EXCLUSIVE: મોદી સરકારની મોટી યોજના, પ્રમુખ ઇન્ફ્રા કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે બહાર પડાશે કોમન ટેન્ડર

News18 Gujarati
Updated: October 11, 2021, 9:00 AM IST
EXCLUSIVE: મોદી સરકારની મોટી યોજના, પ્રમુખ ઇન્ફ્રા કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે બહાર પડાશે કોમન ટેન્ડર
વડાપ્રધાનનો આગ્રહ સરકારમાં ગતિ શક્તિ માસ્ટર પ્લાનને જમીની સ્તર પર લઈ જવાનો છે. (ફાઇલ તસવીર- Reuters)

PM GatiShakti Project: 13 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગતિશક્તિ પ્રોજેક્ટની રૂપરેખા દેશની સમક્ષ રજૂ કરશે

  • Share this:
(અમન શર્મા)

નવી દિલ્હી. ગતિશક્તિ પ્રોજેક્ટથી (GatiShakti Master Plan) દેશની તસવીર બદલાઈ જવાની છે. 13 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ પ્રોજેક્ટની રૂપરેખા દેશની સમક્ષ રજૂ કરશે. દેશની વિકાસ યાત્રાને ઝડપથી આગળ વધારવા માટે આ મેગા પ્રોજેક્ટમાં અનેક જોગવાઈઓ રાખવામાં આવી છે. તેમાં પ્રમુખ ઇન્ફ્રા કનેક્ટિવિટી પ્રોજેક્ટ (Key Infra Connectivity Projects) માટે એક કોમન ટેન્ડર (Common Tender) લાવવાનો વિચાર કરવામાં આવશે. નોંધનીય છે કે, આ વર્ષે 75મા સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ ગતિ શક્તિ પ્રોજેક્ટની (GatiShakti Project) જાહેરાત કરી હતી.

પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટનો (PM GatiShakti Project) ઉદ્દેશ્ય કેન્દ્રીય એજન્સીઓ, રાજ્ય એજન્સીઓ, શહેરી સ્થાનિક એકમો અને ખાનગી ક્ષેત્રની વચ્ચે પ્રભાવી રીતે સમન્વય કરવા માટે એક ક્ષેત્રમાં ગ્રીનફિલ્ડ રસ્તાઓ, રેલવે અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ, ગેસ લાઇનો અને વીજળી લાઇનોલ જેવી ઉપયોગિતાઓથી સંબંધિત ગતિવિધિઓને એક સાથે આગળ વધારવાનો છે. તેમાં પસંદગીના ભૌગોલિક ક્ષેત્રોમાં સિંગલ નોડલ એજન્સીને જવાબદારી સોંપવામાં આવશે. તેનાથી કોમન ટેન્ડર સહિત તમામ ગતિવિધિઓને શરૂ કરી શકાશે.

ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે આ મેગા પ્રોજેક્ટ

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પીએમ મોદી આ આઇડિયા પર કામ કરવા માટે ખૂબ ઈચ્છુક છે. ગતિ શક્તિ માસ્ટર પ્લાનનો ઉદ્દેશ્ય કોઈ પણ પ્રોજેક્ટમાં તકલીફોને ઓછી કરવી, ખર્ચમાં બચાવ અને તાત્કાલિક મંજૂરી આપવી. અધિકારીએ કહ્યું કે, સરકારની અંદર કોમન ટેન્ડરિંગ એક પડકાર ભરેલું કામ છે પરંતુ જો તેને પ્રાપ્ત કરી લેવાશે તો અસલી ગેમ-ચેન્જર થઈ શકે છે. વડાપ્રધાનનો આગ્રહ સરકારમાં ગતિ શક્તિ માસ્ટર પ્લાનને જમીની સ્તર પર લઈ જવાનો છે.

આ પણ વાંચો, PMJJBY: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના - અહીં જાણો તેના વિશે સંપૂર્ણ વિગતોશું છે પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય?

પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને એક એકીકૃત યોજનાના રૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય છે કે દરેક ડિપાર્ટમેન્ટે એક સાથે લાવીને ચાલવું. જેનાથી કોઈ કામમાં કોઈ અડચણ ન આવે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તકલીફોને દૂર કરવી, ખર્ચ ઓછો કરવો અને સાથોસાથ કામ જલ્દી પૂરું કરવું સુનિશ્ચિત કરવું રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અનુસાર માળખાકિય સુવિધાઓના વિકાસ માટે માર્ગદર્શક સિદ્ધાંત છે.

આ પણ વાંચો, અન્નદાતાઓ માટે ખુશખબર! આ દિવસે આવશે 10મા હપ્તાની રકમ, આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા

પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સમગ્ર રૂપથી એલએનજી કે મેથલોન જેવા વૈકલ્પિક ઇંધણના ઉચચ ઉપયોગને પ્રોત્સાહિત કરવા ઉપર પણ ભાર મૂકશે. યોજના અનુસાર, ઉદ્યોગો માટે મુખ્ય માંગ અને આપૂર્તિ કેન્દ્રોને જોડનારી વધારાની 17,000 કિલોમીટર લાંબી ટ્રંક પાઇપલાઇનના નિર્માણ કરીને 2024-25 સુધી દેશમાં ગેસ પાઇપલાઇન નેટવર્કને બમણું કરીને 34,500 કિલોમીટર કરવાનું લક્ષ્ય છે.
Published by: Mrunal Bhojak
First published: October 11, 2021, 9:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading