ગુજરાત ચૂંટણી: પીએમ મોદીની સુરક્ષામાં ચૂક? NSG એ રેલી સ્થળ નજીકથી સંદીગ્ધ ડ્રોન ઝડપી પાડ્યું


Updated: November 25, 2022, 9:10 AM IST
ગુજરાત ચૂંટણી: પીએમ મોદીની સુરક્ષામાં ચૂક? NSG એ રેલી સ્થળ નજીકથી સંદીગ્ધ ડ્રોન ઝડપી પાડ્યું
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ભાજપના પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે ગુરુવારે સવારે 11 કલાકે પાલનપુર, મોડાસા, દહેગા અને બાવળામાં 4 રેલીને સંબોધન કર્યું હતું.

  • Share this:
અમદાવાદ: ગુજરાત પોલીસના સૂત્રોએ CNN-News18ને જણાવ્યું છે કે રાજ્યમાં ચૂંટણી પ્રવાસ પર આવેલા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. આ રિપોર્ટ ચૂંટણી રાજ્યમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનો દ્વારા એક અનધિકૃત ડ્રોનથી કથિત રીતે નીચે પાડ્યા બાદ સામે આવ્યો છે. આ ડ્રોનને બાવળામાં પીએમ મોદીની રેલી સ્થળ નજીક જોવા મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, મામલાની તપાસ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ શરુ કરી દીધી છે. તેમણે કહ્યું કે, ડ્રોનમાં કંઈ પણ મળ્યું નથી. પણ પોલીસને એ જાણવું છે કે, આખરે આ ડ્રોન શા માટે ઉડાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું છે કે, આ ઘટના ગુરુવારે સાંજના લગભગ 4.30 કલાકે થઈ હતી અને 3 વ્યક્તિની ધરપકડ પણ કરી છે.

ડ્રોન ઉડાવનારા 3 શખ્સની ધરપકડ


બાવળા ખાતે પીએમ મોદીના સભાસ્થળ નજીક અજાણ્યું ડ્રોન દેખાતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, આ ઘટના બાદ પોલીસ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ બાદ સામે આવ્યું હતું કે, આ ડ્રોન માત્ર શૂટિંગ સામે વાપરવામા આવ્યું હતું. તેમાં ઓપરેટિંગ કોમેરા હતો. અને કોઈ વિસ્ફોટક કે અન્ય કોઈ હાનિકારક પદાર્થ ન હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આ ત્રણેય શખ્સો પાસેથી કોઈ પ્રતિબંધિત વસ્તુઓ પણ નથી મળી, સાથે જ જ્યારે તેઓ ડ્રોન ઉડાવી રહ્યા હતા, ત્યાં સભા સ્થળની દિવાલથી બહાર હતા. પણ પીએમ મોદીની સભા નજીક ડ્રોન ઉડાવી રહ્યા હોવાથી તેમના પર કલમ 188 અંતર્ગત ધરપકડ કરીને તેમના પર ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: પાલનપુરમાં પીએમ મોદીનો હુંકાર: તમારા મત એટલે ગુજરાતનાં ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી

પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ભાજપના પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે ગુરુવારે સવારે 11 કલાકે પાલનપુર, મોડાસા, દહેગા અને બાવળામાં 4 રેલીને સંબોધન કર્યું હતું. સત્તાધારી ભાજપના સ્ટાર પ્રચારક, પીએમ મોદીએ મંગળવારે 1 દિવસના બ્રેક બાદ બુધવારે દાહોદ, મહેસાણા, વડોદરા અને ભાવનગરમાં રેલીઓને સંબોધન કર્યું હતું. આ વર્ષે 5 જાન્યુઆરીએ પંજાબમાં એક ફ્લાઈઓવર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાફલાને ઘણી વાર સુધી રોકવો પડ્યો હતો. અમુક પ્રદર્શનકારીઓ દ્વારા કથિત રીતે પીએમના કાફલાને રોક્યા બાદ ચિંતિત સુરક્ષા કર્મીઓની તસ્વીરો વાયરલ થઈ હતી.

હકીકતમાં જોઈએ તો, પ્રધાનમંત્રીને પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધન કરવા હેલીકોપ્ટરથી જવાનું હતું. પણ ખરાબ હવામાનના કારણે તેમણે રોડ માર્ગે મુસાફરી કરવી પડી. આ દરમિયાન અમુક પ્રદર્શનકારીઓએ તેમના કાફલાને રસ્તામાં રોક્યો. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ મામલાને ગંભીરતાથી લેતા પંજાબના ડીજીપીને નોટિસ જાહેર કરી હતી. પીએમ મોદીની સુરક્ષામાં આ સેંઘમારીની તપાસ માટે સુપ્રીમ કોર્ટની એક સમિતિએ ફિરોઝપુર એસએસપી પર યોગ્ય સુરક્ષાદળ હોવા છતાં પણ પોતાના કર્તવ્યમાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. હકીકતમાં આ પ્રદર્શનકારી કૃષિ કાયદાને લઈને પીએમ મોદીના પ્રવાસનો વિરોધ કરી રહ્યા હતા.
Published by: Pravin Makwana
First published: November 25, 2022, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading