PM મોદી આજે UPની પહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો, 700 કરોડનો છે પ્રોજેક્ટ

News18 Gujarati
Updated: January 2, 2022, 2:50 PM IST
PM મોદી આજે UPની પહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો, 700 કરોડનો છે પ્રોજેક્ટ
PM મોદી આજે UPની પહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

PM Modi Meerut Visit: વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એટલે સુધી કે સભાસ્થળ પાસે આવેલી એક નહેરના પાણીમાં પણ NDRF અને SDRFની ટીમો તૈનાત રહેશે.

  • Share this:
મેરઠ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ સ્થિત સરધનાના સલાવા ગામમાં બનેલ હોકી જાદૂગર મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Major Dhyanchand Sports University)નો શિલાન્યાસ કર્યો છે. પીએમ મોદીના આ મેરઠ પ્રવાસ (PM Modi Meerut visit)ને ધ્યાનમાં રાખીને મંચથી લઈને માર્ગ સુધી કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જોકે, પીએમ મોદીના મેરઠ પ્રવાસના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા કાર્યક્રમ મુજબ, હવે વડાપ્રધાન સેનાના હેલીપેડ પર ઉતર્યા બાદ સૌથી પહેલા શહીદ સ્મારક અમર જવાન જ્યોતિ સ્થળ અને રાજકીય સંગ્રહાલયનું અવલોકન કરશે. વડાપ્રધાન શહીદ સ્મારક પર પુષ્પ અર્પણ કરશે અને અમર જવાન જ્યોતિ સ્થળ પહોંચીને પણ ક્રાંતિની ધરાને પ્રણામ કરશે.

નોંધનીય છે કે, થોડા મહિના પહેલા જ મેરઠને શહીદોના સન્માનમાં અમર જવાન જ્યોતિની ભેટ મળી હતી. વડાપ્રધાન ગઈ 17 ડિસેમ્બરે એક કરોડ 74 લાખ રૂપિયાના ખર્ચે અપગ્રેડ કરાયેલા રાજકીય સંગ્રહાલયને પણ નિહાળશે.

નવા કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન 11:30 વાગ્યે આર્મી હેલિપેડ પર ઉતરશે. આ પછી 11.50 વાગ્યે શહીદ સ્મારક પહોંચશે. શહીદ સ્મારક પર પુષ્પાંજલિ બાદ પીએમ મોદી અમર જવાન જ્યોતિ અને રાજકીય સંગ્રહાલય નિહાળશે. ત્યારબાદ વડાપ્રધાન સડક માર્ગે કાલી પલટન મંદિર જશે. 12.15 થી 12.25 સુધી કાલી પલટન મંદિરના દર્શન કર્યા બાદ 1:00 કલાકે ખતૌલી હેલીપેડથી સભાસ્થળ માટે રવાના થશે. આ પછી 1 વાગ્યાથી 2.30 સુધી તેઓ શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે અને પછી 2.45 વાગ્યે ખતૌલી હેલિપેડથી દિલ્હી માટે રવાના થશે.

વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે સુધી કે સભાસ્થળ પાસે આવેલી એક નહેરના પાણીમાં પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત રહેશે. એટલું જ નહીં આકાશમાંથી હેલિકોપ્ટર સતત નજર રાખશે. આ સિવાય સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને કેટલાય જિલ્લાઓથી આવેલા હજારો પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

આ પણ વાંચો: 'કેટલાય ધક્કામુક્કીમાં પડ્યા અને લોકોએ તેમને ચગદી દીધા,' વૈષ્ણવદેવી દૂર્ઘટનાની ખૌફનાક કહાની

એસએસપી પ્રભાકર ચૌધરીએ જણાવ્યું કે સ્ટાન્ડર્ડ મુજબ તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ મંથન કરવામાં આવ્યું છે. તો કોવિડને ધ્યાનમાં રાખીને લોકોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેટલા પણ ખેલાડી વડાપ્રધાન સાથે વાતચીત કરશે એ બધાની કોવિડ રિપોર્ટ નેગેટિવ જરૂરી છે.


તો મેરઠ મંડળના કમિશનર સુરેન્દ્ર સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીની પ્રથમ મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને સ્થાનિક સાંસદ સંજીવ બાલિયાન હાજર રહેશે. તેમણે કહ્યું કે સ્પોર્ટ્સ યુનિવર્સિટી છત્રીસ હેક્ટરની જમીન પર બનશે.આ પણ વાંચો: સાવધાન! માર્ચમાં કોરોના દર્દીઓની સંખ્યા દૈનિક 2 લાખ સુધી પહોંચી શકે છે

કમિશનરે જણાવ્યું કે સોળ હજારથી વધુ ખેલાડીઓ રાજ્યભરમાંથી આવી રહ્યા છે. પીએમ મોદી આમાંથી એ 32 ખેલાડીઓને મળશે જેમાં ઓલિમ્પિક પેરાલિમ્પિક અને તાજેતરમાં નેશનલ હોકી ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો સમાવેશ થાય છે. પીએમ મોદી મેરઠ અને મુઝફ્ફરનગરના ઓલમ્પિયન ખેલાડીઓના પરિવારજનોને પણ મળશે. સ્પોર્ટ્સ બિઝનેસને લગતો એક શો પણ બતાવવામાં આવશે. સભા સ્થળની આસપાસ ઘણાં હેલિપેડ બનાવવામાં આવ્યા છે. કમિશનરે જણાવ્યું કે ડીપીઆર મુજબ આ પ્રોજેક્ટ આશરે સાતસો કરોડનો છે.
Published by: Nirali Dave
First published: January 2, 2022, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading