જમ્મુ કાશ્મીરમાં વધુ એક પ્રવાસીની ગોળી મારીને હત્યા, બિહારનો રહેવાસી હતો

News18 Gujarati
Updated: August 12, 2022, 9:54 AM IST
જમ્મુ કાશ્મીરમાં વધુ એક પ્રવાસીની ગોળી મારીને હત્યા, બિહારનો રહેવાસી હતો
પોલીસના મતે આ ઘટના બાંદીપોરા જિલ્લાના સદુનારા ગામમાં બની છે (ANI Photo)

Jammu Kashmir - જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ઘટના બની, બિહારનો રહેવાસી 19 વર્ષીય યુવક કાશ્મીરમાં મજૂરી કરવા માટે આવ્યો હતો

  • Share this:
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના (jammu kashmir)બાંદીપોરા જિલ્લામાં (bandipora district)આતંકવાદીઓએ (terrorists)શુક્રવારે પ્રવાસીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે મૃતકની ઓળખ બિહારના 19 વર્ષીય યુવક મોહમ્મદ અમરેજના (mohammad amrez)રૂપમાં થઇ છે. પોલીસના મતે આ ઘટના બાંદીપોરા જિલ્લાના સદુનારા ગામમાં બની છે. અમરેજ મધેપુરા જિલ્લાના બેસાઢ ગામનો રહેવાસી હતો. તેના પિતાનું નામ મોહમ્મદ જલીલ બતાવવામાં આવી રહ્યું છે. અમરેજ કાશ્મીરમાં મજૂરી કરવા માટે આવ્યો હતો. આ વિશે વધારે માહિતી મેળવવામાં આવી રહી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ જમ્મુ કાશ્મીર પોલીસના હવાલાથી જણાવ્યું કે બાંદીપોરાના સુંબલમાં આતંકવાદીઓએ બિહાર નિવાસી પ્રવાસી મજૂર પર ગોળીઓ ચલાવી હતી જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. મજૂરને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત થયું હતું. આ પહેલા 4 ઓગસ્ટે પુલવામાના ગદુરા વિસ્તારમાં આતંકીઓના ગ્રેનેડ હુમલામાં પ્રવાસી મજૂરનું મોત થયું હતું.

આ પણ વાંચો - સ્વતંત્રતા દિવસ પહેલા મોટો આતંકવાદી હુમલો ટળ્યો, પુલવામામાં સુરક્ષા બળોએ 30 કિલો IED ડિફ્યૂઝ કર્યો

આતંકવાદીઓ દ્વારા ઘાટીમાં ગૈર કાશ્મીરીઓની હત્યાઓનો સિલસિલો યથાવત્ છે. ઓપ્રિલમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાકરાન વિસ્તારમાં આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેની ઓળખ સતીશ સિંહ રાજપૂત તરીકે થઇ હતી.

કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકવાદી સંગઠનોએ ગૈર સ્થાનીય લોકોને ચેતવણી પણ આપી હતી કે અહીંથી ચાલ્યા જાવ. પ્રધાનમંત્રી પુર્વવાસ પેકેજ અંતર્ગત ઘાટીમાં રહેલા કાશ્મીર પંડિત સમુદાયના સરકારી કર્મચારીઓને પણ આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગ્સના કારણે સરકારી કર્મચારી, પ્રવાસી મજૂર ભયમાં છે. ગત દિવસોમાં આતંકવાદીઓ ટીવી આર્ટિસ્ટ, બેંક કર્મી, સરકારી કર્મચારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં વિપારી પર IT વિભાગના દરોડા, 32 કિલો સોના સહિત મળી રુ.390 કરોડની બેનામી સંપત્તિછેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદીઓ દ્વારા ગૈર કાશ્મીરીઓ અને કાશ્મીર પંડિતોની ટાર્ગેટ કિલિંગે ચિંતા વધારી દીધી છે. ગત માર્ચ-એપ્રિલમાં 26 દિવસોમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટનાઓ સામે આવ્યા પછી કાશ્મીર પંડિયો અને પ્રવાસીઓએ ઘાટીમાંથી પલાયન શરુ કરી દીધું હતું. છેલ્લા કેટલાક મહિનામાં જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ અલ્પસંખ્યકો, પ્રવાસીઓ અને સુરક્ષા કર્મીઓને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: August 12, 2022, 9:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading