ભારતીય સંસ્થાનોમાં વિદેશોથી વિદ્યાર્થીઓ આવીને અભ્યાસ કરશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

News18 Gujarati
Updated: July 29, 2021, 6:18 PM IST
ભારતીય સંસ્થાનોમાં વિદેશોથી વિદ્યાર્થીઓ આવીને અભ્યાસ કરશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ભારતીય સંસ્થાનોમાં વિદેશોથી વિદ્યાર્થીઓ આવીને અભ્યાસ કરશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

PM Modi Address to Nation: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભવિષ્યમાં આપણે કેટલા આગળ જઈશું, કેટલી ઉંચાઇ પ્રાપ્ત કરીશું તે એ વાત પર નિર્ભર કરશે કે આપણે પોતાના યુવાઓને વર્તમાનમાં એટલે કે આજે કેવી શિક્ષા આપી રહ્યા છીએ

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)રાષ્ટ્રીય શિક્ષા નીતિને (New Education Policy)કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવાના એક વર્ષ પૂરા થવાના પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં નવી શિક્ષા નીતિને જમીન પર ઉતારવા માટે ઘણું કામ થયું છે. કોરોના કાળમાં જ તેને ચરણબદ્ધ રીતે લાગુ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષા નીતિને લાગુ કરવી આઝાદીના અમૃત મહોત્સવનો પ્રમુખ ભાગ બની ગયો છે. આટલા મોટા મહાપર્વ વચ્ચે રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત આજે શરૂ થયેલી યોજનાઓ નવા ભારતના નિર્માણમાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભવિષ્યમાં આપણે કેટલા આગળ જઈશું, કેટલી ઉંચાઇ પ્રાપ્ત કરીશું તે એ વાત પર નિર્ભર કરશે કે આપણે પોતાના યુવાઓને વર્તમાનમાં એટલે કે આજે કેવી શિક્ષા આપી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે હું જાણું છું કે ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ રાષ્ટ્ર નિર્માણના મહાયજ્ઞનાં મોટા ફેક્ટર્સમાંથી એક છે. પીએમે કહ્યું કે 21મી સદીનો યુવા પોતાની વ્યવસ્થાયે, પોતાની દુનિયા પોતાના હિસાબથી બનાવવા માંગે છે જેથી તેને એક્સપોઝર જોઈએ. તેને જૂના બંધનો, પિંજરામાંથી મુક્તિ ચાહીએ.

આ પણ વાંચો - Tokyo Olympics: મેરિકોમ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર, પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પરાજય

પીએમ મોદીએ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ યુવાઓને વિશ્વાસ અપાવે છે કે દેશ હવે પૂરી રીતે તેમના અને તેમના આત્મ વિશ્વાસ સાથે છે. આપણે દશકોથી એ માહોલ જોયો છે જ્યારે સમજાતું હતું કે સારા અભ્યાસ માટે વિદેશ જ જવું પડશે. જોકે સારા અભ્યાસ માટે વિદેશોથી સ્ટુડન્ટ્સ સારા સંસ્થાનોમાં ભારત આવે, આ હવે આપણે જોઇ રહ્યા છીએ. તેમણે કહ્યું કે આજે બની રહેલી સંભાવનાઓને સાકાર કરવા માટે આપણા યુવાનોએ દુનિયાથી એક કદમ આગળ થવું પડશે. એક કદમ આગળનું વિચારવું પડશે.

પીએમ મોદીએ કહ્યું કે હેલ્થ હોય, ડિફેન્સ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટેકનોલોજી હોય દેશ દરેક દિશામાં સમર્થ અને આત્મનિર્ભર થવું પડશે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે 8 રાજ્યોના 14 એન્જિનિયર કોલેજ, 5 ભારતીય ભાષા- હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી અને બાંગ્લામાં એન્જીનિયરનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એન્જિયરના કોર્સને 11 ભારતીય ભાષામાં ટ્રાન્સલેશન માટે એક ટૂલ પણ તૈયાર કરવામાં આવી ચૂક્યું છે.લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. FacebookTwitterYoutube સાથે જોડાઓ.
Published by: Ashish Goyal
First published: July 29, 2021, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading