એવું લાગે છે કે દરેક જીત પાછળ મોદી લહેર બતાવનારા સમર્થક અને આલોચક બહેતરીન સંગઠન નિર્માતાના રૂપમાં તેમનું યોગદાનને નજરઅંદાજ કરી દે છે. આ તેમના કાર્યોનું જ પરિણામ છે કે તેમના કેન્દ્રીય રાજનીતિમાં ગયાને સાત વર્ષ પછી પણ ગુજરાતની રાજનીતિક જમીન ઉપર હાવી બીજેપીના સંગઠનાત્મક ક્ષમતાને કોઈ હલાવી શકતું નથી.અમે જોયું છે કે તમિલનાડુના કામરાજ પછી કોંગ્રેસ કેવી રીતે સમેટાી, આંધ્ર પ્રદેશમાં વાઈએસઆર પછી કેવી રીતે સમેટાઈ અને મહારાષ્ટ્રમાં વિલાસરાવ દેશમુખ પછી કેવી રીતે કોંગ્રેસનું પતન થયું. આનાથી ઉલટ ગુજરાતમાં બીજેપી નવી ઉંચાઈઓએ પહોંચી. આ મોદીની સંગઠનાત્મક પ્રતિભાનું એક જીવંત પ્રમાણ છે. હું તમને એક ઉદાહણ આપું છું પારંપરિક રાજનીતિક જ્ઞાનનો મતબલ છે. જાતિગત વિચારોના આધાર ઉપર મહત્વપૂર્ણ નિયુક્તિઓની જીત છે. મોદીએ આને ત્યારે બદલ્યું જ્યારે તેમણે સીઆર પાટીલને રાજ્ય ભાજપ પ્રમુખ બનાવ્યા હતા. તેઓ કોઈપણ પ્રમુખ જાતિ સાથે સંબંધિત નથી. તેમ છતાં તેમને કેડરમાં જે ઉર્જા નાંખી છે તે ગણી મોટી છે. આમાં નિશ્ચિત રૂપથી મોટી જીતમાં યોગદાન આપ્યું છે. ગુજરાતમાંથી નીકળેલા આ મહત્વપૂર્ણ સંદેશ છે. જેનું આપણા રાજકીય વર્ગને સાવધાનીપૂર્વક અધ્યન કરવું જોઈએ અને સીખને અપનાવવી જોઈએ (આ લેખકના અંગત વિચાર છે).
Published by: ankit patel
First published: March 3, 2021, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading