જાણો કોણ છે એ ફોટોજર્નલિસ્ટ જેને ખેંચી હતી દાઉદની તસવીર?

News18 Gujarati
Updated: May 14, 2018, 5:30 PM IST
જાણો કોણ છે એ ફોટોજર્નલિસ્ટ જેને ખેંચી હતી દાઉદની તસવીર?

  • Share this:
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પીએમના રૂપમાં સંસદમાં પહોંચવાની તૈયારી કરી રહ્યાં હતા. લોકોએ ઘણી બધી આશાઓ સાથે બીજેપીને બહુમત આપીને સત્તા આપી હતી. ઘણી બધી આશાઓમાંથી એક તે પણ હતી કે, મોદી પીએમ બનશે તો મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાંથી ખેંચીને ભારત લાવશે. ચૂંટણી વખતે જાહેરસભાઓમાં મોદીએ દાઉદને ભારત લાવવાનો વચન પણ આપ્યો હતો. ભારતવાસીઓની આ તમન્ના ક્યારે પુરી થશે, તે તો ખબર નથી. પરંતુ તમને ખબર છે કે, દાઉદનું નામ આવતાની સાથે જ તમારા મગજમાં જે તસવીર આવે છે, તે કોને ક્લિક કરી છે?

પીળા કલરનું ટી શર્ટ, બ્લેક ચશ્મા, હાથમાં ફોન, ભરાવદાર કાળી મૂછો, આંગળીમાં વિંટી... હા આજ ચહેરો તમને ગૂગલ પર મળશે. ડોનની આ તસવીર સૌથી વધારે દેખવામાં અને સર્ચ કરવામાં આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ તસવીરને અન્ય કોઈએ નહી ભારતના ફોટો જર્નલિસ્ટે લીધી છે. નામ છે ભવન સિંહ.

આ ફોટો તેમને વર્ષ 1985માં શારજાહમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી એક મેચ દરમિયાન સ્ટેડિયમમાં ખેંચી હતી. હાલમાં તેઓ નવી દિલ્હીના વિનોદ નગર સ્થિત પોતાના ઘરમાં જીવનને વ્યતિત કરી રહ્યાં છે. જીવનમાં 80 દિવાળીઓ દેખી ચૂકેલા ભવન સિંહ હાલમાં મુશ્કેલથી બોલી શકે છે. આવો જાણીએ તે દિવસે શું થયું હતું શાહજાહના ક્રિકેટ સ્ટેડિયમમાં.

સોજન્ય: ફર્સ્ટપોસ્ટ


વાત મુંબઈ બ્લાસ્ટ (1993) થી કેટલાક વર્ષ પહેલાની છે. હું તે સમયે ઈન્ડિયા ટૂડેમાં ફોટો જર્નલિસ્ટ તરીકે કામ કરી રહ્યો હતો. તે ડે-નાઈટ મેચ હતી, જેને કવર કરવા માટે હું કેટલાક ભારતીય ફોટોગ્રાફર સાથે પહોંચ્યો હતો. મેચ ચાલી રહી હતી. હું ફોટોગ્રાફરો માટે બનેલ સ્ટેન્ડની જગ્યાએ વીઆઈપી પ્રેશકોની લાઈનમાં ફરી રહ્યો હતો. કોઈએ દાઉદ ઈબ્રાહિમનું નામ લીધું. જેવું જ મારા કાનમાં આ નામ પડ્યો કે હું ચોક્યો અને બે સેકેન્ડ માટે તો મારા સમજમાં આવ્યું જ નહી કે શું કરવું જોઈએ. પરંતુ થોડી જ વારમાં મે પોતાની ડ્યુટીને બરાબર રીતે કરવાનો નિર્ણય લીધો.

આવી રીતે મળી ડોનથી પરવાનગીતે સમય સુધી દાઉદની કોઈ તસવીર મીડિયામાં આવી નહતી. મારા પાસે બે કેમેરા હતા. એકને ટ્રાયપોડ પર લગાવીને છોડી દીધો. બીજાને ગળામાં લટકાવ્યો અને આગળ વધ્યો. મે પણ આનાથી પહેલા દાઉદને ક્યારેય દેખ્યો નહતો. પરંતુ તેના આસપાસના માહોલથી સમજી ગયો કે, ડોન કોણ છે. જેવી જ મે ફ્રેમ સેટ કરવાની શરૂઆત રહી, ત્યારે તેની આસપાસ ઉભેલા ડિ ગેગના લોકમાં છોટા રાજન પણ સામેલ હતો, અને બૂમ પાડીને કહ્યું કે કેમ ફોટો ખેંચી રહ્યાં છો. બંધ કરો. હું થોડી વાર તો થ્રીજી ગયો. કેટલીક સેકન્ડ માટે રોકાયો અને દાઉદ તરફ જોતો રહ્યો. ત્યારે દાઉદે પોતાના લોકો તરફ ઈશારો કર્યો અને કહ્યું કે, ખેંચવા દો. મે પાંચ ફોટો પાડી લીધા અને ચૂપચાપ ત્યાંથી આગળ નિકળી ગયો.

સૌજન્ય : ફર્સ્ટપોસ્ટ


'હવે મારૂ ધ્યાન મેચથી વધારે આ ફોટોને પોતાના સંપાદક અને દોસ્ત (અરૂણ પુરી)ને બતાવવા પર હતું. હું થોડો ડરેલો પણ હતો કે, ક્યાંક તેનો મૂડ બદલાઈ ગયો તો તે પોતાના માણસોને મોકલીને તે ફોટો ડિલેટ પણ કરાવી શકે છે. અથવા મારો કેમેરો પણ લઈ શકે છે. બીજા દિવસે બપોરે શહેરની એક દુકાનમાં શોપિંગ કરી રહેલ સુનિલ ગાવસ્કર મળ્યા. મેચ વિશે થોડી ઘણી વાતચીત થઈ. તેમને કહ્યું કે, ડે-નાઈટ મેચના કારણે કેટલીક ગડબડ થઈ રહી છે. ભારત તે મેચ પણ હારી ચૂક્યું હતું.'

હું પરત ઈન્ડિયા આવ્યો. અહી જેવો જ અરૂણ પૂરીએ તે ફોટો દેખ્યો તો તે ચોકી ગયો. અને બસ એટલું જ બોલ્યા કે આ તમારી પાસે કેવી રીતે? ઈન્ડિયા ટૂડેના બીજા સાથીઓ પણ ચોકી ગયા. તે ફોટો છપાયો પછી શું હતું... ચારે બાજું તેની ચર્ચા થવા લાગી હતી. આ વચ્ચે સારી વાત તે હતી કે, જેની તસવીર મે લીધી હતી, તે દાઉદ જ હતો. જો હું ખોટી વ્યક્તિની તસવીર ખેંચી લેતો તો મારા કેરિયર પર સૌથી મોટો કલંક લાગી જતો.

ભવન સિંહ જણાવે છે કે, ત્યારે ભારતીય પોલિસ, ઈન્ટેલિજેન્સના લોકોમાંથી કોઈએ મને તેના વિશે પૂછતાછ કરી નહી. જેવી હું આશા રાખી રહ્યો હતો. આમ ભવન સિંહે પારકા દેશમાં દાઉદનો ફોટો ખેંચવાની હિંમત કરી નાંખી હતી. હાલમાં જ તેમને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. તેમને પોતાના કરિયરની શરૂઆત નેશનલ હેરાલ્ડ નામના સમાચારથી કરી હતી.
Published by: Mujahid Tunvar
First published: May 14, 2018, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading