અફઘાનિસ્તાનમાં શીખોને મળી ધમકી- સુન્ની ઇસ્લામ અપનાવો અથવા દેશમાંથી ભાગો: report

News18 Gujarati
Updated: October 26, 2021, 4:13 PM IST
અફઘાનિસ્તાનમાં શીખોને મળી ધમકી- સુન્ની ઇસ્લામ અપનાવો અથવા દેશમાંથી ભાગો: report
અફઘાન શીખો સંકટમાં છે. (ફાઈલ ફોટો)

કટ્ટરપંથી સંગઠન (Fundamentalist group) તેમને સુન્ની ઇસ્લામ (Sunni islam) અપનાવવા અથવા દેશ છોડીને ભાગવા મજબૂર કરી રહ્યા છે. એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

  • Share this:
કાબુલ. અફઘાનિસ્તાન પર તાલિબાન (Taliban in Afghanistan)ના કબજા બાદ અહીંનો લઘુમતી સમુદાય (Minorities in Afghanistan) સંકટમાં છે. તેમને જાનથી મારી નાખવાની અને ધર્મ પરિવર્તન કરવાની ધમકીઓ મળી રહી છે. સમાચાર છે કે અફઘાન શીખો (Sikhs in Afghanistan)ના અસ્તિત્વ પર પણ સંકટ તોડ્યું છે. કટ્ટરપંથી સંગઠન (Fundamentalist group) તેમને સુન્ની ઇસ્લામ (Sunni islam) અપનાવવા અથવા દેશ છોડીને ભાગવા મજબૂર કરી રહ્યા છે. એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?
ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યોરીટી (IFFRAS)ની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં સદીઓથી રહેતા શીખોની વસ્તી એક જમાનામાં હજારોમાં હતી, પણ છેલ્લા કેટલાંક વર્ષોમાં કટ્ટરતાને લીધે વધેલી ધાર્મિક હિંસા, હત્યા, વ્યવસ્થાગત ભેદભાવ અને દેશ છોડીને જવાના બનાવોને કારણે આ સમુદાય બરબાદ થઈ ગયો છે.

દેશમાં બહુમતી શીખો કાબુલમાં તો કેટલાંક ગજની અને નંગરહાર પ્રાંતમાં રહે છે. આ રિપોર્ટ એવા સમયે આવી છે, જ્યારે થોડા દિવસ પહેલા જ કાબુલના કાર્ત-એ-પરવાન જિલ્લાના એક ગુરુદ્વારામાં ઘૂસીને 15થી 20 આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓને બંધક બનાવ્યા હતા. અફઘાનિસ્તાનમાં શીખ સમાજ અવારનવાર આ પ્રકારના હુમલા અને હિંસાનો સામનો કરે છે.

સમુદાય પર સતત હુમલા થઈ રહ્યા છે
અફઘાનિસ્તાનમાં શીખ વિરોધી હુમલા વધી રહ્યા છે. આતંકવાદીઓએ ગયા વર્ષે જૂનમાં એક અફઘાન શીખ નેતાનું અપહરણ કરી લીધું હતું પણ આ અંગે વધુ ખુલાસો ન થઈ શક્યો. માર્ચ 2019માં કાબુલમાં વધુ એક શીખ વ્યક્તિનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.તો કંદહારમાં અજાણ્યા બંદૂકધારીએ એક શીખને ગોળી મારી દીધી. IFFRASનું કહેવું છે કે 26 માર્ચ 2020ના કાબુલના એક ગુરુદ્વારામાં તાલિબાન દ્વારા સમુદાયના હત્યાકાંડ બાદ મોટી સંખ્યામાં શીખો ભારત જઈ રહ્યા છે. ફોરમનું કહેવું છે કે શીખ સુન્ની સંપ્રદાયની કટ્ટર વિચારધારા વિરુદ્ધ છે એટલે જ તેમને બળજબરી મુસ્લિમ બનાવી નાખવામાં આવે છે અથવા તેમની હત્યા કરી નાખવામાં આવે છે.

આ પણ વાંચો: કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર એક્શનમાં અમિત શાહ, આજથી ત્રણ દિવસ ઘાટીમાં રહેશે ગૃહ મંત્રી

રિપોર્ટનું કહેવું છે કે અફઘાનિસ્તાનનું પૂર્વ શાસન લઘુમતી શીખોના ઘર બચાવવા અને તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું છે. હવે કટ્ટરપંથી વિચારધારા વાળી તાલિબાન સરકાર પણ શીખોને ખીલવાનો મોકો નહીં દે.
Published by: Nirali Dave
First published: October 26, 2021, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading