રઘુને કોણે માર્યો? તામિલનાડુમાં સોફ્ટવેર એન્જિનિયરનાં મોત પર રોષ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: November 28, 2017, 10:55 AM IST
રઘુને કોણે માર્યો? તામિલનાડુમાં સોફ્ટવેર એન્જિનિયરનાં મોત પર રોષ

  • Share this:
કોઈમ્બતૂરઃ તામિલનાડુના કોઈમ્બતૂરમાં 30 વર્ષના એન્જિનિયરનું શુક્રવારે અકસ્માતમાં મોત થઈ ગયું. રધુપતિ કંડાસામી અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. એક અઠવાડિયામાં જ તેણે અમેરિકા પરત ફરવાનું હતું. શુક્રવારે મોત થયું ત્યારે તે બાઈક પર પોતાની ફિયાન્સીને મળવા જઈ રહ્યો હતો. રઘુપતિનું બાઈક રસ્તા પર લાગેલા લાકડાના મંડપ સાથે અથડાયું હતું. આ મંડપ સત્તાધારી પક્ષ એઆઈએડીએમકે દ્વારા એમજીઆર શતાબ્દી મહોત્સવ માટે લગાવવામાં આવ્યો હતો. બાઈક પરથી નીચે પડ્યા બાદ રઘુપતિ ઉપર ટ્રક ફરી વળ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે રઘુપતિએ હેલ્મેટ પહેર્યું ન હતું.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. બનાવના થોડા કલાકો બાદ કોઈએ ઘટનાસ્થળે પેઈન્ટ કરીને સફેદ અક્ષરોમાં લખીને સવાલ પૂછ્યો કે, રઘુની હત્યા કોણે કરી?

વિપક્ષના એક સ્થાનિક ધારાસભ્યએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કોઈમ્બતૂરમાંથી તમામ હોર્ડિંગ્સ હટાવવાની તેમજ સરકારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે રઘુપતિના પરિવાર માટે વળતરની પણ માંગ કરી છે. અમુક લોકોએ મુખ્યમંત્રી પલાનીસ્વામી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે.

આ બનાવ પર અભિનેતા કમલ હાસને ટ્વિટ કરીને કહ્યું કે, જે કોઈ સરકાર કોઈના જીવના બદલામાં સત્તા અને પ્રસિદ્ધિ ઈચ્છી રહી છે તેનું એક દિવસ પતન નક્કી છે. તેમણે બનાવ માટે મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવ્યા. નોંધનીય છે કે કમલ હાસન સરકારના ટીકાકાર રહ્યા છે, તેમણે થોડા દિવસો પહેલા જ રાજકારણમાં પ્રવેશ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે હોર્ડિંગ્સનો એક ભાગ રસ્તા તરફ ઢળી ગયો હતો, જેની સાથે રઘુનું બાઈક અથડાયું હતું.
First published: November 28, 2017, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading